SCએ વહેલી સુનાવણીની ખાતરી આપી
સુપ્રીમ કોર્ટે રામસેતુને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવાની માંગ કરતી અરજી પર વહેલી સુનાવણીની ખાતરી આપી છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી હતી.
હકીકતમાં, આ વર્ષે 19 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર નિર્ણય સંસ્કૃતિ મંત્રાલયમાં ચાલી રહ્યો છે. જે બાદ કોર્ટે અરજદાર સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે તેઓ તેમના દસ્તાવેજો અને સામગ્રી સરકારને આપી શકે છે.
‘રામ સેતુ’ને રાષ્ટ્રીય ધરોહર સ્થળ તરીકે જાહેર કરવાની ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી
‘રામ સેતુ’ને રાષ્ટ્રીય ધરોહર સ્થળ તરીકે જાહેર કરવાની ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. સ્વામીએ પ્રથમ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવાદાસ્પદ સેતુસમુદ્રમ શિપ ચેનલ પ્રોજેક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેમની પીઆઈએલમાં સ્વામીએ રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે 2007માં રામ સેતુ પ્રોજેક્ટના કામ પર રોક લગાવી દીધી હતી. બાદમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેણે પ્રોજેક્ટના સામાજિક-આર્થિક નુકસાનને ધ્યાનમાં લીધું છે અને રામ સેતુને નુકસાન પહોંચાડ્યા વિના શિપિંગ ચેનલ પ્રોજેક્ટ માટે અન્ય માર્ગ શોધવાનો પ્રયાસ કરશે.