HomeIndiaSurat Smart City:ડુમસ-કિલ્લાની સહેલગાહે નીકળ્યા ડેલિગેટ્સ-India News Gujarat

Surat Smart City:ડુમસ-કિલ્લાની સહેલગાહે નીકળ્યા ડેલિગેટ્સ-India News Gujarat

Date:

Surat : Smart City સમિટનું આજે સમાપન, ડુમસ-કિલ્લાની સહેલગાહે નીકળ્યા ડેલિગેટ્સ-India News Gujarat

  • સુરત(Surat) મહાનગરપાલિકા(SMC)  દ્વારા પહેલા બે દિવસના કાર્યક્રમ બાદ આજે સમિટના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને ઐતિહાસિક વારસાને ધ્યાને રાખીને અલગ – અલગ રાઈડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
  • Surat શહેરના આંગણે ત્રણ દિવસીય સ્માર્ટ સિટી સમિટના (Smart City Summit) આજે અંતિમ દિવસે મહેમાનો સુરતના ઐતિહાસિક વિરાસત સહિત વિકાસ કાર્યોની મુલાકાતે પહોંચ્યા હતા.
  • જે પૈકી ડુમસની(Dumas)  સહેલગાહે પહોંચેલા દેશના અન્ય શહેરોના સીઈઓ અને ડેલિગેટ્સને સુરતી જમણ દાઢે વળગ્યું હતું.
  • આ સિવાય તાપી નદી કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે પહોંચેલા ડેલિગેટ્સ પણ રિસ્ટોરેશનની કામગીરી જોઈને આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.
  • કેન્દ્રીય મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્ય માટે ગૌરવ સમાન સ્માર્ટ સિટી(Smart City) સ્માર્ટ અર્બનાઈઝેશન (Smart Urbanization) અંતર્ગત સ્માર્ટ સમિટના આયોજન માટે સુરત શહેર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.
  • ત્રણ દિવસીય કાર્યક્રમ દરમ્યાન સુરત(Surat)ના વહીવટી તંત્ર દ્વારા શહેરના અલગ -અલગ ખુણેથી આવેલા 100 શહેરોના ડેલિગેટ્સ અને સીઈઓ સહિત 1100 મહેમાનોના આદર – સત્કારમાં કોઈ કચાસ બાકી રાખી નહોતી.
  • પહેલા બે દિવસના કાર્યક્રમ બાદ આજે સમિટના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને ઐતિહાસિક વારસાને ધ્યાને રાખીને અલગ – અલગ રાઈડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

Surat Smart City:19 ડેલિગેટ્સ નેચર ટ્રેકના ભાગરૂપે કેનાલ પાથ-વે અને બાયોડાવર્સિટી પાર્કનું ભ્રમણ કર્યું

  • જેમાં કેસલ રાઈડ હેઠળ ડુમસ વોક-વે અને ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે 31 ડેલિગેટ્સ પહોંચ્યા હતા. જ્યારે બીઆરટીએસ સ્ટેશન(BRTS Station), આઈ-લેબ(Eye Lab) અને સ્મેક સેન્ટરની 13 ડેલિગેટ્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
  • સમગ્ર દેશમાં સુરત(Surat)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાહવાહીને ધ્યાને રાખીને 52 જેટલા ડેલિગેટ્સ આઈકોનિક રોડ અને સ્માર્ટ એઓફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની મુલાકાતે પહોંચ્યા હતા.
  • આ સિવાય 19 ડેલિગેટ્સ નેચર ટ્રેકના ભાગરૂપે કેનાલ પાથ-વે અને બાયોડાવર્સિટી પાર્કનું ભ્રમણ કર્યું હતું.
  • વહેલી સવારથી યોજાયેલ આ રાઈડમાં પહોંચેલા ડેલિગેટ્સ સુરત(Surat) અને સુરતી (Surti)મિજાજને જોઈને આફરિન થઈ ગયા હતા.
  • ડુમસની મુલાકાતે પહોંચેલા વિવિધ શહેરોના સીઈઓ અને ડેલિગેટ્સ દરિયા કિનારાની ખુબસુરતી સાથે સુરતી નાસ્તાની મિજબાની માણી હતી.
  • બીજી તરફ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 180 ડેલિગેટ્સ પહોંચ્યા હતા.

Surat Smart City:છેલ્લા દિવસે માત્ર 300 જેટલા જ ડેલિગેટ્સનું રોકાણ

  • શહેરના સરસાણા ખાતે કન્વેશન સેન્ટરમાં યોજાયેલા સ્માર્ટ સમિટમાં દેશના વિવિધ શહેરોના 1100 ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
  • જેમાં પહેલા દિવસે એવોર્ડ વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમો અને બીજા દિવસે સમિટ અંતર્ગત અલગ – અલગ શહેરોના વિકાસ કાર્યોની ગ્રુપ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવામાં આવેલા શહેરોના પ્રતિનિધિઓ દ્વારા પોત – પોતાના વિકાસ કાર્યોની રૂપરેખા પ્રસ્તુત કરવાની સાથે સાથે અન્ય શહેરો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની માહિતી પણ મેળવી હતી.
  • અલબત્ત, આજે સમિટના અંતિમ દિવસે કુલ 1100 ડેલિગેટ્સ પૈકી મોટા ભાગના ડેલિગેટ્સ પોત -પોતાના શહેરો તરફ રવાના થઈ ગયા હતા અને માત્ર 300 જેટલા ડેલિગેટ્સ જ સુરત(Surat)માં રોકાણ કર્યું હતું.
  • જેઓ આજે સવારથી જ મનપા દ્વારા યોજવામાં આવેલ અલગ – અલગ રાઈડમાં ભાગ લઈને સુરત(Surat) ના વિકાસ કાર્યોથી વાકેફ થયા હતા

Surat Smart City:સ્માર્ટ સિટી સમિટઃ શહેરીજનોનો મોળો પ્રતિસાદ

  • કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના સરસાણા કન્વેશન સેન્ટર ખાતે ઉભા કરવામાં આવેલા ડોમમાં સુરત – અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોના વિકાસ કાર્યોના મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા.
  • આ સિવાય સ્માર્ટ સિટીની પાંચ અલગ – અલગ થીમ પર ડિજીટલ દુનિયા, ઈનોવેશન બજાર, ક્લાઈમેટ કાફે, ફાયનાન્સ કા અડ્ડા અને આપણો પાડોશ પર પહેલા દિવસે ડેલિગેટ્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
  • જોકે મહાનગર પાલિકા(SMC) દ્વારા આજે શહેરીજનો માટે આ થીમ ખુલ્લા મુકવામાં આવ્યા હતા જેને આજે સવારથી મોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.
  • ચાલુ દિવસ અને ભારે ગરમીને કારણે સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આજે સવારથી જ ગણ્યાં ગાંઠ્યા શહેરીજનોની હાજરીને પગલે કાગડાં ઉડતાં નજરે પડ્યા હતા.

તમે પણ આ વાંચી શકો છો –

Surat: VNSGU માં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ

તમે પણ આ વાંચી શકો છો –

Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે

SHARE

Related stories

Latest stories