HomeGujaratSurat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન-India News...

Surat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન-India News Gujarat

Date:

PM Modi: Surat Metro પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે-India News Gujarat

  • Surat Metro Project   પ્રથમ ફેઝ માટેના કુલ 2566 પાઇલમાંથી 367 પાઇલ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે .
  • તેમજ કુલ 3381 ગાઇડ વોલ ( પ્રોટેક્શન વોલ ) માથી 985 ગાઇડવોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે .
  • તેમજ ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ Metro કામ જલદીથી પુર્ણ થાય તે રીતે કામગીરી કરાશે .
  • Surat મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી (Work) પુરઝડપે આગળ વધી રહી છે.
  • હાલમાં Surat  Metro  ફેઝ -1 ડ્રીમ સીટીથી સરથાણા (Sarthana ) રૂટની કામગીરી ઓનસાઈટ શરૂ થઈ ચુકી છે.
  • જ્યારે મેટ્રોના (Metro) બીજા રૂટ સારોલીથી ભેંસાણ માટે ટેન્ડરો બહાર પાડી દેવાયા છે.

એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

  • Surat મેટ્રો(Metro)  પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ પોર્ટલ પર લીધો હોવાની અને આગામી એપ્રિલ મે માસમાં વડાપ્રધાનની હાજરીમાં સુરત મેટ્રો (Metro)  પ્રોજેક્ટ બાબતે વર્ચ્યુઅલી સમીક્ષા બેઠક યોજાઇ શકે છે .
  • જેના ભાગરૂપે જીએમઆરસીના અધિકારીઓ , કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી , SMC મિશનર , કલેક્ટર વચ્ચે વર્ચ્યુઅલ મીટીંગનું આયોજન થયું હતું .
  • SMC  મિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે , Metro માટે કુલ 72 હેક્ટર જેટલી જગ્યાનો કબજો લેવાનો હતો જે પૈકી 68 હેક્ટર જમીનનો કબજો લઇ લેવામાં આવ્યો છે.
  • અને હવે માત્ર 4 હેક્ટર જમીનનો કબજો લેવાનો બાકી છે
  •  SMC કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે સુરત મેટ્રો(metro)  પ્રોજેક્ટની કામગીરી ઝડપથી થઇ રહી છે.
  • ડ્રીમ સીટી પાસે આકાર પામનારા ડેપોનું કામ પણ ઝડપથી થઇ રહ્યું છે.
  • ડેપોના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે .
  • તેમજ શહેરમાં એલીવેટેડ રૂટ માટેના પાઇલીંગના કન્સટ્રક્શન પણ શરૂ થઈ ચુક્યા છે.

Surat Metro પાઇલ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે .

  • Surat Metro Project પ્રથમ ફેઝ માટેના કુલ 2566 પાઇલમાંથી 367 પાઇલ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે .
  • તેમજ કુલ 3381 ગાઇડ વોલ ( પ્રોટેક્શન વોલ ) માંથી 985 ગાઈડવોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે .
  • તેમજ ચોમાસુ શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ જલદીથી પુર્ણ થાય તે રીતે કામગીરી કરાશે .
  • અંડરગ્રાઉન્ડ માટે જરૂરી એવા ટીબીએમ ( ટનલ બોરીંગ મશીન)ના ટેસ્ટીંગની કામગીરી તો પુર્ણ થઇ ચુકી છે અને એક મહિનામાં આ મશીનરીથી અંડરગ્રાઉન્ડની કામગીરી શરૂ કરી દેવાશે.
  • Surat Metro  કામગીરી બે ફેઝમાં થશે .
  • જેમાં પ્રથમ રૂટ ડ્રીમસીટીથી સરથાણા છે . અને બીજો રૂટ સારોલીથી ભેસાણ છે .
  • જેમાં હાલમાં પ્રાયોરીટી રૂટમાં ડ્રીમસીટીથી કાપોદ્રા રૂટની કામગીરી શરૂ છે અને અન્ય રૂટ હાલ ટેન્ડરીંગ પ્રોસેસમાં છે
  • પહેલા પ્રાયોરીટી રૂટની કામગીરી જુન 2024 સુધી પુર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો પરંતુ જે ઝડપથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે પરથી પ્રાયોરીટી રૂટની કામગીરી જુન 2024 સુધી પુર્ણ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે .

તમે પણ આ વાંચી શકો છો –

Viral video: પૈસા લેતા traffic police નો વીડિયો ફરી વાયરલ

તમે પણ આ વાંચી શકો છો –

Surat Range IG gives cash prize to girl for her bravery : યુવતીને બહાદુરી બદલ રેન્જ આઈજીએ રોકડ ઇનામ આપ્યું

SHARE

Related stories

Latest stories