PV Sindhu અમ્પાયરથી કેમ ગુસ્સે થઈ ? ચીફ રેફરીએ દરમિયાનગીરી કરવી પડી, VIDEO વાયરલ-India News Gujarat
- PV Sindhu : ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને સેમિફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીએ હરાવી હતી.
- આ સાથે PV Sindhu ને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) ને બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
- 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુને મહિલા સિંગલ્સની સેમિ ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીએ 3 ગેમની મેચમાં હાર આપી હતી.
- પ્રથમ ગેમ જીતવા છતાં સિંધુ આગામી 2 ગેમમાં ગતિ જાળવી શકી ન હતી. આ મેચમાં ચેર અમ્પાયરે પીવી સિંધુ સામે પોઈન્ટ પેનલ્ટી આપી હતી.
- આ પછી સિંધુએ પોતાના પરથી કાબુ ગુમાવ્યો અને ચેર અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. પીવી સિંધુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- સેમિ ફાઇનલમાં પીવી સિંધુનો જાપાની ખેલાડી યામાગુચી સામે 21-13, 19-21, 16-21 થી પરાજય થયો હતો. પ્રથમ ગેમ સરળતાથી જીત્યા બાદ સિંધુ બીજી ગેમમાં 14-12 થી આગળ હતી.
- આ દરમિયાન અમ્પાયરે સર્વિસ વિલંબને કારણે પીવી સિંધુ પર પેનલ્ટી લગાવતી વખતે વિરોધી શટલરને પોઇન્ટ આપ્યો હતો. આ પછી પીવી સિંધુ ગુસ્સે થઈ ગઈ હતી. તે સીધી ચેર અમ્પાયર પાસે ગઈ અને તેની સાથે દલીલ કરવા લાગી. મામલો વધતો જોઈને મુખ્ય રેફરી બચાવમાં આવ્યા હતા.
- PV Sindhu લાંબા સમય સુધી ચીફ રેફરી સાથે દલીલ કરતી જોવા મળી હતી. ભારતીય શટલરે કહ્યું કે તે સમયે યામાગુચી તૈયાર ન હતી. પરંતુ સિંધુની વાત સાંભળવામાં ન આવી.
હું વારંવાર કહેતી રહી તે આ ખોટું છે પણ મારુ સાંભળવામાં આવ્યું નહીંઃ PV Sindhu
- મેચ બાદ પીવી સિંધુએ કહ્યું કે આ બધા પણ હારના કારણમાં સામેલ છે. તેણે કહ્યું કે અમ્પાયરને કહેવા છતાં વિપક્ષી ખેલાડી તે સમયે તૈયાર ન હતા, તેમણે સાંભળ્યું નહીં. પીવી સિંધુ વારંવાર કહેતી રહી કે તે ખોટું હતું.
- તેણે કહ્યું કે તે બીજી ગેમમાં આગળ હતી અને તે ગેમ જીતી શકી હોત. પણ મેચની મધ્યમાં જે બન્યું તેનાથી તેની લય પર પણ ઘણી અસર પડી હતી.
Nice umpiring! #BAC2022 pic.twitter.com/3EgLS4kW7n
— Sammy (@Sammy58328) April 30, 2022
આ ટુર્નામેન્ટમાં પીવી સિંધુએ બીજીવાર કાંસ્ય પદક જીત્યો
- આ વિવાદ બાદ યામાગુચીએ મેચમાં શાનદાર વાપસી કરી અને સતત 2 ગેમ જીતીને પીવી સિંધુનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તોડી દીધું હતું.
- મહત્વનું છે કે ભારતની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) એ આ ચેમ્પિયનશિપમાં બીજી વખત કાંસ્ય પદક (Bronze Medal) કબજે કર્યો હતો.
તમે પણ આ વાંચી શકો છો –
2036 Olympic :IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે
તમે પણ આ વાંચી શકો છો –
IPL 2022: Sunil Gavaskar કહ્યું- બેટ્સમેનોએ Umran Malikના ઝડપી બોલને કેવી રીતે રમવું