HomeIndiaRAM MANDIR TIMING : રામલલ્લાના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

RAM MANDIR TIMING : રામલલ્લાના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

Date:

India news : રામ મંદિરના ઉદ્ઘાટન પછી ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની સંખ્યામાં સત્તત વધરો થઈ રહ્યો છે. બહાર હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે, જેથી વધુને વધુ ભક્તો ભગવાનના દર્શન સરળતાથી કરી શકે.

જાણો આરતીનો સમય

રામલલ્લાની મંગળા આરતી સવારે 4.30 કલાકે થશે અને શ્રૃંગાર આરતી સવારે 6.30 કલાકે થશે. આ પછી સવારે સાત વાગ્યાથી ભક્તોના દર્શન શરૂ થશે. બપોરે 12 વાગ્યે ભોગ આરતી, સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતી અને 9 વાગ્યે રાત્રિભોગનું આયોજન કરવામાં આવશે. ભગવાનની શયન આરતી રાત્રે દસ કલાકે થશે. ટ્રસ્ટ સતત પરિવર્તન કરીને લોકોને ભગવાનના દર્શન સુલભ બનાવી રહ્યું છે. આ પહેલા મંદિરમાં પ્રવેશદ્વારની સંખ્યા બેથી વધારીને છ કરવામાં આવી હતી.

સમયમાં ફેરફાર શા માટે કરાયો?

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારથી ભગવાનના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. મંદિરની બહાર હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચોઃ Astrology : આજનો રવિવાર તમારા માટે ખાસ છે, જાણો તમારી રાશિ શું કહે છે : INDIA NEWS GUJARAT

આ પણ વાંચોઃ Delhi AQI : દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધરી છે, પરંતુ AQI હજુ પણ ‘નબળી’ છે શ્રેણીમાં : INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories