HomeEntertainmentOdishaના સિનેમા હોલમાં હંગામો, બચ્ચન પાંડેનું સ્ક્રીનિંગ અટકાવ્યું - India News Gujarat

Odishaના સિનેમા હોલમાં હંગામો, બચ્ચન પાંડેનું સ્ક્રીનિંગ અટકાવ્યું – India News Gujarat

Date:

 આ વીડિયો ઓડિશાના એક સિનેમા હોલનો: કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો સિનેમા હોલમાં પહોંચી રહ્યા છે.ત્યારે આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો સિનેમા હોલમાં હંગામો મચાવતા જોવા  મળી રહ્યા છે. ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઓડિશાના એક સિનેમા હોલનો છે. ત્યાં કેટલાક લોકોએ બળજબરીથી બચ્ચન પાંડેનું સ્ક્રીનિંગ અટકાવ્યું હતું અને કાશ્મીર ફાઇલ્સ ચલાવવાની માંગ કરી હતી.આ વિડિયોમાં લોકો જય શ્રી રામના નારા લગાવતા અને થિયેટરમાંથી બળજબરીથી લોકોને ઉઠાવતા પણ જોવા મળ્યા રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પછી સ્ટાફે શો બંધ કરવો પડ્યો હતો.- Gujarat News Live

સિનેમા હોલમાં ફિલ્મનું સ્ક્રિનિંગ રોકાયું 

બચ્ચન પાંડેની ફિલ્મનું સ્ક્રિનિંગ આયલેક્સ સિનેમા હોલમાં રોકાયું:  બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર આ ઘટના ઓરિસ્સાના સંબલપુર શહેરની છે. અહીં બચ્ચન પાંડેની ફિલ્મનું સ્ક્રિનિંગ આયલેક્સ સિનેમા હોલમાં રોકી દેવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો સિનેમા હોલમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા રહ્યા છે. તેઓ નારા લગાવી રહ્યા છે કે ભારતમાં રહેવું છે તો જય શ્રી રામ બોલવું પડશે. આ પછી તે થિયેટરની અંદર જોવા મળે છે અને ફિલ્મ જોઈ રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા . – Gujarat News Live

 બચ્ચન પાંડેની  “ધ કાશ્મીર ફાઇલ્સ” સાથેની ટક્કર

થિયેટરોમાં ઓછી ભીડ: આ ફિલ્મ બચ્ચન પાંડેની બોક્સ ઓફિસ પર “ધ કાશ્મીર ફાઇલ્સ” સાથે ની ટક્કર છે. આ દર્શકોના વિભાજનને કારણે થિયેટરોમાં ઓછી ભીડ એકઠી થઈ રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, સપ્તાહના અંતે બચ્ચન પાંડેનું કલેક્શન ઓછું હતું. તેનું કારણ છે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ. બચ્ચન પાંડેનો અત્યાર સુધીનો બિઝનેસ 37.25 કરોડ રૂપિયા છે. કાશ્મીર ફાઇલ્સે બીજા સપ્તાહમાં 167.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.સંબલપુર ખાતે આ સિનેમા હોલમાં હંગામો મચાવતો વીડિયો વાયરલ થયો હતો  – Gujarat News Live


 
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories