HomeBusinessOla Cabs: રાઈડ કેન્સલ કરવા પર પૈસા કાપી લીધા? જાણો કઈ...

Ola Cabs: રાઈડ કેન્સલ કરવા પર પૈસા કાપી લીધા? જાણો કઈ રીતે તેને રિફંડ મેળવી શકાશે-India News Gujarat

Date:

  • Ola Cabs: ઘણી વખત કંપની કોઈ નક્કર કારણ વગર પણ ગ્રાહક પાસેથી પૈસા કાપી લે છે.
  • જો તમારી સાથે પણ આવું થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જણાવીશું કે ઓલા પાસેથી રિફંડ કેવી રીતે મેળવવું. કેટલાક લોકો એવા છે જેઓ દરરોજ ઓલા જેવી ઓનલાઈન કેબ પ્રોવાઈડરની સેવાઓનો ઉપયોગ કરે છે
  • ભારત અને તેના મહાનગરમાં સૌથી ઝડપથી પરિવહન સેવા પૈકીની એક કેબ સર્વિસને ગણવામાં આવે છે.
  • ખાસ કરીને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં આ કેબનું ચલણ ખુબ વધારે છે અને લોકો રોજબરોજની જીંદગીમાં તેને વાપરતા હોય છે. અમુક વાર ભૂલને લઈ કે પછી કોઈ ટેકનિકલ કારણથી કેબ સર્વિસ તમારી પાસેથી પૈસા કાપી લે છે તો જાણો કઈ રીતે તેનું રિફંડ મેળવી શકાશે.
  • ટ્રાફિકથી ભરચક માર્ગ પર બસ  સેવા કે પછી સેલ્ફ ડ્રાઈવ વિશે વિચારવું અઘરૂ છે તો કેબ સર્વિસ વગરની સવાર પણ મુશ્કેલી ભરેલી છે. જો કે આટલી જરૂરિયાચ ધરાવતી કેબ સર્વિસ સાથે તમારો અનુભવ સારો રહ્યો નથી હોતો કે જેનું કારણ રાઈડ કેન્સલને લઈ હોઈ શકે છે. ઓલાની જ વાત કરીએ તો કોઈ કારણસર તમે રાઈડ કેન્સલ કરો છો તો તમારે કેન્સલેશન ચાર્જ ચુકવવો પડે છે.
  • હવે આ ચાર્જ એ પ્રકારનો હોય છે કે જેમાં નક્કર કારણ અપાતું નથી અને તમારા પૈસા કપાઈ જાય છે. જો કે તમારે આ બાબતને લઈ ચિંતા કરવાની જરૂર નથી કેમકે અમે તમને આપીશું એ ટિપ્સ કે જેના માધ્યમથી તમને રિફંડ મેળવવામાં કોઈ તકલીફ નહી પડેર્થ ડે લક્ષણોન ના કરે નજરઅંદાજ, હાર્ટ અટેકના છે સંકેત
  • ઓલાની કેન્સલેશન રિફંડ પોલિસી
  • ઓલાના સપોર્ટ પેજ મુજબ, જો તમને લાગે કે તમારી પાસેથી કેન્સલેશન ફી ખોટી રીતે વસૂલવામાં આવી છે, તો તમે રિફંડ (રદ કરવાની ફી માફી) માટે વિનંતી કરી શકો છો.
  • તે પહેલાં, એ જાણવું જરૂરી છે કે ઓલા કયા સંજોગોમાં કેન્સલેશન ચાર્જ કાપે છે.

OLA નીચેનામાંથી કોઈપણ એક કારણસર તમારી પાસેથી કેન્સલેશન ચાર્જ લઈ શકે છે-

  1. ડ્રાઇવર રાઇડ સ્વીકારે ત્યારથી તમે 3 (ત્રણ) મિનિટ અથવા પછીની સફર રદ કરો છો.
  2. તમારા પિકઅપ સ્થાન પર 5 મિનિટ કે તેથી વધુ સમય રાહ જોયા પછી ડ્રાઈવર ટ્રીપ કેન્સલ કરે છે.
  3. જો કે, જો ડ્રાઇવર પીકઅપ સ્થાન પર આગમનના અંદાજિત સમયથી 5 મિનિટથી વધુ મોડું કરશે, તો કેન્સલેશન શુલ્ક લેવામાં આવશે નહીં.
  4. તમારા શહેર અને પસંદ કરેલા વાહનની કેટેગરીના આધારે કેન્સલેશન ફીની રકમ બદલાઈ શકે છે.

ઓલા આ રીતે રિફંડ આપશે

  • જો તમને લાગે કે તમારી પાસેથી ખોટી રીતે કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવ્યો છે, તો આ પ્રક્રિયાને અનુસરો.
  1. ઓલા એપ મેનૂમાં તમારી રાઇડ્સ પર ક્લિક કરો અને નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો
  2. તે રાઈડ પસંદ કરો કે જેના પર કેન્સલેશન ફી વસૂલવામાં આવી છે.
  3. સપોર્ટ બટન પર ટેપ કરો.
  4. એક મુદ્દો પસંદ કરો પસંદ કરો, પછી ખોટી રીતે ચાર્જ કરેલ રદ કરવાની ફી પસંદ કરો.
  5. ઓલાને તમારી સમસ્યા વિશે કહો અને તેને મોકલો.
  6. ઓલા તમારી વિનંતીની સમીક્ષા કરશે અને તમારો સંપર્ક કરશે.

આ પણ વાંચો: 

World’s largest office building Diamond Bourse: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ

આ પણ વાંચો: 

World Television Day: આજે છે વર્લ્ડ ટેલિવિઝન દિવસ, જાણો શા માટે છે આ દિવસ ખાસ

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories