HomeIndiaThe Kashmir Files: Revisiting The Kashmiri Hindu’s Tenacity, Resistance, And Stoicism

The Kashmir Files: Revisiting The Kashmiri Hindu’s Tenacity, Resistance, And Stoicism

Date:

ધ કાશ્મીર ફાઇલ્સ: કાશ્મીરી હિંદુની દ્રઢતા, પ્રતિકાર અને આત્મસંયમની પુનઃમુલાકાત.

 

કાશ્મીર એ અનાદિકાળથી ભારતમાતાના મુગટનો મણિ છે. કાલિદાસ દ્વારા “મેઘદૂત” અને “કુમારસંભવ” ( ઈ.સ. ચોથી- પાંચમી સદી ), “સામાન્ય માતૃકા” ( ઈ.સ. ૧૧મી સદી ), અને “રાજતરંગિણી” ( ઈ.સ. ૧૨મી સદી ) જેવા પ્રાચીન ગ્રંથો તેના સમૃદ્ધ હિંદુ વારસાની વિગતો આપે છે. ડાબેરી-તથાકથિત-ઉદારમતવાદી ટોળકીએ ઇસ્લામવાદી-અલગતાવાદી પ્રચારને ન્યાયી ઠેરવવા માટે સાહિત્યના આ ટુકડાઓ તેમજ કરકોટા વંશના રાજા લલિત આદિત્ય જેવા કાશ્મીરી શાસકોના ઐતિહાસિક અહેવાલોને છુપાવીને વિગતોને દફનાવવાનો સતત પ્રયાસ કર્યો છે.

કાશ્મીર ફાઈલ્સે બોલિવૂડના દરેક સંસ્થાકીય સ્તરો, ફાઈલો અને શ્રેણીઓમાં ચાલતી અવિરત અસહિષ્ણુતા, તાબેદારી અને અલગતાને અવગણીને પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ કલેક્શનમાં ૧૦૦ કરોડનો આંકડો વટાવ્યો હતો. તેની શરૂઆત માત્ર ૫૦૦ સ્ક્રીનો, ઉન્મત્ત આવરણ  અને સંપૂર્ણ ખૂણામાં ધકેલવા સાથે થઈ હતી અને હવે તે ૪૦૦૦-સ્ક્રીન સાથે (માત્ર ૫૦% રાજ્યોમાં મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહી હોવા છતાં) પ્રજાની મજબૂત ચળવળ બની છે. તેણે ઇસ્લામવાદીઓ સહિત ડાબેરી ઇકોસિસ્ટમને એટલી હદે હચમચાવી નાંખી છે કે કાશ્મીરી હિંદુઓની દુર્દશા દર્શાવતા આ સિનેમાઈ સ્તોત્ર પાછળની વ્યક્તિ, તેના દિગ્દર્શક, વિવેક અગ્નિહોત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવી પડશે કારણ કે તેને ઇસ્લામવાદી હત્યાકાંડમાંથી બચી ગયેલાથી વિપરીત નહીં એવી હિચકારી અને ભયાનક ધમકીઓ મળવાનું શરૂ થયું છે.

જ્યારે ફિલ્મ ૧૯૯૦ના કાશ્મીરી હિંદુ નરસંહાર દરમિયાન ઇસ્લામવાદીઓના હાથે કાશ્મીરી હિંદુઓ ઉપર અત્યાચારનાં લોહીથી લથબથ પૃષ્ઠોને વર્ણવવાનો નમ્ર પ્રયાસ છે, ત્યારે એ નોંધનીય છે કે કાશ્મીરમાં બિન-મુસ્લિમો પ્રત્યે ઇસ્લામિક કટ્ટરવાદી આક્રમણનું આ પ્રથમ (અથવા છેલ્લું) કૃત્ય નહોતું. તાજેતરના કાશ્મીરી હિંદુ નરસંહાર દરમિયાન ભારતીય લોકશાહીના ચારેય સ્તંભોનું બહેરાશભર્યું મૌન એ ભારતના નહેરુવીયન-સેક્યુલરવાદીઓની ઘૃણાસ્પદ ઉદાસીનતાનું સાક્ષી છે જે યુગોથી હિંદુઓના દુઃખને ઢાંકી રાખે છે. વળી ધી કાશ્મીર ફાઇલ્સે પ્રેક્ષકો માટે ફિલ્મ “સહનીય” રાખવા માટે ૫% થી વધુ અત્યાચારો દર્શાવ્યા નથી. કહેવાતા બિનસાંપ્રદાયિક રાજ્ય તંત્રની મદદ વિના આ સાત નરસંહાર દરમિયાન આટલા વર્ષોમાં મજબૂત ઊભા રહેલા કાશ્મીરી હિંદુઓની બહાદુરીની કલ્પના કરીને મારી કરોડરજ્જુમાં કંપારી છૂટે છે.

નહેરુવીયન-સેક્યુલરવાદીઓ અને ટુકડે-ટુકડે ગેંગ દ્વારા પ્રેરિત લોકપ્રિય દંતકથા એ હતી કે કાશ્મીરના હિંદુઓ આજ્ઞાંકિત, દુર્બળ અને નબળા હતા, જે માત્ર ધારણા જ નહીં પણ ઇતિહાસનાં તથ્યોને પણ હરાવી દે છે. તે કાશ્મીર અલ-જેહાદની ફેક્ટરી બનવાનું હતું; તે કાશ્મીર જેને “ગઝવા-એ-હિંદ” તરીકે ઓળખવામાં આવે છે, એવા ભારત પર લોહી તરસ્યા, રક્તમય ઇસ્લામિક વિજયનું પ્રવેશદ્વાર હોવાનું માનવામાં આવતું હતું; અને તે સિંહહૃદયના દ્વારપાળકોને કારણે થઈ શક્યું નથી, જેમણે માત્ર ઇસ્લામિક કટ્ટરપંથીઓનો જ પ્રતિકાર કર્યો ન હતો પણ જવાબમાં શસ્ત્રો ઉપાડવાનું પણ ટાળ્યું હતું, તેઓ બહુશ્રુત, સહિષ્ણુ અને સમજદાર વંશને અનુસરતા હતા. આ હકીકત બીજા દેશ પર સિંહાવલોકન માટે પ્રેરે છે જેણે આક્રમણની ઘૃણાસ્પદ ઇસ્લામિક પદ્ધતિના હાથે કમનસીબીનો સામનો કરવો પડ્યો હતો. ચાલો જાણીએ કે લેબનોનમાં એક સમયે શું બન્યું હતું. લેબનોન એક નાનો ગલ્ફ દેશ છે જ્યાં લગભગ ૭૦ લાખ લોકો રહે છે. પશ્ચિમ એશિયાના આ નાના દેશ વિશે રસપ્રદ બાબત છે તેનું ભૌગોલિક સ્થાન, કારણ કે તે એક બાજુ ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલું છે, બીજી બાજુ સીરિયા અને તેની દક્ષિણમાં ઇઝરાયેલ છે. આ લેખમાં, ખાસ કરીને આ સમયે લેબનોનની ચર્ચા કરવામાં આવી રહી છે, કારણ કે આ દેશનો ઈતિહાસ ભારતમાં બનતી અનેક ઘટનાઓ સાથે ધ્યાનાકર્ષક સામ્ય ધરાવે છે. ઘણાં પરિબળો ચિંતાજનક ચેતવણી તરફ નિર્દેશ કરે છે જે સૂચવે છે કે ઇતિહાસમાં લેબનોન સાથે જે બન્યું તે આવનારા સમયમાં ભારત સાથે થઈ શકે છે. આ તે ભારતીયો માટે ખતરાની ઘંટડી સમાન છે જેઓ વિચારે છે કે તેમનાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે.

ખ્રિસ્તી બહુમતી:

૧૯૫૬ સુધી, લેબેનોનની વસ્તી આશરે ૫૪ ટકા મેરોનાઇટ ખ્રિસ્તીઓથી બનેલી હતી. માત્ર લેબેનોન અને ઇઝરાઇલ જ પશ્ચિમ એશિયામાં લોકશાહી, તેમજ પ્રદેશના ફક્ત બે બિન-મુસ્લિમ દેશો હતા. ઘણાં વર્ષોથી, લેબેનોનની રાજધાની, પશ્ચિમ એશિયાના પેરિસ તરીકે ઓળખાતું બેરુત, એક વ્યાપાર કેન્દ્ર હતું, અને તેના ભૌગોલિક સ્થાનને લીધે, પશ્ચિમ એશિયાના મોટાભાગના શરણાર્થીઓ લેબેનોનમાં આશ્રય લેતા હતા. એટલા માટે લેબેનોન ઓટ્ટોમન સામ્રાજ્ય દરમિયાન પણ મુસ્લિમ દેશ બન્યો ન હતો. ઓટ્ટોમન સામ્રાજ્યના કોપથી બચવા માટે તમામ વિવિધ પ્રકારના ખ્રિસ્તી ધર્મના શરણાર્થીઓ લેબેનોન તરફ ભાગી ગયા હતા.

લેબેનોનનો રકાસ :

૧૯૭૦ ની આસપાસ પેલેસ્ટાઇન સામૂહિક હિજરત દરમિયાન, જોર્ડન અને ઇરાન જેવા ઇસ્લામિક દેશોએ શરણાર્થીઓને લેવાનો ઇન્કાર કર્યો હતો. સામે કોઈ અન્ય વિકલ્પ નહીં હોવાથી, તેઓ લેબેનોન ગયા અને ત્યાં આશ્રય મેળવ્યો. આગામી વર્ષોમાં ઇસ્લામિક વસ્તી રોકેટગતિએ વધી. સ્થાયી થયા પછી તરત જ, પેલેસ્ટિનિયન લોકોએ પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (પીએલઓ) નામના આતંકવાદી સંગઠનના સમર્થનથી લોકતાંત્રિક પદો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. એક ક્રાંતિકારી જૂથ તરીકે તેમની વિચારધારા “ધર્મનિરપેક્ષ અને ડાબેરી” શરતોના અર્થથી જોજનો દૂર હોવા છતાં, લેબેનોનના પેલેસ્ટિનિયન લોકોએ એવા હોવાના છળ હેઠળ તેમનું બધું રાજકારણ રમવાનું શરૂ કર્યું. તેઓએ મૂળ વતનીઓને “આક્રમક અને જમણેરી” તરીકે ચિતરવાનું પણ શરૂ કર્યું.

૧૯૭૫ સુધીમાં, લેબેનોનની મુસ્લિમ વસ્તી ભારે વૃદ્ધિ પામી, અને દેશમાં એક ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જ્યારે લેબેનોનનું ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારે દેશમાં મુસ્લિમ વસ્તી ૪૪ ટકા હતી. યુદ્ધના અંત સુધીમાં, મુસ્લિમ વસ્તી ૫૪ ટકા હતી, જ્યારે ખ્રિસ્તી વસ્તી ધીમે ધીમે ઘટીને ૪૪ ટકા થઈ ગઈ હતી. મુસ્લિમ વસ્તીમાં આ નાટકીય વધારા માટેનાં કારણો હતાં, પડોશી દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી અને જન્મદરમાં વધારો. ત્રીજું કારણ મૂળ વસ્તીનો નરસંહાર છે.

નિશાન ઉપર ખ્રિસ્તીઓ:

ખ્રિસ્તીઓની સક્રિયપણે ઓળખ કરીને મુસ્લિમોનાં અસંયમિત ટોળાં અને નાગરિક સેના દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. એક સ્વતંત્ર સંસ્થા દ્વારા રજૂ કરાયેલા એક અહેવાલ મુજબ, લેબેનોનના આંકડામાં, લેબેનોનની વર્તમાન મુસ્લિમ વસ્તી ૫૭.૭ ટકા છે, અને ખ્રિસ્તી વસ્તી, જેનો માત્ર ગૃહ યુદ્ધથી જ ઘટાડો થયો છે, તે ૩૬.૨ ટકા છે. ૨૦ જાન્યુઆરી, ૧૯૭૬ ના રોજ ડેમૉર હત્યાકાંડ યોજાય છે, જેમાં બેરૂતના દક્ષિણમાં મુખ્ય ધોરીમાર્ગના મેરોનાઇટ ક્રિશ્ચિયન નગર ઉપર ષડયંત્રના ડાબેરી-પાંખવાળા આતંકવાદીઓ દ્વારા અને અસ-સાઇકા એકમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ૧૯૯૦માં તે ગૃહ યુદ્ધનો અંત તેની સાથે લેબેનોનમાં લોકશાહીની ચરમ સીમા લાવ્યો. આ બધાની પૃષ્ઠભૂમિમાં, તેને લોકશાહીમાંથી એક આતંકવાદી તાલીમ શિબિરમાં રૂપાંતરિત કરવા હેઝબોલ્લાહ, હમાસ અને પીએલઓ જેવાં આતંકવાદી જૂથોએ ૧૫ વર્ષનો સમય લીધો હતો.

રસપ્રદ સંપૂર્ણપણે સમાનતા:

લેબનીઝની આ ચાર બાબતો જેનું ભારતીયો પુનરાવર્તન કરી રહ્યા છે:

૧. લેબેનોને દૂરથી પૂરતા નિર્દોષ દેખાતા પેલેસ્ટિનિયન શરણાર્થીઓને માનવીય ધોરણે સ્વીકાર્યા હતા. જોકે, કુચક્ર એ છે કે આ પેલેસ્ટિનિયન સાથે, જોર્ડનવાસીઓને પણ કાનૂની કાર્યવાહી વિના દાખલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. આંખના પલકારામાં, રાષ્ટ્રનું સંપૂર્ણ જનસંખ્યા પ્રમાણ બદલાઈ ગયું. ભારતમાં સમાન ઘટનાઓ થઈ રહી છે, કારણ કે પરદેશી વસાહતીઓ સતત આપણી ડાબે-જમણે અથડાતા રહે છે. અહીં આ જ રચનાનું પુનરાવર્તન છે, પછી તે આસામમાં અચાનક વસ્તી વૃદ્ધિ હોય અથવા એ વાસ્તવિકતા કે ૨૮ માંથી આઠ ભારતીય રાજ્યો પહેલેથી હિંદુ લઘુમતી રાજ્યો છે.

