Surat Corona : વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ 274 દર્દીઓ કોરોના પોઝિટિવ-India News Gujarat
- Surat Corona : Surat જિલ્લામાં નોંધાયેલા નવા 13 કેસમાં ઓલપાડમાં સૌથી વધુ આઠ, બારડોલીમાં ત્રણ, અને પલસાણામાં બે નવા કેસ નોંધાયા હતા.
- જિલ્લામાં 6 દર્દીના ડિસ્ચાર્જ સામે એક્ટિવ કેસની સંખ્યા 106 ઉપર પહોંચી છે.
- Surat Corona Update : સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના (corona) રોજના નોંધાઈ રહેલા કેસમાં વધઘટ નોંધાઈ રહી છે.
- શનિવારે નોંધાયેલા 84 કેસ સામે રવિવારે આઠ કેસના વધારા સાથે વધુ 92 નવા કેસ નોંધાયા છે.
- જ્યારે વધુ 38 લોકો કોરોના મુક્ત થયા છે.
- આ સાથે એક્ટિવ કેસની સંખ્ય 500 ની નજીક પહોંચી છે.
નવા નોંધાયેલા દર્દી કેટલા?
- નવા નોંધાયેલા દર્દીઓમાં વેસુનું દંપતી અને યુએસ ટ્રાવેલિંગ કરીને આવેલું અડાજણનું દંપતી કોરોના સંક્રમિત બન્યું છે. આ ઉપરાંત વધુ આઠ વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોનાની ઝપેટમાં ચઢ્યા છે.
- જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 42,976 ઉપર પહોંચી છે. સુરત જિલ્લામાં નોંધાયેલા નવા 13 કેસમાં ઓલપાડમાં સૌથી વધુ આઠ, બારડોલીમાં ત્રણ, અને પલસાણામાં બે નવા કેસ નોંધાયા હતા.
- જિલ્લામાં 6 દર્દીના ડિસ્ચાર્જ સામે એક્ટિવ કેસની સંખ્યા 106 ઉપર પહોંચી છે.
surat ના કયા વિસ્તારમા અને કોણ સંક્રમિત છે?
- સુરત શહેરમાં નોંધાયેલા નવા શિંગણાપુરમાં રહેતા કાપડ માર્કેટના કર્મચારી, ન્યુ ડીંડોલીના બે વિદ્યાર્થી, નવા ગામના વેપારી, આંજણાના ફેક્ટરી મેનેજર, મીઠી ખાડીના એમ્બ્રોઇડરી કારીગર, ડીંડોલીનો વિદ્યાર્થી, પનાસ ગામ, ભટાર અને વેસુ, ઉધના, બમોરલીના પાંચ વિદ્યાર્થી, પાંડેસરાના લૂમસ કારીગર, અડાજણ, ઉધનાના બે એન્જિનિયર, અડાજણ અને પાલનપુરના શિક્ષક અને શિક્ષિકા આ ઉપરાંત રાંદેરના પ્રિન્ટિંગ માસ્તરનો સમાવેશ થાય છે.
surat મા કેટલા લોકાએં વેક્સીન નો ડોઝ લીધો છે
છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કોરોનાના 368 પૈકી 274 દર્દીએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે તે દર્દીઓ પૈકી 23 દર્દીએ તો માત્ર એક જ ડોઝ લીધો હતો. શહેરમાં પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
- જેથી મનપા તંત્ર દ્વારા જે લોકોને વેક્સિન લેવાની બાકી છે તેમને તાત્કાલિક વેક્સિન લઇ લેવાની અપીલ કરવામાં આવી છે.
- શહેરમાં હજી પણ ઘણા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી તેમજ ઘણા લોકોએ પ્રિકોશનરી ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ થર્ડ ડોઝ લઈ રહ્યા નથી.
તમે આ પણ વાંચી શકો છો-
તમે આ પણ વાંચી શકો છો-