HomeIndiaKhelo India:યુથ ગેમ્સમાં ગુજરાતની તસ્નીમ મીરે સિલ્વર મેડલ જીત્યો-India News Gujarat

Khelo India:યુથ ગેમ્સમાં ગુજરાતની તસ્નીમ મીરે સિલ્વર મેડલ જીત્યો-India News Gujarat

Date:

Khelo India:યુથ ગેમ્સમાં ગુજરાતની તસ્નીમ મીરે સિલ્વર મેડલ જીત્યો-India News Gujarat

  • Khelo India Youth Games: બેડમિન્ટનની રમતમાં ભારતની સ્ટાર ઉન્નતિ હુડ્ડાએ ગુજરાતની તસ્નીમ મીરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • જ્યારે વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય પદક જીત્યો.
  • ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Youth Games 2022) 2022 ટુર્નામેન્ટ ભારતના હરિયાણામાં ચાલી રહી છે.
  • જેમાં ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.
  • ગુજરાતના મહેસાણા શહેરની તસ્નીમ મીર (Tasnim Mir) એ બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કરતા રાજ્યનું નામ રોશન કર્યું છે.
  • તસ્નીમ મીરે બેડમિન્ટનની સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
  • બેડમિન્ટન સ્પર્ધામાં ફાઇનલ મેચમાં 14 વર્ષની ઉન્નતિ હુડ્ડાએ શાનદાર પ્રદર્શન કરતા ગુજરાતની તસ્નીમ મીરને માત આપીને ગોલ્ડ મેડલ જીતી હતી અને હાર સાથે તસ્નીમ મીરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
  • સૌથી નાની ઉમરે ભારતની ટીમમાં ઉબેર કપમાં સ્થાન મેળવનારી ઉન્નતીએ પુર્વ વર્લ્ડ જુનિયર નંબર 1 એવી ગુજરાતની તસ્નીમ મીર સામે પહેલો સેટ 9-21 ગુમાવ્યો હતો.
  • જ્યારે બીજા રાઉન્ડમાં ઉન્નતિ 11-18 થી પાછળ હતી. ઉન્નતિએ 4 મેચ પોઇન્ટ બચાવ્યા હતા.
  • જેના કારણે તે મેચમાં કમબેક કરવાની તક મળી હતી.
  • ઉન્નતિએ 47 મિનિટ સુધી ચાલેલી ફાઇનલ મેચમાં 9-21, 23-21 અને 21-12 થી જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ટ્વીટ તમે જોઈ શકો છો

મહિલા કેટેગરીમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન

  • બીજી તરફ વોલીબોલની રમતમાં મહિલા કેટેગરીમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ત્રીજા સ્થાને રહી કાંસ્ય પદક પર કબજો કર્યો હતો.
  • જ્યારે ગોલ્ડ મેડલ પર તમિલનાડુ ટીમે કબજો કર્યો હતો અને સિલ્વર મેડલ હરિયાણાની ટીમે જીત્યો હતો.
  • પશ્ચિમ બંગાળની ટીમ સામે ગુજરાતે કાંસ્ય પદકની મેચમાં મહિલા ટીમે 3-2 થી શાનદાર જીત મેળવી હતી.
  • કાંસ્ય પદકની મેચમાં ગુજરાતની ટીમે પહેલો સેટ 26-24 થી જીત્યો હતો. પહેલો સેટ ઘણો રોમાંચક જોવા મળ્યો હતો.

ગુજરાતની મહિલા ટીમે મજબુત સ્થિતિ

  • જોકે ત્યાર બાદ બંગાળની ટીમે મજબુત લડત આપી હતી.
  • જેમાં ગુજરાતની સામે બંગાળની મહિલા ટીમે બીજો સેટ 25-20 થી જીતી લીધો હતો.
  • ત્યાર બાદ ત્રીજા સેટમાં પણ બંગાળની મહિલા ટીમ ગુજરાતની ટીમ પર હાવી રહી હતી અને ત્રીજો સેટ 25-13 થી જીતી લીધો હતો.
  • આમ ગુજરાતની મહિલા ટીમ 1-2 થી પાછળ રહી હતી.
  • બે સેટમાં પાછળ રહ્યા બાદ ગુજરાતની ટીમે ચોથા સેટમાં શાનદાર વાપસી કરતી જોવા મળી હતી અને ચોથો સેટ 25-23 થી જીત મેળવવામાં સફળ રહી હતી.
  • આમ ગુજરાતની મહિલા ટીમે મજબુત સ્થિતિએ પહોંચી ગઇ હતી. ત્યાર બાદ પાંચમાં અને અંતિમ સેટમાં ગુજરાતની ટીમે 15-13 થી જીતી લીધો હતો.
  • આ મેચ 127 મિનિટ સુધી ચાલ્યો હતો. આ પહેલા ગુજરાતની મહિલા ટીમે સેમિ ફાઇનલ મેચમાં હરિયાણા ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ કાંસ્ય પદક સામે પશ્ચિમ બંગાળ સામે જીત મેળવી હતી.

તમે આ પણ વાંચી શકો છો-

IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20 મેચની 94 % ટિકિટો વહેંચાઇ ગઇ

તમે આ પણ વાંચી શકો છો-

French Open 2022 : શું વર્લ્ડ નંબર વન IGA પર ભારે પડશે કોકો ?

SHARE

Related stories

Latest stories