Transfer Of Chief Officer : અધિકારી તરીકે સારી કામગીરી કરતાં ગ્રામજનોની લાગણી. વિસ્તારમાં વિકાસ કાર્ય રૂંધાવાની શંકા વ્યક્ત કરાય.
ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાપુતારા ખાતે આવેલ નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર અને ડે. કલેકટર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાય હતી કે અધિકારી દ્વારા વિસ્તારમાં સારી કામગીરી કરાતી હોય સ્થાનિક જનતાને આવા અધિકારી ની જરૂરત હોય બદલીનો ઓડર રદ્દ કરવાની અપીલ કરાય હતી.
ડો. ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ
સાપુતારા ખાતે આવેલ નોટીફાઇડ એરીયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર અને ડે. કલેકટર તરીકે ફરજ બજાવતા ડૉ.ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા અચાનક જ બદલી કરવામાં આવતા સાપુતારા સહીત નવાગામનાં ગ્રામજનોમાં દુ:ખદની લાગણી ફેલાઈ જવા પામી છે. તથા સરકાર પર ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ચીફ ઓફીસર ડો. ચિંતન વૈષ્ણવે ટુંક જ સમયમાં સાપુતારાનાં ગ્રામજનો, હોટલોનાં માલિકો, નાના મોટા ધંધાર્થીઓ, ઇજારદારોને સારા માર્ગદર્શન સાથે સાપુતારાનાં વિકાસનાં કામો હાથ ધર્યા હતા. ત્યારે ઓચિંતી તેમની બદલી થતા પ્રવાસન સ્થળ અને નવાગામનો વિકાસ અટકી જશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સાપુતારા અને નવાગામના વિકાસના કામોને વધુ વેગ મળે તેવા હેતુથી ડો. ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો એ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
Transfer Of Chief Officer : ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ અગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે
તેમજ વધુમાં સાપુતારા ચીફ ઓફિસર તથા ડે. કલેકટર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી જો મોકુફ રાખવામાં ન આવે તો નવાગામ તથા સાપુતારાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ અગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો