Ram Mandir Akshat Kalash Yatra: શ્રીરામ મંદિર માટે અક્ષત કળશ યાત્રા યોજાય
કેસરિયા સાડીમાં સજ્જ મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા
યાત્રામાં જોડાયેલા ભક્તો દ્વારા જય શ્રીરામના નારા લગાવ્યા
22 જાન્યુવારીનાં રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સચિનમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ કેસરિયા સાડી પહેરીને ભગવાન રામના મંદિરનું નિમંત્રણ આપવા માટે ઘરે ઘરે પહોંચ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં યોજાઇ રહીછે યાત્રા
અયોધયામાં 22 જાન્યુઆરીના દિવસે ભવ્ય રામ મંદિરમાં શ્રીરામ લલાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહ્યું છે. જેના ઉપલક્ષમાં ઠેરઠેર અક્ષત કળશ યાત્રા યોજીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘેરે નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરતના સચિનમાં પણ અક્ષત કળશ યાત્રા નું આયોજન કારવમાં આવ્યું હતું.. આ અવસરે આખા દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ રીતે લોકો દ્વારા ભગવાન રામનાં સ્વાગત માટે નીત નવા પ્રયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવેલ સચીન વિસ્તારમાં 22 જાન્યુઆરીના દિવસે આયોધ્યામાં ભવ્ય શ્રીરામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે. જે નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વરા આયોજિત કલશ યાત્રા કાઢવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્ત મહિલાઑ જોડાયા ખાસ જોડાયા હતા.
કેસરિયા સાડીમાં સજ્જ મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા
આ યાત્રામાં જોડાયેલ રામ ભક્તોએ ભાગવા રંગના કપડાં પહેરી યાત્રામાં જોડાયા હતા સાથેજ મહિલાઓ પણ કેસરિયા સાડીમાં સજ્જ થઈને આ યાત્રામાં જોઈને અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.. રામ ભક્તોના જય શ્રી રામના નારા થી સચિન વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું. જેમાં વધારે સંખ્યામાં યુવાનો,મહિલાઓ તેમજ પુરુષો સાથે બાળકો અને સ્થાનિક પણ જોડાયા હતા. આ કલશ યાત્રા પ્રધાનમંત્રી આવાસથી સચીન રેલવે સ્ટેશન નજીક આવલે શ્રી કરસન દાદા હનુમાનજી મંદિર સુધી ફરીને લોકોને રામ મંદિરના વધામણાં કરવા માટે અપીલ કારવમાં આવી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: