રશિયાનું ચંદ્ર મિશન લુના-25 નિષ્ફળ ગયું છે. લુના-25 ટેક્નિકલ ખામી બાદ ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. જે બાદ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. રશિયન સ્પેસ એજન્સી ‘રોસકોસમોસ’એ મિશનની નિષ્ફળતા અંગે માહિતી આપી છે. જણાવી દઈએ કે 11 ઓગસ્ટે રશિયાએ Luna-25 લોન્ચ કર્યું હતું. લગભગ 50 વર્ષ પછી, રશિયાએ આ બીજું ચંદ્ર મિશન શરૂ કર્યું. તે 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.
લુના-25માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી
19 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા રશિયાના મૂન મિશન લુના-25માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ મિશનની સફળતાની શક્યતાઓ ઘટી ગઈ હતી. જૂનમાં લુના-25 વિશે માહિતી આપતાં રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા યુરી બોરિસોવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આ મિશનની સફળતાની માત્ર 70 ટકા શક્યતા છે. તેમણે કહ્યું કે ચંદ્રની સપાટી પર મિશન લેન્ડિંગ ખૂબ જોખમી છે.
47 વર્ષ બાદ ચંદ્ર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે
જણાવી દઈએ કે 47 વર્ષ પછી રશિયાએ ચંદ્ર મિશન લોન્ચ કર્યું. લુના-25 પહેલા, રોસકોસમોસે વર્ષ 1976માં લુના-24 લોન્ચ કર્યું, જે નિષ્ફળ ગયું. આ મિશનની નિષ્ફળતાને કારણે રશિયા (તે સમયે સોવિયેત યુનિયન)ની પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, રશિયાએ વર્ષ 1957માં તેનો પહેલો ઉપગ્રહ સ્પુટનિક-1 લોન્ચ કર્યો હતો. આ પછી, વર્ષ 1961 માં, રશિયન અવકાશયાત્રી યુરી ગાગરીન અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.