૨. જ્યારે પણ લેબનોનના એક શહેર અથવા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી, ત્યારે અન્ય પ્રદેશે દરમિયાનગીરી કરવા અથવા તેને બારીકાઈથી જોવાની પૂરતી કાળજી લીધી ન હતી. ખ્રિસ્તીઓ સામેના અત્યાચારો વધ્યા ત્યારે પણ, કોઈ મદદ આવી ન હતી, અને હિંસા ઇરાદાપૂર્વક ચાલુ રાખવા દેવામાં આવી હતી. ભારત આ સંદર્ભમાં ભયજનક રીતે સમાન બની રહ્યું છે, કારણ કે કાશ્મીરી હિંદુઓની હત્યાને રાષ્ટ્રવ્યાપી મુદ્દો બનતાં વર્ષો લાગ્યાં અને દિલ્હીમાં રમખાણોને દિલ્હીની સમસ્યા તરીકે જોવામાં આવે છે. આ એક એવી પેટર્ન છે જેના પર તાત્કાલિક ધ્યાન, આયોજન અને અમલની જરૂર છે.

૩. લેબનીઝ અને ભારતીયો બંને લાંબા સમયથી વસ્તીશાસ્ત્રના મહત્વને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. એકલું “હમ દો હમારે દો” અભિયાન ભારતને બચાવી શકશે નહીં. જનસંખ્યા નિયંત્રણ ખરડો હવે વિલંબિત ન થવો જોઈએ, પરંતુ તેનો કડક અમલ થવો જોઈએ.

૪. એક તરફ, સીરિયાએ હિઝબોલ્લાહ જેવાં આતંકવાદી જૂથોને નાણાકીય સહાય પૂરી પાડીને, તેમને સશસ્ત્ર બનાવીને અને માહિતીની આપ-લે કરીને ટેકો આપ્યો, અને બીજી તરફ, જોર્ડનથી ગેરકાયદેસર વસાહતીઓ લેબનોનમાં પ્રવેશતા રહ્યા, લેબનોનની વસ્તીને ઝુકાવતા રહ્યા. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત સામે આ જ ભૂમિકા ભજવી રહ્યા છે.

જો આપણે કાશ્મીરની રાજનીતિ (અથવા ભારતમાં કોઈપણ ડાબેરી-સાંપ્રદાયિક-ઉદારવાદી રાજકીય બળના)ના ઇતિહાસમાં ઊંડા ઉતરીએ, તો આ જ મોડેલ અસંદિગ્ધ મૂળ હિંદુઓના ઈસ્લામીકરણનો માર્ગ મોકળો કરે છે. હિંદુ ધર્મ એ એકમાત્ર એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે સમગ્ર ગ્રહની દરેક સંસ્કૃતિને બરબાદ કરીને તેમની ઓળખ સુદ્ધાં લૂંટી લેનાર ઇસ્લામિક અને ખ્રિસ્તી આક્રમણકારો સામે મક્કમતાથી ઉભો છે. ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ એ તત્કાલીન ભારત સરકાર અને ઇસ્લામિક અત્યાચારો સહિત તમામ ઔપચારિક અને અનૌપચારિક માનવતાવાદી સંસ્થાઓની વાહિયાત અજ્ઞાનતાની સામે કાશ્મીરી પંડિતોની નિષ્ઠા, મક્કમતા, કાયદેસરતા અને સંપૂર્ણ હિંમતનું સંભારણું છે. તે કાશ્મીરી હિંદુઓના પ્રતિકાર અને ન્યાયના અધિકારને ઉઘાડા પાડે છે.  અજોડ ઈચ્છાશક્તિ દર્શાવવા માટે હું તમામ કાશ્મીરી હિંદુઓને નમન કરું છું અને આ સાથે વચન આપું છું કે હું એવા ભવિષ્યમાં યોગદાન આપીશ જ્યાં વિવેકને “ધ ઈન્ડિયા ફાઇલ્સ” બનાવવાની જરૂર ન પડે.

SHARE
Yuvraj Pokharna
Yuvraj Pokharna
Yuvraj Pokharna is an independent journalist and columnist who vociferously voices his opinion on Hindutva, Islamic Jihad, Politics and Policy. He tweets at @pokharnaprince.

Related stories

Latest stories