Surat Airport એર વિસ્ટા એરલાઇન્સની વિમાની સેવા શરૂ થશે
Surat Airport:સુરત ની હવાઇ સેવામાં આગામી ટુંક સમયમાં વધુ એક વખત વધારો થવા જઇ રહ્યો છે. આ અંગેની વિગતો Surat Airport ઓથોરીટી દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. ઘણા સમયથી વધારાની વિમાની સેવા અંગેની માંગણી કરવામાં આવી રહી હતી.-India News Gujarat
ઘણા સમયથી વધારાની વિમાની સેવાની હતી માંગ
Surat Airport પરથી ઇન્ડીયન એરલાઇન્સ, સ્પાઇસ ઝેટ, ઇન્ડીગો સહિતની અનેક એર લાઇન્સ કંપનીઓ વિમાની સેવાઓ પુરી પાડી રહી છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી વિમાની સેવાનો વ્યાપ વધારવા માટે લાંબા સમયથી એરપોર્ટ ઓથોરીટી અને રાજ્ય કક્ષાના મંત્રી તેમજ સુરતના સાંસદ દર્શના જરદોષ સમક્ષ માંગણી કરવામાં આવી રહી હતી.
આવા સંજોગોમાં હવે સુરત એરપોર્ટ ખાતેથી એર વિસ્ટા એર લાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એર વિસ્ટા એર લાઇન્સ દ્વારા ક્યા રૂટ પર ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એર વિસ્ટા ટુંક સમયમાં સુરત એરપોર્ટ પરથી વિમાની સેવા શરૂ કરવામાં આવશે એવા મતલબનું ટ્વીટ કરવામાં આવ્યુ છે. એર વિસ્ટા એર લાઇન્સ દ્વારા વિમાની સેવા શરૂ થતાની સાથે જ સુરતના ધમધમતા એરપોર્ટ પરથી વધારાની વિમાની સેવાનો લાભ લોકોને મળતો થશે અને એર કનેક્ટીવીટીમાં પણ વધારો થશે.-India News Gujarat
તમે આ વાંચો શકો છો: Surat : વિવાદ થતાં VNSGU એ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો સ્થગિત કરવો પડ્યો
તમે આ વાંચો શકો છો: Corona In India: સક્રિય કેસ 16 હજારથી વધુ