HomeIndiaKarnataka Contractor Suicide Case: કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર આત્મહત્યાનો મામલો ગરમાયો, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા...

Karnataka Contractor Suicide Case: કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર આત્મહત્યાનો મામલો ગરમાયો, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને શિવકુમાર કસ્ટડીમાં

Date:

Karnataka Contractor Suicide Case: કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર આત્મહત્યાનો મામલો ગરમાયો, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને શિવકુમાર કસ્ટડીમાં

કર્ણાટકમાં કોન્ટ્રાક્ટરની આત્મહત્યાને લઈને ઉભો થયેલો હોબાળો વધુ ઘેરો બની રહ્યો છે. મંત્રી ઇશ્વરપ્પાની ધરપકડની માગણી સાથે વિરોધ કરવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના ઘરે જઈ રહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ નેતાઓમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને પૂર્વ મંત્રી ડીકે શિવકુમારનો સમાવેશ થાય છે.

કે. ઇશ્વરપ્પાને પણ પદ પરથી હટાવવાની માંગ

કોંગ્રેસ બોમાઈ સરકારના મંત્રી કે. ઇશ્વરપ્પાને પણ પદ પરથી હટાવવાની માંગણી કરી રહી છે. ઈશ્વરપ્પા પર કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે. પોલીસે ઈશ્વરપ્પા અને તેના બે સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઇશ્વરપ્પાએ બુધવારે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે.

કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારના કર્યા હતા આક્ષેપો 

કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરતા પહેલા મંત્રી ઇશ્વરપ્પા પર કથિત રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે 40 ટકા લાંચ માંગવામાં આવી રહી છે. દરમિયાન, કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેના બેલગાવી સ્થિત ઘરે મોકલવામાં આવ્યો હતો. પાટીલનો મૃતદેહ મંગળવારે ઉડુપીની એક લોજમાંથી મળી આવ્યો હતો. તેણે પોતાના મૃત્યુની જવાબદારી ઈશ્વરપ્પાને જણાવી હતી. ત્યારથી વિપક્ષ ઇશ્વરપ્પાના રાજીનામાની માંગ કરી રહ્યો છે.

ઈશ્વરપ્પાની ધરપકડ કરોઃ કોંગ્રેસ

બીજી તરફ કોંગ્રેસના નેતા નાસિર હુસૈને કહ્યું છે કે મંત્રી ઈશ્વરપ્પા આત્મહત્યાના કેસમાં સીધા સામેલ છે. તેણે આરોપ લગાવ્યો કે ઈશ્વરપ્પા કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ પાસેથી 40 ટકા કમિશનની માંગ કરતા હતા. ઈશ્વરપ્પાને તાત્કાલિક પદ પરથી હટાવીને ધરપકડ કરવી જોઈએ.

 

આ પણ વાંચી શકો :PM GARIB KALYAN  અન્ન યોજના વધુ છ મહિના માટે લંબાવવામાં આવી

આ પણ વાંચી શકો :Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories