ધી કાશ્મીર ફાઇલ્સ : લપેટાતો ઇતિહાસ, ઉકેલાતી સંવેદનશૂન્યતા.
વિવેક રંજન અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. આ ફિલ્મમાં ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યાની ઘટનાને ખૂબ જ દર્દનાક રીતે દર્શાવવામાં આવી છે. હતપ્રભ કરી દેતા ચિત્રણ સાથે રહેવાસીઓની કંપાવનારી અને ભીષણ વાતોએ, કાશ્મીરમાં જે બન્યું તેની વાતચીત આ ફિલ્મે ફરી એકવાર જીવંત કરી છે. આ ફિલ્મે ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. “ધ કાશ્મીર ફાઇલ્સ” એ માત્ર કાશ્મીરના ભયંકર નરસંહારનો ભોગ બનેલા પ્રથમ પેઢીના કાશ્મીરી પંડિતોના વિડિયો ઇન્ટરવ્યુ પર આધારિત એક ફિલ્મ માત્ર નથી. તે કાશ્મીરી હિંદુઓની વ્યથા, પીડા, સંઘર્ષ અને આઘાત (૧૯૯૦ માં કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર આધારિત) વિશે એક એવો કરુણ ઘટનાક્રમ છે જેણે લોકશાહી, ધર્મ, રાજકારણ અને માનવતા વિશે સંબંધિત ચિંતાઓ સામે લાવીને રાષ્ટ્રમાં એક જુવાળ ઊભો કરી દીધો છે. વધુમાં, તાજેતરની પોસ્ટમાં, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી કે તેમની ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” ના પરિણામે યુનાઇટેડ સ્ટેટ્સના રોડ આઇલેન્ડ રાજ્યએ કાશ્મીર નરસંહારને ઔપચારિક રીતે માન્યતા આપી છે, જ્યારે આપણે ત્રણ દાયકા સુધી નકારતા રહ્યા! વ્યવસાયિક રીતે, “ધ કાશ્મીર ફાઇલ્સ” ની બોક્સ ઓફિસ પર સફળતા ચાલુ છે. વેપાર નિષ્ણાત તરણ આદર્શના જણાવ્યા અનુસાર વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ફિલ્મની આવક ત્રીજા દિવસે ૩૨૫.૩૫ ટકા વધી છે.
૧૮-૧૯ જાન્યુઆરીના રોજ, કાશ્મીર ખીણમાં મધ્યરાત્રીએ અંધકાર છવાયો, મસ્જિદોને છોડીને બીજે બધે જ વીજળી બંધ કરી દેવાઈ, જેમાં કાશ્મીરી હિંદુઓને હાંકી કાઢવાની હાકલ કરતા વિભાજનકારી અને ઉશ્કેરણીજનક સૂત્રો પ્રસારિત થયાં. જેમ જેમ રાત આગળ વધી, ખીણ ઇસ્લામવાદીઓના યુદ્ધોન્માદક હાકલા પડકારાથી ગુંજી ઊઠવા લાગી, જેમણે હિંદુઓને ડરાવવા માટે સમય અને સૂત્રોની કાળજીપૂર્વક પસંદગી કરીને, સમગ્ર ઘટનાનું મંચ-વ્યવસ્થાપન કર્યું હતું. આ મસ્જિદના ઉપદેશોએ ‘અનુયાયી’ઓને સાચા ઇસ્લામિક સમાજમાં પ્રવેશ કરવા માટે કાફિરને એક છેલ્લો ધક્કો લગાવવા આગ્રહ કર્યો. મસ્જિદોમાંથી ઇસ્લામિક સૂત્રોએ કઠોર સન્નાટો ભરી દીધો, અને લોહીનાં તરસ્યાં ઝુંડોએ કાશ્મીરી હિંદુઓના જાતિ નિકંદન માટે હાકલ કરી. અપમાનજનક, સાંપ્રદાયિક અને ધમકીભર્યા સૂત્રોચ્ચાર વાળા લડાયક રાગ સાથે, મુસ્લિમોને ઉશ્કેરીને શેરીઓમાં ઉતરવા અને ‘ગુલામી’ની સીમાઓ તોડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ‘રાલીવ, ત્સાલીવ યા ગાલીવ’ ( ઇસ્લામમાં વટલાઈ જાઓ, ભાગી જાઓ અથવા મરવા માટે તૈયાર રહો ), કુખ્યાત સૂત્રને અમલમાં મૂકાઇ રહ્યું હતું હતું કારણ કે મુસ્લિમોને “બેડીઓ તોડી નાખવા” અને કાશ્મીર દાર અલ-હર (યુદ્ધનું ઘર અથવા સ્થાન) હતું તેમાંથી દાર અલ-ઇસ્લામ (ઇસ્લામનું ઘર/નિવાસ) તરીકે સ્થાપિત કરવા કહેવામાં આવ્યું હતું.
