કમિશનરોની નિમણૂકને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. SCએ ગુરુવારે કૉલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માગણી કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની ચૂંટણી હવે PM, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો
જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. બેંચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 24 નવેમ્બરે બેન્ચે આ મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નિમણૂકનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે રહેશે
ચૂંટણી પંચ અધિનિયમ, 1991 હેઠળ, ચૂંટણી પંચનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો છે. અગાઉ આ પદ પર નિમણૂક વડાપ્રધાનની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી. જોકે, નિમણૂકનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે રહેશે.
આ પણ વાંચો : GUJARAT UPDATE : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 240 સિંહ અને 370 દીપડાના મોત થયાઃ વન મંત્રી
આ પણ વાંચો : Ranbir Kapoor:રણબીર કપૂરે દીકરી રાહા વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ જ ખુશી છે….