HomeGujaratPolice Commissioner Retirement: સુરત પોલીસ કમિશનર આજે થશે રિટાયાર્ડ, પોલીસ કમિશનર નાં...

Police Commissioner Retirement: સુરત પોલીસ કમિશનર આજે થશે રિટાયાર્ડ, પોલીસ કમિશનર નાં માન માં યોજાઈ સેરેમોનિયલ પરેડ – INDIA NEWS GUJARAT

Date:

Police Commissioner Retirement: સેરેમોનીયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું કરાયું સ્વાગત
ફૂલોનો વરસાદ કરી કરવામાં આવ્યું સ્વાગત

સુરત પોલીસ કમિશનર આજે નિવૃત થયા છે. આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે. ત્યારે પોલીસ કમિશનરનાં માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી. સેરેમોનીયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું. ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ

સુરત શહેરમાં પોતાની પોલીસ કમિશનરની તરીકે ની કામગીરીને કારણે ખુબજ લોકપ્રિય થયેલા અજયકુમાર તોમર આજે વી નિવૃતિ ના દિવસે ભાવુક થયા હતા. નિવૃત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું, ’35 વર્ષની સર્વિસમાં સુરતના 3.5 વર્ષ સદા યાદ રહશે’.

સુરત શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે, શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે. પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ઘણું શીખવા અને સુધરવાનો મોકો પણ અહિથી મળ્યો છે.

Police Commissioner Retirement: શહેર પોલીસના તમામ અધિકારીઓ રહ્યા હાજર

પરિવારને યાદ કરતાં કહ્યું કે, નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છું. પરંતુ તેમણે મને પણ મને સાચવી લીધો છે. નિવૃત થાય રહેલા પોલીસ કમિશનર ના માનમાં સેરેમોનીયલ પરેડ નું આયોજન કારવમાં આવ્યું હતું અને ત્યાર બાદ એમનું અભૂતપૂર્વ સન્માન કરાયું હતું. કમિશ્નર ના આ વિદાયમાંન માં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ તબક્કે અજયકુમાર તોમરે કહ્યું, 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા ત્રણ વર્ષ હંમેશા યાદ રહેશે.

પોલીસ કમિશનર અજય કુમાર તોમરની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી. વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતાં. તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચોઃ 

Jaishankar on China: ચીનથી ડરવાની જરૂર નથી

તમે આ પણ વાંચોઃ 

Gyanvapi Case Update: કોર્ટ આજે પોતાનો આદેશ આપશે

SHARE

Related stories

Latest stories