કટ્ટરપંથી ઇસ્લામિક-સર્વોપરિતાવાદી-દળકટક ઘરોમાં ઘુસ્યા અને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો, કોઈને પણ બક્ષવામાં ન આવ્યાં. મહિલાઓ પર તેમના પરિવારજનોની સામે પાશવી બળાત્કાર કરવામાં આવ્યા હતા અને જીવતેજીવ તેમના ટુકડા કરવામાં આવ્યા હતા, બાળકોને પોઈન્ટ-બ્લેન્ક રેન્જમાંથી ગોળીઓ મારી દેવામાં આવી, અને વૃદ્ધો પણ, પશુતુલ્ય હત્યાકાંડના શિકાર બન્યા.
જમ્મુ અને કાશ્મીર તથા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સત્તાવાળાઓને અસંખ્ય કોલ કરવામાં આવ્યા હતા પરંતુ જવાબમાં કાન ફાડી નાંખે તેવું મૌન સાંભળવા મળતું, અરે સશસ્ત્ર દળો પણ ઓર્ડરના અભાવને કારણે દરમિયાનગીરી કરી શક્યા ન હતા. ઘણા લાખ લોકો મૃત્યુ પામ્યા, અને ઘણા વધુ લાખ લોકોને તેમનાં પરિવારનાં મૃત શબ, તેમનાં ઘરો અને તેમની માતૃભૂમિ, કાશ્મીર છોડીને ભાગવું પડ્યું.
તે આશ્ચર્યજનક નથી કે આ કાશ્મીરી હોલોકોસ્ટ(સર્વનાશ)ની વાર્તા એક જ શેતરંજી હેઠળ દબાવી દેવામાં આવી હતી અને આટલા વર્ષો સુધી ચુપ કરી રાખવામાં હતી, અને તે પ્રથમ અથવા છેલ્લી પણ નહોતી. સાત મોટા પાયાના નરસંહારમાંથી આ એક હતું. નીચે જણાવેલ વર્ષો ઇસ્લામના આગમન પછીના છ કાશ્મીરી હિંદુ નરસંહારની સમયરેખા અને સામૂહિક સ્થળાંતરને પ્રતિબિંબિત કરે છે:
૧. ૧૩૮૯-૧૪૧૩
૨. ૧૫૦૬-૧૫૮૪
૩. ૧૫૮૫-૧૭૫૨
૪. ૧૭૫૩
૫. ૧૯૩૧-૧૯૬૫
૬. ૧૯૮૬
પૃથ્વી પર સ્વર્ગ અને ભારત માતાના મુગટ રત્ન તરીકે ઓળખાતું કાશ્મીર, આટલા લાંબા સમય સુધી, સ્થાનિક કાશ્મીરી હિંદુઓ પરના જુલમ, વિધ્વંસ અને કુકર્મોનું સાક્ષી રહ્યું છે, જેમાં તેમના બચાવની વાત તો જવા દો, અન્યાય સામે અવાજ ઉઠાવનાર પણ કોઈ નથી. આજની તારીખે, કાશ્મીરી હિંદુઓ અને ભારતના અન્ય કોઈ પણ ભાગના હિંદુઓની એ જ રીતે હત્યા કરવામાં આવે છે, આ હિંસા એવા મુસ્લિમોને પણ સમાવે છે જેઓ આવા અત્યાચારનો વિરોધ કરે છે. આ બધું સમયાંતરે વિવિધ ટોપીઓ પહેરતા નહેરુવીયન સેક્યુલરો દ્વારા સારી રીતે ઢાંકી દેવામાં આવ્યું છે. ક્યારેક, તેઓ આપણી સામે ૩૫ વર્ષના વિદ્યાર્થીઓના રૂપમાં આવે છે તો ક્યારેક પુરસ્કાર વિજેતા હિંદુદ્વેષી પત્રકારો અને ઈતિહાસકારોના રૂપમાં. તેઓ ક્યારેક કહેવાતા એવા “ઉદારમતવાદીઓ” બની જાય છે જે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્વરૂપમાં ફિલ્ટર વગરના ઇતિહાસને પ્રદર્શિત કરવાનો એક નાનો, પ્રમાણિક પ્રયાસ પણ ઇચ્છતા નથી અને તેને સંપૂર્ણપણે કાઢી નાખવા માટે એડીચોટીનું જોર લગાવે છે. જેમની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઔદ્યોગિક કરવતનો ઉપયોગ કરીને ચીરવામાં આવી હતી તથા તેમના વિકૃત શરીરના અંગો તેમના પરિવારો માટે તેમના ઘરની અંદર જોવા માટે ફેંકી દેવામાં આવ્યા હતા એવી કાશ્મીરી હિંદુ મહિલાઓની ચીસોના પડઘા ‘ડાબેરી-ઉદારવાદી’ ટોળકી કદાચ સાંભળવા માંગતી નથી કે અન્યોને પણ સાંભળવા દેવા માંગતી નથી.
