HomeIndiaNavab Malik EDની ચુંગાલમાં, શું ખુલશે નવાબનો નકાબ ? - India News Gujarat

Navab Malik EDની ચુંગાલમાં, શું ખુલશે નવાબનો નકાબ ? – India News Gujarat

Date:

Navab Malikની ધરપકડ

મહારાષ્ટ્ર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા Navab Malikની આખરે ED દ્વારા ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અંડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપમાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરે લીધું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તેને સવારે પૂછપરછ માટે મુંબઈ ઓફિસ લઈ ગઈ હતી. – Latest News

ED ઓફિસની બહાર કડક સુરક્ષા (નવાબ મલિકની ધરપકડ)

મળતી માહિતી મુજબ, ટીમ સવારે 5 વાગ્યે કુર્લાના નૂર મંઝિલમાં મલિકના ઘરે પહોંચી હતી. એવું જાણવા મળ્યું હતું કે ટીમ સાંજે 7 વાગ્યા પછી જ તેમના ઘરેથી નીકળી હતી અને 7.45 વાગ્યે ED ઓફિસ પહોંચી હતી. બીજી તરફ મામલાને જોતા ED ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. – Latest News

શું છે સમગ્ર મામલો ?

નોંધનીય છે કે 9 નવેમ્બર 2021ના રોજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે આ કેસમાં કહ્યું હતું કે Navab Malik દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી અને આ જમીનો મુંબઈમાં બ્લાસ્ટ કરવાના આરોપીઓની છે. ભૂતપૂર્વ સીએએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરદાર શાહ વલી ખાન અને હસીના પારકરના નજીકના સાથી સલીમ પટેલના પણ Navab Malik સાથે વ્યાવસાયિક સંબંધો હતા. બંનેએ મુંબઈના એક રોડ પરની કરોડોની કિંમતની જમીન Navab Malikના સંબંધીની એક કંપનીને વેચી હતી. તે જ સમયે, મની લોન્ડરિંગ કેસમાં તેની પૂછપરછ પણ શક્ય છે. – Latest News

એક સાંધો ત્યાં તેર તૂટે 

Navab Malikની જો વાત કરવામાં આવે તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતીનો ઘાટ સર્જાયો છે. ચાહે વાત હોય રાજકારણની કે પછી બોલિવુડની એક બાદ એક મોટી ઘટના અને તેની સાથે જોડાયેલ વિવાદ Navab Malikનો પીછો છોડવાનો નામ જ નથી લેતો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઈડિ દ્રારા ધરપકડ બાદ શું અને કેવા નવા પ્રકારના ખુલાસાઓ થાય છે તેના પર સૌની નજર છે. – Latest News

તમે આ પણ વાંચી શકો છો – Russia-Ukraine Dispute પર ભારતની તમામ ગતિવિધીઓ પર નજર: એસ. જયશંકર – India News Gujarat

SHARE

Related stories

MAHARASHTRA ELECTIONS : ખેડૂતો માટેની યોજનાઓ, મોંઘવારી પર નિયંત્રણ

INDIA NEWS GUJARAT : મહારાષ્ટ્ર ચૂંટણી માં ધીરે ધીરે...

GreenMan : ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા : INDIA NES GUJARAT

ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત...

Latest stories