Takshashila અગ્નિકાંડમાં જીવના જોખમે માસુમોની મદદ કરવા દોડી ગયેલા યુવાને યાદશક્તિ ગુમાવી
Takshashila અગ્નિકાંડની એ ગોઝારી ઘટનાને આજે ત્રણ વર્ષ પુરા થયા. 24 નિર્દોષ માસુમોનો ભોગ લેનાર આ દુર્ઘટનાના પડઘા આખા દેશ અને દુનિયામાં પડ્યા. ભોગ બનનારાના પરિવારની વેદના અસહ્ય છે જે કદીય ભુલી શકાય તેમ નથી.
- જતીન નાકરાણીને અસંખ્ય ઇજાઓ અને વેદના સહન કરતાં તે ઘણો સમય હોસ્પિટલમાં રહ્યા
- માથાં, હાથ અને પાસળીઓમાં ગંભીર ઇજાઓ
- દુર્ઘટનામાં યુવાન બચી તો ગયો પરંતુ પોતાની યાદશક્તિ ગુમાવી
Takshashila દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે જેણે 15થી વધારે વ્યક્તિઓને બચાવ્યા, આજે વાત કરવી છે એક એવા યોધ્ધાની જેણે પોતાની જાનના જોખમે અનેક માસુમોની મદદ કરવા દોડી ગયો અને તેની પોતાની જિંદગી ડોખજ બની ગઈ,દુર્ઘટનામાં યુવાન બચી તો ગયો પરંતુ પોતાની યાદશક્તિ ગુમાવી.-India News Gujarat
- તક્ષશિલા સાંભળીને તેઓ બેકાબૂ બની ચીસો પાડવા લાગે છે,
- તક્ષશિલા સાંભળી ડરી જાય છે, બહાવરા-બેબાકળા બની જાય છે.
જતીન નાકરાણીને અસંખ્ય ઇજાઓ અને વેદના સહન કરતાં તે ઘણો સમય હોસ્પિટલમાં રહ્યા. પરંતુ હજુ પણ પથારીવશ જ છે. તેને કંઈપણ યાદ નથી પણ એક જ શબ્દ તક્ષશિલા સાંભળીને તેઓ બેકાબૂ બની ચીસો પાડવા લાગે છે, ડરી જાય છે, બહાવરા-બેબાકળા બની જાય છે.
તક્ષશિલા અગ્નિકાંડમાં જતીનનું 1 કરોડ રૂપિયા ઉપરાંતનું આર્થિક નુકસાન થયું
તક્ષશિલા અગ્નિકાંડમાં જતીન નાકરાણીની ઓફીસ બળીને ખાક થઈ ગઈ જેમાં લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંતનું આર્થિક નુકસાન થયું. દવાખાનાના તોતિંગ ખર્ચાએ ઘરને આર્થિક રીતે પાયમાલ કરી દીધું અને હસતા ખેલતા આ પરિવારને ખાવાના પણ ફાંફા પડી ગયા.
જતીનને એક મિનીટ પણ એકલા મૂકી શકાય તેમ ન હોવાથી તેના પિતા ભરતભાઇએ સતત તેની સાથે રહેવું પડે છે.
આમ ઘરમાં કમાનાર કોઈ ના રહેતા પરિવાર માનસિક રીતે તૂટી પડ્યો છે. ખરેખર તો બહાદુરી માટેના પુરસ્કાર ગેલેન્ટ્રી એવોર્ડના હક્કદાર એવા આ સાચા ફાઇટરની પીડા, તેના માતાપિતાની વેદના અને બહેનોનું દુખ અસહ્ય છે.
અમે લોકોને અપીલ કરીએ છે કે આ પરિવાર ને આપણે સૌ સાથે મળીને શક્ય તેટલી વધારેમાં વધારે મદદ કરીએ જેથી જતીનભાઈની વધારે સારી રીતે સારવાર થઈ શકે અને પરિવારને ટેકો થઈ શકે. અમે સૌ હાર્દિક અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ આ પરિવારને શક્ય તેટલી ફૂલ નહીં તો ફુલની પાંખડી મદદ કરશો અને જતીનભાઈ ને યોગ્ય સારવાર મળે તથા તેઓ જલ્દીથી સાજા થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ. જતીનભાઈના પિતા ભરતભાઇનો કોન્ટેક્ટ 9624695722 કરી તમે મદદ કરી શકો છો.દુર્ઘટનામાં યુવાન બચી તો ગયો પરંતુ પોતાની યાદશક્તિ ગુમાવી
તક્ષશિલા બિલ્ડીંગમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થયા
સુરતના સરથાણા જકાતનાકા પર આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ અગાઉ સર્જાયેલી આગની હોનારતમાં 22 માસૂમો હોમાઈ ગયા બાદ તેમના વાલીઓ અને મૃતકોના સ્વજનો દ્વારા ન્યાય મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. વાલીઓ દ્વારા આજે તક્ષશિલા ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.