કોંગ્રેસે મંગળવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી. તમને જણાવી દઈએ કે મિઝરોમ રાજ્યમાં માત્ર 40 વિધાનસભા સીટો છે.આપને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
2018 માં શું પરિણામો આવ્યા?
તમને જણાવી દઈએ કે છેલ્લી ચૂંટણીમાં, MNF રાજ્યની 40 સભ્યોની વિધાનસભામાં 27 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચાર બેઠકો જીતી હતી જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. આ સિવાય આઠ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. આ સાથે રાજ્યમાં મુખ્યમંત્રી જોરામથાંગાના નેતૃત્વમાં MNF સરકારની રચના કરવામાં આવી હતી.