HomeIndiaNovak Djokovic બન્યો ઈટાલી ઓપન ચેમ્પિયન-India News Gujarat

Novak Djokovic બન્યો ઈટાલી ઓપન ચેમ્પિયન-India News Gujarat

Date:

Novak Djokovic-ઈન્ગા સ્વિયાટેકે સેરેના વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો-India News Gujarat

  • Novak Djokovic: ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) દરમિયાન રસીકરણના વિવાદને કારણે મોટાભાગની સિઝનમાં મેદાનની બહાર રહીને નોવાક જોકોવિચે (Novak Djokovic) ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું.
  • તેણે સ્ટેફાનોસ સિત્સિપાસને સીધા સેટમાં હરાવ્યો હતો. તે જ સમયે, ઇંગા સ્વિયાટેક મહિલા વર્ગમાં ચેમ્પિયન બની હતી.
  • ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) એ રવિવારે ઇટાલિયન ઓપન 2022 (Italian Open 2022) ની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 6-0, 7-6 થી હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો હતો.
  • આ સાથે સર્બિયાના આ સ્ટાર ખેલાડીએ ફ્રેન્ચ ઓપન (French Open 2022) પહેલા શાનદાર લયમાં હોવાનો પુરાવો આપ્યો હતો.
  • ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન રસીકરણના વિવાદને કારણે સિઝનની શરૂઆતમાં મોટા ભાગના સમય માટે મેદાનની બહાર રહેલા નોવાક જોકોવિચનું આ ટુર્નામેન્ટમાં વર્ચસ્વ હતું.
  • નોવાક જોકોવિચ (Novak Djokovic) એ અગાઉ સેમિ ફાઇનલમાં કેસ્પર રુડને સીધા સેટમાં હરાવીને ઇટાલી ઓપન (Italian Open 2022) ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
  • વિશ્વના નંબર 1 ખેલાડીએ કેસ્પર રૂડે સામે 6-4, 6-3 થી જીત મેળવીને કારકિર્દીની 1000 મી જીત નોંધાવી હતી.
  • જીમી કોનર્સ (1,274 જીત), રોજર ફેડરર (Roger Federer) (1,251), ઇવાન લેન્ડલ (1,068) અને રાફેલ નડાલ (Rafael Nadal) (1,051) પછી આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો માત્ર પાંચમો પુરૂષ ખેલાડી છે.

ઇન્ગા સ્વાઇટેકે સતત 28 મી મેચ જીતી હતી

  • આ પહેલા ઇંગા સ્વાઇટેકે મહિલા ફાઇનલમાં ઓન્સ જેબુરને 6-2, 6-2 થી હરાવીને સતત 28 મી જીત માટે ટાઇટલનો બચાવ કર્યો હતો. તેણે સેરેના વિલિયમ્સ (Serena Williams) નો સતત 27 જીતનો રેકોર્ડ તોડ્યો હતો
  • તમને જણાવી દઇએ કે મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ એ 2014 અને 2015 માં આ સિદ્ધિ મેળવી હતી.
  • ઓન્સ જેબુર પણ સતત 11 મેચ જીત સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પરંતુ તે ટોચના ક્રમાંકિત ખેલાડી સ્વાઇટેક સામે એક પણ જીત મેળવી શક્યો ન હતો.

મેડ્રિડ ઓપનની સેમિ ફાઇનલમાં જોકોવિચને હારનો સામનો કરવો પડ્યો હતો

  • મહત્વનું છે કે આ પહેલા મેડ્રિડ ઓપન (Madrid Open 2022) ટેનિસ ટુર્નામેન્ટમાં ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ માત્ર 19 વર્ષના યુવા ખેલાડી સામે હારી ગયો હતો.
  • આ ખેલાડી સ્પેનનો ઉભરતો ટેનિસ ખેલાડી છે અને આ ખેલાડીનું નામ છે કાર્લોસ એલકેરેઝ છે.
  • કાર્લોસ અલકેરેઝ (Carlos-Alcaraz) એ સેમિ ફાઇનલમાં વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) ને હરાવ્યો હતો.
  • પ્રથમ સેટ ગુમાવ્યા બાદ કાર્લોસ એલ્કેરેઝે હાર ન માની અને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને જોરદાર ટક્કર આપીને બાકીના 2 સેટ જીતી લીધા હતા.
  • સેમિ ફાઇનલમાં કાર્લોસ અલ્કેરેઝે જોકોવિચને 6-7(5), 7-5, 7-6(5), થી હરાવ્યો હતો.

તમે આ વાંચી શકો છો-

French Open 2022 :શું Rafael Nadal ફ્રેન્ચ ઓપન 2022માં નહીં રમે?

તમે આ વાંચી શકો છો-

SHARE

Related stories

Latest stories