Eclipse felt saffron carry
ફળોની રાજા કહેવાતી કેરી થઈ મોંઘી,સિઝનના ફાલમાં ઘટ
Eclipse felt saffron carry:-કેસર કેરીને લાગ્યું ગ્રહણ:ગીર અને કચ્છની કેસર કેરીની ગત વર્ષે અછત વર્તાઇ હતી.ગીર અને કચ્છની કેસર ખુબજ વિશ્વ વિખ્યાત છે. કેરીની અનેકો જાતો પ્રખ્યાત થઈ છે પણ કેસરે પોતાના સ્વાદ અને રંગ અને સુગંધથી સ્વાદપ્રિય બની છે.તેમાં પણ ગુજરાતના ગીર અને એમાં પણ તાલાલાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તો ગુજરાતના રણ વિસ્તારમાં કેરીનું વાવેતર કરાય છે.કચ્છ માં અંદાજે દસ એકરથી વધુ કેરીનો વાવેતર થાય છે. આમ કચ્છની કેસર કેરી પણ પોતાના સ્વાદથી પોતાના ચાહકોનો એક વિશાળ વર્ગ બનાવી ચુકી છે. આમ કેટલાયે ખેડૂતો કેરીની ખેતીથી પોતાનું ઘરનું ભરણપોષણ ચલાવે છે પરંતુ આ સીઝન કમોસમી વરસાદ અને વાવાઝોડાના લીધે કેરી નો ફાલ ઓછું ઉતરતા ખેડૂતો ચિંતીત બન્યા છે.INDIA NEWS GUJARAT
વાવાઝોડા અને માવઠાની અસરના પગલે કેસર કેરી મોંઘી અને મોડી માર્કેટમાં આવી
Eclipse felt saffron carry:-કેસર કેરીને લાગ્યું ગ્રહણ …ગુજરાતની ગીરની કેસર કેરી જગવિખ્યાત છે પણ આ વર્ષે કેસર કેરીના પાક પર કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે હજારો આંબાઓના મૂળિયાં હલબલી ગયા છે. ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં 13,800 હેકટરમાં પથરાયેલા આંબાના વૃક્ષોને નુકસાન થયું થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. સૂર્ય તાપ જો સારો રહે તો કેરીનો ફળ વિકસિત થતું હોય છે. આમ તો કેવો ફાલ આ વર્ષે રહે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે પણ કુદરતની નેમ પર જ આધારિત રહેવું પડે છે.INDIA NEWS GUJARAT
કેસર અને હાફુસ સાથે અન્ય જાતોના પણ ભાવમાં ધરખમ વધારો
Eclipse felt saffron carry-કેસર કેરીને લાગ્યું ગ્રહણકમોસમી વરસાદ અને ગુજરાત પર ત્રાટકેલા ચક્રવાત તૌકતેના કારણે કેરીની ઉપજમાં ઘટ આવી છે.કેસર,હાફુસ,લંગડા, બદામ,તોતાપુરી, સિંદુરી અને સફેદા જેવી કેરીની જાતોમાં આ વર્ષે લગભગ ત્રીસ ટકા જેટલા ભાવ વધારા સાથે બઝારમાં વેચાઈ રહી છેINDIA NEWS GUJARAT
આમ કે આમ ગુટલીયો કે દામ
Eclipse felt saffron carry:કેસર કેરીને લાગ્યું ગ્રહણ…આંબા નું મહત્વ આમ તો આરોગ્યની દ્રષ્ટિએ ખુબજ મહત્વનું રહ્યું છે.સાથો સાથ આંબાની ગોટલી પણ અનેકો ઉપયોગમાં આવે છે.ખેડૂતો દ્વારા નવા છોડની કલમો માટે બીજ તરીકે ગોટલીનો મુખ્ય ઉપયોગ કરાતું આવ્યું છે.તો આમ લોકો તેમાંથી મુખવાસ કે અન્ય દેશી દવાઓ બનાવામાં ઉપયોગી છે.આપણા દેશમાં સાતસો થી વધુ જાતો કેરીની થાય છે.આ બધી જાતોમાં વિટામીન ભરપુર હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્લોરોફીલ, મેલીક એસિડ,ગુંદ, પોટાશની ભરપૂર માત્રા આ ફળમાં હોવાથી અમૃતફળ તરીકે પણ આને સંબોધાતું હોય છે.આયુર્વેદની દ્રષ્ટિએ રુચિ ઉપજાવનાર તરસ ઊલટી, વાયુ પિત્ત વગેરે રોગોથી દૂર રાખનાર ફળ માં કેરીના ફળને માન્યતા આપાઈ છે..INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :Dedication to Banas Dairy Nation-બનાસ ડેરી રાષ્ટ્રને અર્પણ :India News Gujarat
આ પણ વાંચી શકો :BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી-INDIA NEWS GUJARAT