HomeIndiaPraising Eknath Shinde:એકનાથ શિંદેની પ્રશંસા કરીને કંગના રનૌતે -India News Gujarat

Praising Eknath Shinde:એકનાથ શિંદેની પ્રશંસા કરીને કંગના રનૌતે -India News Gujarat

Date:

Praising Eknath Shinde:એકનાથ શિંદેની પ્રશંસા કરીને કંગના રનૌતે -India News Gujarat

Praising Eknath Shinde: કંગના રનૌતે હાલમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શિંદેની સક્સેસ સ્ટોરી અંગે વાત કરી હતી. કંગનાએ કહ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા સુધીની સફર ઘણી જ પ્રેરણાદાયી છે.

કંગનાએ વખાણ કર્યા

  • કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શું પ્રેરણાદાયી સ્ટોરી છે. રોજી-રોટી કમાવવા માટે ઓટો રિક્ષા ચલાવનારથી લઈ દેશના સૌથી પાવરફુલ વ્યક્તિ બનવા સુધીની વાત. શુભેચ્છા સર.’

ઉદ્ધવ ઠાકરેને આડેહાથ લીધા હતા

  • કંગનાએ કહ્યું હતું, ‘1975ના પછી આ સમય ભારતના લોકતંત્ર માટે સૌથી મહત્ત્વપૂર્ણ સમય છે. 1975માં લોકનેતા જે પી નારાયણની એક લલકારથી ‘સિંહાસન છોડો’થી જનતા આવે છે અને સિંહાસન પડી જાય છે. 2020માં મેં કહ્યું હતું કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને સત્તાના અભિમાનમાં આવીને જે આ વિશ્વાસને તોડે છે, તેનો અહં પણ તૂટશે તે નક્કી છે.’
  • વધુમાં કંગનાએ કહ્યું હતું, ‘આ કોઈ વ્યક્તિ વિશેષની શક્તિ નથી. આ શક્તિ સાચા ચરિત્રની છે. બીજી વાત હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે. જ્યારે શિવસેનાએ હનુમાન ચાલીસાને બૅન કરી દીધા પછી તો તેમને શિવ પણ બચાવી શકે તેમ નથી. હર હર મહાદેવ. જય હિંદ. જય મહારાષ્ટ્ર.’

કંગના આ ફિલ્મમાં જોવા મળશે

  • કંગનાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાકડ’ બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ રહી હતી. કંગના હવે ‘તેજસ’માં જોવા મળશે.
  • આ ઉપરાંત કંગનાએ ‘ઇમર્જન્સી’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories