Remand Granted Of Murder Accused : હથિયાર શોધવા સહિત અનેક મુદ્દે રિમાન્ડ મંગાયા. એક સગીર સહિત ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ.
સાત દિવસના રિમાન્ડ મંજૂર
ઓલપાડમાં ચકચારી જમીન દલાલ હત્યા કેસમાં ઝડપાયેલ એક સગીર સહિત ચાર હત્યારાઓને પોલીસે કોર્ટમાં રજુ કરી. સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી. હત્યારાઓ હથિયારો ક્યાંથી લાવ્યા, હત્યા કરવા માટે કેટલા રૂપિયાની સોપારી લીધી હતી. મુદ્દાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળેલ સીસીટીવી ફૂટેજ ના આધારે હત્યારાઓની ઓળખ થઈ
ગત 25 તારીખે સુરત જિલ્લાના ઓલપાડ ટાઉન ના પરા વિસ્તારમાં રહેતો. અને જમીન દલાલી કરતા 30 વર્ષીય અંજર મલેકની એક સગીર. સહિત ચાર જેટલા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને બે મોપેડ લઈને ભાગી ગયા હતા. સ્થળ પર પહોંચેલ પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજ ના આધારે હત્યારાઓની ઓળખ થઈ ગઈ હતી. ગણતરીના દિવસોમાં જ ચારેય હત્યારાઓના કોલર સુધી પહોંચી ગઈ હતી. અને ચારેયની કડક પૂછપરછ કરવામાં આવતા હત્યારાઓને મૃતક અંજર મલિકના ધંધાર્થી મિત્ર ઇસ્માઇલ શેખે. પૈસા અને જેલમાંથી છોડાવી આપવાનું કહી સોપારી આપી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને હત્યારાઓ એ કાવતરું રચી જમીન દલાલ અંજર મલેક ને વિશ્વાસ લઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Remand Granted Of Murder Accused : સોપારી આપી મોતને ઘાટ ઉતાર્યો
સોપારી આપનાર ઇસ્માઇલ શેખ અને અંજર મલેક બન્ને ધંધાર્થી મિત્ર હતા. બન્ને વચ્ચે ઓલપાડ પંથકમાં કોઈ જમીન અને પૈસાની લેતીદેતી ને લઈને ખટરાગ ચાલી રહ્યો હતો. જેને લઇને ઇસ્માઇલ શેખે અંજર મલેકની ભાડૂતી માણસો ને સોપારી આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ચારેય હત્યારાઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી. આરોપીઓએ કેટલા રૂપિયામાં સોપારી લીધી હતી. હથિયારો ક્યાંથી લાવ્યા,ગુનામાં વપરાયેલ અન્ય મોપેડ ક્યાં છે. આરોપીઓએ ખુન કરવાનો પ્લાન કઈ જગ્યાએ બનાવ્યો સહિતના. 15 જેટલા રિમાન્ડ મુદ્દાઓ મૂકી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
તમે આ પણ વાચી શકો :
તમે આ પણ વાચી શકો :