સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ.૩૧૦ કરોડના ખર્ચે નવા હોસ્પિટલ (ED-1) બ્લોક તથા નવો એજ્યુકેશન (ED-2) બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ
નવા હોસ્પિટલ બ્લોકથી સ્મીમેરમાં ૬૦૦ બેડની નવી હોસ્પિટલ કાર્યરત થશે તેમજ સુપર સ્પેશ્યાલીટી સર્વિસીસ પણ ઉપલબ્ધ થશે
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલ કેમ્પસના માસ્ટર પ્લાન અંતર્ગત રૂ.૩૧૦ કરોડના ખર્ચે નવા હોસ્પિટલ (ED-1) બ્લોક તથા નવા એજ્યુકેશન (ED-2) બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મેયર દક્ષેશ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં દૈનિક ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી. રહે છે. જેને પહોંચી વળવા નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન અને સ્મીમેર હોસ્પિટલની અન્ય ફંક્શનલ જરૂરિયાતોને ધ્યાને લઈ આ નવા બે બ્લોકનું નિર્માણ કરાશે. જેના પરિણામે સ્મીમેર ખાતે અંદાજે ૬૦૦ બેડની નવી હોસ્પિટલ કાર્યરત થશે તેમજ સુપર સ્પેશ્યાલીટી સર્વિસીસ પણ ઉપલબ્ધ થશે. જેથી શહેરની તમામ વર્ગની જનતાને પોષણક્ષમ તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થશે. વધુમાં, કોલેજ માટે નવું બિલ્ડીંગ કાર્યરત થવાથી અભ્યાસ કરવા માટે આવનાર વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિ બલર, સંગીતા પાટીલ, ડે.મેયર ડો. નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પૂર્વ ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયા સહિત આરોગ્ય કર્મીઓ, સ્મીમેર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
હોસ્પિટલ બ્લોક (ED-1)ની મુખ્ય વિશેષતાઓ:-
. . . . . . . . . . . . . . . . . . . . .
→ બેઝમેન્ટ + ગ્રાઉન્ડ + ૯ માળનું બાંધકામ (કુલ ૩૩,૪૦૦ ચો.મી. બિલ્ટઅપ એરિયા) + ૫૩ ગાડીઓ તથા ૭૭ ટુ-વ્હીલરનું બેઝમેન્ટ પાર્કિંગ
→ કુલ ૦૩ મોડયુલર ઓપરેશન થિયેટર્સ
→ સુપર સ્પેશ્યાલિટી (નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી તથા ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી) વિભાગના વોર્ડ, આઈ.સી.સી.યુ, MDR, RICU તથા એમ.આઈ.સી.યુ. (કુલ ૫૬ બેડ)
→ મેડિસીન, રેસ્પીરેટરી મેડિસીન, સાઈકિયાટ્રી, સ્કીન અને DVL, એકઝામિનેશન, એપિડેમીક, SARI તથા સુપરસ્પેશ્યાલિટી વિભાગના થઈને કુલ ૬૦૦ થી વધુ બેડ ધરાવતા વોર્ડ
→ ઈમરજન્સી તથા કેઝયુઆલિટી
→ ઈમરજન્સી લેબ, કેથ લેબ, સ્કીલ લેબ, ECG તથા TMT સર્વિચિરા
→ બ્લડ બેન્ક તથા ડાયાલિસીસ (૧૦ બેડ)ની સુવિધા + ૦૪ સિંગલ અને ૦૪ ટવીન શેરીંગ સ્પેશ્યલ રૂમ્સ
એજયુકેશનલ બ્લોક (ED-2) ની મુખ્ય વિશેષતાઓ:-
. . . . . . . . . . . . . . . . . .
→ બેઝમેન્ટ + ગ્રાઉન્ડ + ૧૦ માળનું બાંધકામ (કુલ ૩૦,૯૧૯ ચો.મી. બિલ્ટઅપ એરીયા) + ૬૬ ગાડીઓ તથા ૨૦ ટુ-વ્હીલરનું બેઝમેન્ટ પાર્કિંગ
→ સાઈકાઈટ્રી ઓ.પી.ડી., RNTCP ઓ.પી.ડી., જનરલ મેડિસીન ઓ.પી.ડી., ART સેન્ટર
→ સુપર સ્પેશ્યાલિટી વિભાગો ન્યુરોલોજી, ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી, નેફ્રોલોજી અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી ઓ.પી.ડી
→ FMT, PSM, PMR, જનરલ મેડિસીન, સાઈકાઈટ્રી, રેસ્પીરેટરી મેડિસીન, સ્કીન – DVL, સાઈકિયાઈટ્રી, રેડિયોલોજી, ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી, એનેસ્થેસીયા, ઈમરજન્સી મેડિસીન, નેફ્રોલોજી
→ ન્યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, પબ્લીક ઈન્ફ્રા. સેલ વિગેરે ડિપાર્ટમેન્ટની ઓફીસ
→ ૩૧૨ વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા ધરાવતા કુલ ૦૪ લેકચર થિયેટર્સ
→ સ્મોલ ગ્રુપ ટીચીંગ, સેન્ટ્રલાઈઝડ લેબોરેટરી, જીનોમ સિક્વન્સીંગ લેબ, કાઉન્સિલ હોલ