HomeIndiaSMC Buying E-Car -SMC હવે 5 ઈ-કાર ખરીદશે-India News Gujarat

SMC Buying E-Car -SMC હવે 5 ઈ-કાર ખરીદશે-India News Gujarat

Date:

SMC Buying E-Car : E-Vehicle પોલિસી લાવનાર SMC હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે-India News Gujarat

  • શહેરીજનોને પણ ઈ વાહનો(E-Vehicle)  ખરીદવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે.
  • પેટ્રોલ ડીઝલના ભાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા આવનારા દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તે નક્કી છે.
  • રાજ્યમાં(State ) પહેલીવાર ઇલેક્ટ્રિક(Electric ) વાહનોની પોલિસી અમલમાં લાવનાર સુરત મહાનગરપાલિકા(SMC) હવે ખુદ પોતાના માટે ઈ – વ્હીકલની ખરીદી કરવા જઈ રહી છે .
  • હાલમાં SMC  કોમન યૂઝ માટે 5 ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે .

જરૂરીયાત હશે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે

  • SMC દ્વારા આ કારની ખરીદી કર્યા બાદ તેને જ્યાં જરૂરીયાત હશે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે .
  • SMC દ્વારા હાલમાં શહેરમાં 49 ઈ – બસ(E_BUS) દોડાવવામાં આવી રહી છે .
  • તેમજ આવનારા દિવસોમાં વધુ ઈ – બસ (E_BUS) દોડાવાશે .
  • આ ઉપરાંત SMC દ્વારા કાટમાળ , કચરો ઊંચકવા માટેનાં સાથે વાહનો પણ ઈલેક્ટ્રિક જ ખરીદવામાં આવશે .
  • સાથે સાથે મનપાના અધિકારીઓ , શાસકો માટે વપરાતા કોમન વ્હીકલ પણ ઈ – વ્હીકલમાં કન્વર્ટ કન્વર્ટ કરાશે . SMC  ઈ – વ્હીકલ પોલિસી અંતર્ગત સુરત શહેરને ભારતભરમાં પ્રથમ ઈ.વી. સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્ય પણ સિદ્ધ કરવા મનપા દ્વારા આવનારા દિવસોમાં વધુ ને વધુ ઈ – વ્હીકલની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રિક  વાહન પોલિસી લાવનાર SMC પહેલી છે.

  • આ પોલિસી હેઠળ ઈ વાહનો ધરાવતા વાહનચાલકોને અનેક લાભ પણ આપવામાં આવી રહ્યા છે.
  • પોલિસી આવ્યા બાદ વાહનોની સંખ્યામાં ચાર મહિનામાં જ પાંચ ગણો જેટલો વધારો પણ થયો છે.
  • કોર્પોરેશન દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે જે સીટી બસ અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવે છે.
  • તેમાં પણ ઈ બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પરંતુ હવે SMC અધિકારીઓ અને શાસકો દ્વારા વાપરવામાં આવતા વાહનો પણ ઇલેક્ટ્રિક વાહનો હોય તેવી પહેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે.
  • અને જેના માટે પાંચ ઇલેક્ટ્રિક કાર ખરીદવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
  • જે મંજુર થયા બાદ ક્રમશ કોર્પોરેશન દ્વારા કચરાગાડી, તેમજ અન્ય વાહનો પણ ઇલેક્ટ્રિક બેઝ પર હોય તે રીતે ખરીદી કરવામાં આવશે.
  • આમ, શહેરીજનોને પણ ઈ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે.
  • પેટ્રોલ ડીઝલના ભાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા આવનારા દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તે નક્કી છે

તમે પણ આ વાંચી શકો છો –

-Jari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે 

તમે પણ આ વાંચી શકો છો –

exposed to selling narcotic drugs : સુરતમાં નશાકારક દવા વેચાણનો પર્દાફાશ

SHARE

Related stories

Latest stories