Rammandir Pranpratistha: રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યાંમાં શબરી અને રામમિલનનો સંદેશો પાઠવશે
માતા શબરીના વંશજો અયોધ્યા ખાયે યજ્ઞમાં ભાગ લેવા જશે
માં સબરીના વંસજો બોર અને ધનુષ બાણ ભેટ ધરશે
પૂ. ભદ્રાચાર્યજી મહારાજના 75મા જન્મદિવસે આયોધ્યા પહોંચશે
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ, ભ્રાતા લક્ષ્મણના માં શબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જનાર છે અને નવ દિવસ ચાલનાર 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થનાર છે.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સૌ કોઈ તેના શાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે જેની વાત કરીએ રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામ, અને ભ્રાતા શ્રી લક્ષ્મણને માતા શબરીએ સુબિર પાસેના ચમક ડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા સાથે વણાયેલા શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ત્યારે હાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થનાર છે તેમજ પ.પૂ.શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના 75 માં જન્મ દિવસ નિમિતે માતા શબરીના વંશજો પુર્વ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની આગેવાનીમાં અયોધ્યા પોંહચશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે સાથેજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી.
ઉલ્લેખ રામાયણ માં પણ અંકિત છે
રામાયણ કાળમાં પ્રભુ શ્રીરામ ડાંગ ખાતેના વન માંથી પસાર થતાં હતા એવખતે વર્ષોથી પ્રતિક્ષા કરી રહેલા માં સબરી સાથે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ નું મિલન થાય છે અને એવખાતે માતા સબરી દ્વારા શ્રી રામને ચાખી ચાખી ને મીઠા બોર માતા સબરી દ્વારા ખવડાવવામાં આવ્યા હતા આદિવાસી સમાજના વૃદ્ધ મહિલા દ્વારા એઠાં બોર ખવડાવતા પ્રભુ શ્રીરામ દ્વારા આ બોર શપ્રેમ સ્વીકારી ખાધા હોવાની વાત નો ઉલ્લેખ રામાયણ માં પણ અંકિત છે..
તમે આ પણ વાચી શકો છો:
તમે આ પણ વાચી શકો છો: