kedarnath yatra અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી
kedarnath yatraને સોમવારે સવારથી સતત વરસાદ અને ભારે વરસાદ થવાની ચેતવણી વચ્ચે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. પોલીસના કહેવા અનુસાર શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન કરવા નહીં આવવા અને પોતાની હોટેલમાં પરત ફરવા સલાહ આપવામાં આવી છે.
ગંગોત્રી અને યમુનોત્રી ધામોના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રા શરુ થઈ છે. kedarnathના કપાટ છ મેના રોજ, જ્યારે બદ્રીનાથના કપાટ 8મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથા ધામના કપાટ ખુલ્યા પહેલા પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ એપ્રિલના અંતમાં મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા નિર્માણ કાર્યો અને આગામી યાત્રા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી.-India News Gujarat
- kedarnath ધામ તીર્થયાત્રીઓ ફસાયા
- ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગમાં લોકો ફસાયા
- હવામાન સાફ થયા બાદ મુસાફરોને રવાના કરાશે
હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો વળી જિલ્લા પ્રશાસને રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધી મુસાફરોની રોકી રાખ્યા છે.ગૌરીકુંડમાં મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે તીર્થયાત્રીઓ ઠેકઠેકાણે ફસાયેલા છે.-India News Gujarat
હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું
હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.
ઠંડી અને વરસાદની વચ્ચે કેદારનાથના દર્શન કરવા માટે લોકો લાઈનોમાં લાગેલા છે. આજે સવારે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓને રોકી રાખવામા આવ્યા છે. તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે. હવે મૌસમ સાફ થતા તેમને કેદારનાથ બાજૂ મોકલવામાં આવશે. સતત થઈ રહેલા વરસાદના કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સુરક્ષિત જગ્યાએ રોકી રાખ્યા છે. હવામાન ખરાબ હોવાના કારણે કેટલાય સેવાઓ બંધ પડી છે. કેદારઘાટીમાં વરસાદના કારણે ધુમ્મસ છવાયેલો છે.
અનેક સેવાઓ બંધ પડી
ગૌરીકુંડથી રુદ્રપ્રયાગ સુધી 8થી 10 હજાર મુસાફરો ફસાયેલા
વિઝિબિલિટી ન હોવાના કારણે સેવાઓનું સંચાલન બંધ પડ્યું છે. આ ઉપરાંત વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં રાહત મળી છે. તો વળી કેદારનાથ ધામ પર તેની ખરાબ અસર જોવા મળી રહી છે. ગૌરીકુંડથી રુદ્રપ્રયાગ સુધી 8થી 10 હજાર મુસાફરો ફસાયેલા છે.
પોલીસે જણાવ્યું છે કે, હવામાન વિભાગે એલર્ટ આપ્યા બાદ જિલ્લમાં સવારે વરસાદ થયો છે. કેદારનાથ જતાં તીર્થયાત્રીઓને સુરક્ષિત જગ્યા પર રોકી રાખવામાં આવ્યા છે. વરસાદના કારણે આ યાત્રા પર બ્રેક લાગ્યો છે. હવામાન સાફ થયા બાદ જ તીર્થયાત્રીઓને કેદારનાથ તરફ જવા દેવામા આવશે. ગુપ્તકાશી અને રુદ્રપ્રયાગ વચ્ચે પાંચ હજાર જેટલા શ્રદ્ધાળુઓને રોકી રાખવામાં આવ્યા છે -India News Gujarat
તમે આ વાંચી શકો છો: Surat સહિત દક્ષિણ ગુજરાતમાં primonsoon એક્ટિવિટી શરૂ
તમે આ વાંચી શકો છો: Takshashila અગ્નિકાંડની ઘટનામાં 15થી વધુ લોકોને બચાવનાર ત્રણ વર્ષથી પથારીવશ