HomeGujaratMid day Meal: મઘ્યાહન ભોજનમાં અપાતું ભોજનએ માત્ર ભોજન નથી, પણ પ્રેમ-...

Mid day Meal: મઘ્યાહન ભોજનમાં અપાતું ભોજનએ માત્ર ભોજન નથી, પણ પ્રેમ- ભાવનો પ્રસાદ – India News Gujarat

Date:

Mid day Meal

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Mid-Term Meal: મધ્યાહ્ન ભોજનમાં અપાતું ભોજનએ માત્ર ભોજન નથી, પણ પ્રેમ- ભાવનો પ્રસાદ છે, તેવું ગાંધીનગર ખાતેની બોરીજ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો પ્રારંભ કરાવતાં શિક્ષણ મંત્રી જિતુ વાધાણીએ જણાવ્યું હતું. મધ્યાહ્ન ભોજન થકી વિધાર્થીઓમાં સમૂહ ભોજન સાથે સમૂહ ભાવ પેદા થાય છે, તેવું જણાવી શિક્ષણ મંત્રી જિતુ વાધાણીએ જણાવ્યું હતું કે, આજથી ગાંધીનગર સહિત રાજ્યના નવ શહેરી વિસ્તારમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. આજથી આરંભ થયેલી આ યોજના થકી 2800થી વધુ શાળાઓના 7 લાખ જેટલા વિધાર્થીઓને મધ્યાહ્ન ભોજન આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. તેમજ આગામી 31મી માર્ચ, 2022થી રાજ્યની 29,464 શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાનો આરંભ થશે. India News Gujarat

PM પોષણ યોજના અંતર્ગત રૂ. 1071 કરોડની મંજૂરી

Mid day Meal: તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા PM પોષણ યોજના અંતર્ગત વર્ષ 2022-23 માટે કુલ રૂપિયા 1071 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે. તેમજ 16મી માર્ચ, 2020થી કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હતી. તે સમયે બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ હેઠળ બાળકોને ફૂડ ગ્રેઇન તથા કૂકિંગ કોસ્ટની ચુકવણી કરવામાં આવી છે. જેમાં ફૂડ ગ્રેઇન પેટે 2 લાખ 61 હજારથી વધુ મેટ્રિક ટન અનાજ તથા કૂકિંગ કોસ્ટ પેટે રૂપિયા 1350 કરોડથી વધુ રકમ વિધાર્થીઓને આપવામાં આવી છે. India News Gujarat

યથાશક્તિ સહભાગી થવા અપીલ

Mid day Meal: શિક્ષણ મંત્રી જિતુ વાધાણીએ સર્વે નાગરિકોને પોતાના પરિવારના સભ્યના જન્મ દિવસ, લગ્ન દિવસ, તિથિ કે અન્ય શુભ પ્રસંગે ગામની શાળાઓના બાળકોને યથાશક્તિ ફૂડ કે ભોજનમાં તિથિ ભોજન રૂપે સહભાગી થવાની અપીલ કરી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના78 તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે શરૂ કરેલ દૂધ સંજીવની યોજના અને આદિવાસી પરિવારની શાળાએ જતી દીકરીઓને હાજરી 70 ટકા થાય ત્યાર અનાજ આપવા આરંભ કરેલ અન્નસંગમ યોજનાની વાત કરી હતી. India News Gujarat

Mid day Meal2

શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર શાળાઓ કરી રહી છે

Mid day Meal: શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરવાનું કામ શાળાઓ કરી રહી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, શાળામાં આવતું બાળક સરકાર- શિક્ષકને પરિવાર સોંપે છે. શિક્ષકો સતત મહેનત કરીને ગણન-લેખન-વાંચન સાથે સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા ઇશ્વરીય કામ કરી રહ્યા છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે શાળામાં બાળકોની સંખ્યા વધી રહી છે. India News Gujarat

રાજ્યના શિક્ષણની ચિંતા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી

Mid day Meal: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળી ત્યારથી જ રાજ્યના શિક્ષણની ચિંતા કરી હતી, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ સરકારના શાસનમાં વાલીઓ બાળકના શિક્ષણ માટે જાગૃત બને તે માટે ગામેગામ આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આંગણવાડીમાંથી ઘોરણ- 1માં પ્રવેશ લેવા ન આવે તો તેના વાલીને સમજવવાનું કામ પણ શિક્ષકો કરી રહ્યા છે. તેમજ રાજ્યની33૩ હજાર શાળાઓ આવેલી છે. જેમાં 19 હજાર ઓરડાઓની ઘટ છે. તેમાંથી ચાલુ વર્ષમાં સરકાર દ્વારા 10 હજાર ઓરડાઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2500 ઓરડાઓના કામ ચાલું છે. તેમજ 4 હજાર ઓરડા બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા કાર્યરત છે. તેમજ બાળકો સરળતાથી ભણવા જઇ શકે તેની સાથે શાળાઓમાં શિક્ષણનું એક સારું વાતાવરણ ઊભું કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. India News Gujarat

શાળાના બાળકોને સ્વહસ્તે પિરસ્યું ભોજન

Mid day Meal1

Mid day Meal: બોરીજ શાળામાં મધ્યાહન ભોજન યોજનાના આરંભે મંત્રી જિતુ વાધાણી દ્વારા પિતા સ્વ. સવજીભાઈ કરશનભાઇ વાધાણીની પૂણ્યતિથિ નિમિત્તે મિષ્ટાન પ્રસાદના દાતા બન્યા હતા. તેમજ તેમણે તમામ શાળાના બાળકોને પોતાના હસ્તે મિષ્ટાનનું પીરસ્યું હતું. તેમજ બાળકો સાથે સજ્જતાથી વાત કરીને મધ્યાહ્ન ભોજન યોજના અંગેના પ્રતિભાવ પણ જાણ્યા હતા. India News Gujarat

Mid day Meal

આ પણ વાંચોઃ Name Changed: નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે PM મ્યુઝિયમ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન – India News Gujarat

આ પણ વાંચોઃ History Of Indian Army Regiment : क्यों उठ रही ‘अहीर रेजिमेंट’ बनाने की मांग?

SHARE

Related stories

Latest stories