HomeBusinessLIC IPO:દેશના સૌથી મોટા IPO ને 3 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું-India News Gujarat

LIC IPO:દેશના સૌથી મોટા IPO ને 3 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું-India News Gujarat

Date:

LIC IPO : શેરની 12 મે ના રોજ ફાળવણી અને 17 એ લિસ્ટિંગ થશે-India News Gujarat

  • LIC IPO : ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીના શેર 2.83 ગણા સબસ્ક્રાઇબ થયા હતા. આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેર માટે 11.20 કરોડ બિડ કરવામાં આવી હતી.
  • બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી હેઠળ, 2,96,48,427 શેર ઓફર કરવામાં આવ્યા હતા જેના માટે 8,61,93,060 બિડ કરવામાં આવી હતી.
  • લગભગ ત્રણ ગણા સબસ્ક્રિપ્શન સાથે સોમવારે LIC IPO બંધ થયો છે.
  • સ્થાનિક રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જ્યારે વિદેશી રોકાણકારોની પ્રતિક્રિયા ઠંડી રહી હતી.
  • દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ છે.
  • દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં તેના 3.5 ટકા હિસ્સાના વેચાણથી સરકારને રૂ. 20,500 કરોડ  મળશે.
  • જો કે, વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારીને સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે તે ‘આત્મનિર્ભર ભારત’નું ઉદાહરણ છે અને આ ઈશ્યુને રોકાણકારોના વિવિધ વર્ગો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે.
  • LIC IPO 4મી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું હતું અને 9મી મેના રોજ બંધ થયું હતું.
  • LICના IPO હેઠળ 16,20,78,067 શેર ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ તેની સરખામણીમાં 2.95 ગણી બિડ કરવામાં આવી છે.
  • સાંજે 7 વાગ્યા સુધીના શેરબજારો પર ઉપલબ્ધ ડેટા અનુસાર રોકાણકારો દ્વારા આ શેર્સ માટે 47,83,25,760 બિડ કરવામાં આવી હતી.
  • LIC ના શેર 12 મેના રોજ બિડિંગ રોકાણકારોને ફાળવવામાં આવશે જ્યારે LIC  17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

સંસ્થાકીય ખરીદદારોની શ્રેણી માટે 2.83 ગણું સબ્સ્ક્રિપ્શન

  • ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીના શેર 2.83 ગણા સબસ્ક્રાઇબ થયા હતા.
  • આ કેટેગરી માટે આરક્ષિત 3.95 કરોડ શેર માટે 11.20 કરોડ બિડ કરવામાં આવી હતી.
  • બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી હેઠળ, 2,96,48,427 શેર ઓફર કરવામાં આવ્યા હતા જેના માટે 8,61,93,060 બિડ કરવામાં આવી હતી. આમ NII સેગમેન્ટ 2.91 ગણું સબસ્ક્રાઇબ થયું છે.

રિટેલ સેગમેન્ટમાં 2 ગણું  સબ્સ્ક્રિપ્શન

  • છૂટક વ્યક્તિગત રોકાણકારોએ 6.9 કરોડ શેરની ઓફર સામે 13.77 કરોડ શેર માટે બિડ કરી હતી.
  • આ સેગમેન્ટ 1.99 ગણું સબ્સ્ક્રાઇબ થયું છે.
  • LIC પૉલિસીધારકો માટે આરક્ષિત સેગમેન્ટને છ ગણા સબ્સ્ક્રિપ્શન મળ્યા જ્યારે પાત્ર LIC કર્મચારીઓના સેગમેન્ટને 4.4 ગણી બિડ મળી છે.

ભારતનો સૌથી મોટો IPO

  • આ રકમ સાથે એલઆઈસીનો ઈશ્યુ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે.
  • આ પહેલા 2021માં આવેલ Paytmનો IPO 18,300 કરોડ રૂપિયાનો હતો. તે પહેલા વર્ષ 2010માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ લગભગ 15,500 કરોડ રૂપિયાનો હતો.

12 મેના રોજ શેર ઈશ્યુ કરવામાં આવશે

  • સ્થાનિક રોકાણકારોએ સફળતાપૂર્વક LICનો IPO ભર્યો છે. આ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.
  • તેમણે કહ્યું કે હવે વિદેશી રોકાણકારો પર નિર્ભરતા રહી નથી.
  • તુહિનકાન્ત  પાંડેએ જણાવ્યું હતું કે IPOમાં બિડર્સને 12 મેના રોજ શેરની ફાળવણી કરવામાં આવશે. આ સાથે LICના શેર 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

તમે આ પણ વાંચી શકો છો-

LIC IPO Update:રિટેલ રોકાણકારો માટે રૂ 45 ડિસ્કાઉન્ટ અને પોલિસી ધારકો માટે રૂ 60

તમે આ પણ વાંચી શકો છો-

LIC IPO:કદ ઘટાડાની છે સંભાવના

SHARE

Related stories

Latest stories