Surat : VNSGU ની પદવીના પ્રમાણપત્રોના ફોલ્ડર અને વીમાની ફીમાં તોતિંગ વધારો-India News Gujarat
- Surat: આખા ગુજરાતમાં નર્મદ યુનિવર્સીટી જ એક એવી યુનિવર્સીટી એવી છે જેમાં પદવી પ્રમાણપત્ર મોકલવા માટે પણ વીમો લેવામાં આવે છે અને તેનો ખર્ચ વિદ્યાર્થીઓ પાસેથી વસુલવામાં આવે છે
- એક અથવા બીજા કારણથી હંમેશા વિવાદોમાં રહેલી સુરત (Surat) ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ફરી એક વખત ચર્ચામાં આવી છે.
- કારણ કે આવકના સાધનો વધારવા હવે યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી પદવીના પ્રમાણપત્રો (degree certificate) ની ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
પહેલા કેટલી ફી લેતા હતા અને હમણા કેટલી ફી લેવાઈ છે?
- યુનિવર્સીટી દ્વારા પહેલા જે 225 રૂપિયા ફી લઈને જે પદવી ઘર સુધી પહોંચાડવામાં આવતી હતી, તેમાં હવે અઢી ગણાથી પણ વધુ વધારો કરીને 600 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
- જેને પગલે સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા વિદ્યાર્થી હિતમાં પદવી પ્રમાણપત્રની ફી ઓછી કરવા રજૂઆત કરી હતી.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આપવામાં આવતી પદવી (ડિગ્રી) પ્રમાણપત્રોને વીમા સહિત અને ફોલ્ડર સહિતના નામે ખોટી રીતે વધારાની ફી ઉધરાવવાનું બંધ કરે તેવી જણાવી સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ કુલપતિ અને કાર્યકારી કુલસચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું.
- જેમાં લખ્યું હતું કે વિદ્યાર્થીઓને પદવી 225 રૂપિયામાં ઘરે મોકલવામાં આવતી હતી.
- જેને યુનિવર્સિટીએ ચાલુ વર્ષે મોટા ખર્ચાઓને પહોંચી વળવા પદવી પ્રમાણપત્રોની ફી 225 થી વધારીને સીધી 600 રૂપિયા કરવામાંઆવી છે.
ફોલ્ડર અને કુરિયર વીમા સહિત પદવી પ્રમાણપત્રની ફી વધારે
- યુનિવર્સિટીનાં ઇતિહાસમાં પદવી પ્રમાણપત્રની ફીમાં એક સાથે આટલો મોટો વધારો ક્યારે થયો નથી. જે પદવી માત્ર 30 થી 35 રૂપિયામાં છાપીને આપવામાં આવે છે.
- તેનો કુરિયરનો ખર્ચ ઉમેરવામાં આવે તો પણ વર્ષોથી યુનિવર્સિટી 225 રૂપિયામાં પદવી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવે છે. તે જ પ્રમાણપત્રોની ફી 600 રૂપિયા કરવામાં આવી છે. ફોલ્ડર અને કુરિયર વીમા સહિત પદવી પ્રમાણપત્રની ફી વધારે લઈને આવકનું સાધન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
- આખા ગુજરાતમાં નર્મદ યુનિવર્સીટી જ એક એવી યુનિવર્સીટી એવી છે જેમાં પદવી પ્રમાણપત્ર મોકલવા માટે પણ વીમો લેવામાં આવે છે.
- યુનિવર્સીટીના ગરીબ અને ખાસ કરીને મધ્યમ વર્ગના તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને કોઈ વીમા કંપનીના કે ફોલ્ડર બનાવતી કંપનીના કે ફોલ્ડર બનાવતી કંપનીઓના હિતમાં શિક્ષણ માફિયાઓએ પદવી પ્રમાણપત્ર ના નામે લૂંટવાનો ધંધો ચાલુ કર્યો હોવાનો આક્ષેપ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ કર્યો છે. અને આ ફી ઓછી કરવા માંગ કરી છે.
તમે આ વાંચી શકો છો-
Surat: VNSGU માં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ
તમે આ વાંચી શકો છો-
Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