લ્યુટિયન્સ અને બોલિવૂડ દ્વારા ભારતના સૌથી જૂના સમુદાયોમાંના એક: કાશ્મીરી હિંદુઓના સત્યને દબાવવા માટે શિક્ષિત, બિનસાંપ્રદાયિક, સહિષ્ણુ, સંસ્કારી અને શાંતિપ્રિય કાશ્મીરી મુસ્લિમોનો એક ચહેરો વર્ષોથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારતીયો માટે એકસાથે ભેગા થઈને અને થિયેટરોમાં ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ જોવાનો સમય આવી ગયો છે જેથી આતંકવાદીઓને હવે “ગુમરાહ યુવાનો” અને “હેડમાસ્ટરના પુત્ર” તરીકે દર્શાવવામાં ન આવે.
સાથે સાથે, આવો આપણે આત્મનિરીક્ષણ માટે થોડો સમય કાઢીએ અને જોઈએ કે આપણે ભારતના બિનસાંપ્રદાયિક તાણાવાણાને આવાં શરમજનક અને ઘૃણાસ્પદ બર્બરતાનાં કૃત્યો વડે ફાટી જવાથી કેવી રીતે બચાવી શકીએ. કદાચ નહેરુવીયન-સેક્યુલરવાદીઓ કેટલાક પ્રાસંગિક પ્રશ્નોનો પ્રત્યુત્તર તૈયાર કરી શકે:
૧. દાયકાઓ પહેલાં તેમના ખાસ મુસ્લિમ મિત્રો અને પડોશીઓના હાથે કાશ્મીરી હિંદુઓના નરસંહાર તરફ દોરી જતા કોમી વિભાજનને વેગ આપવા માટે કોણ અથવા શું જવાબદાર છે? ઉપરાંત, તત્કાલીન સરકાર અને તેના વહીવટીતંત્રએ છ સામૂહિક હિજરત જોયા પછી પણ તેમની સલામતી માટે વહીવટ પર વિશ્વાસ કરતા સાવ ભોળા કાશ્મીરી હિંદુઓને ટાળવાનું જ કેમ રાખ્યું ?
૨. ઘણી રાજ્ય સરકારોએ કાશ્મીર હિજરતના ભોગ બનેલા લોકો માટે વિશેષ ક્વોટા બનાવ્યા હતા, જે હકીકતમાં કાશ્મીરના મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવાતા હતા. શું આ કાશ્મીરી હિંદુઓની દુર્દશાની ઉન્મત્તપણે મજાક ઉડાવતી એક નિર્લજ્જ ઢાંકપિછોડાની કવાયત નહોતી ?
૩. લોકશાહીના ચાર સ્તંભો કાશ્મીરી હિંદુઓને બચાવવામાં નિષ્ફળ ગયા અને વંશીય સફાઇ માટે મૂક પ્રેક્ષક બનીને રહ્યા, જે આજે પણ ચાલુ છે. શું આ રાષ્ટ્ર ‘ધ ઈન્ડિયા ફાઇલ્સ’ નામની ફિલ્મને રોકવા માટે સક્રિય પગલાં લેશે?
૪. શું આપણે પણ આટલા વર્ષોથી અસ્તિત્વમાં જ નથી એવી સાંપ્રદાયિક સંવાદિતાને બચાવવા માટે ક્યારેય અવાજ નહીં ઉઠાવીને કાશ્મીરી હિંદુઓના નરસંહારનું સત્ય છુપાવવામાં સમાન ભાગીદાર છીએ ? જો આમ વાત છે, તો આપણા મૌન અને અજ્ઞાનતાએ તે લોકોને સન્માન અને ગરીમા સાથે તેમના પૈતૃક ઘરોમાં ખાતરીપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવે તે હેતુથી આપણને તેમના સમર્થનમાં બહાર આવવાથી રોક્યા અને તેમની કરુણાંતિકા અને યાતનાની તિવ્રતામાં વધારો કર્યો છે.
૫. અને સૌથી અગત્યનું, આ દિવસોમાં ‘ધી કાશ્મીર ફાઇલ્સ’ ઉતારવાનો પ્રયાસ કરનારાઓ સહિત એ બધા જ ગુનેગારોને કેવી રીતે સજા કરવાનો અને કાશ્મીરી હિંદુઓને ન્યાય આપવાનો ઇરાદો ધરાવીએ છીએ ?
ખરેખર, કાશ્મીરી હિંદુઓની સાંપ્રદાયિક પ્રેરિત વંશીય સફાઇની કાળી વાસ્તવિકતા ઉપર સફેદ કૂચડો ફેરવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે જ્યારે વિવેક અગ્નિહોત્રીએ એક હિંમતવાન પ્રયાસ કર્યો છે, ત્યારે આ રાષ્ટ્ર તેના અંતરાત્માને કેવી રીતે જાગૃત કરશે અથવા કરશે કે કેમ તે જવાબ આપવો સૌથી મુશ્કેલ પ્રશ્ન હશે.