Julhan Goswami એ ઈતિહાસ રચ્યો-વનડે ક્રિકેટમાં 250 વિકેટ લેનારી પહેલી મહિલા બોલર , ઇંગ્લેન્ડ સામેની મેચમાં ખાસ રેકોર્ડ બનાવ્યો-India News Gujarat
- ઈન્ડિયન મહિલા ટીમની (Indian Womens Team) ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી(Julhan Goswami) વનડે ક્રિકેટમાં 250 વિકેટ લેનારી પહેલી મહિલા બોલર બની ગઈ છે.
- તેણે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ સિદ્ધિ મેળવી છે. જોકે મહિલા વર્લ્ડ કપમાં(Womens World Cup) ઈન્ડિયન ટીમને (Indian Team) ઇંગ્લેન્ડ સામે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.
- તેવામાં ભારત માટે ભલે આ મેચ કંઈ ખાસ ન રહી હોય, પરંતુ ઝૂલને(Julhan Goswami) આ મેચને યાદગાર બનાવી લીધી છે
39 વર્ષની ઉંમરમાં સિદ્ધિ મેળવી
- ઝૂલન 250 વિકેટ લેનારી પહેલી મહિલા બોલર બની ગઈ છે. ઝૂલને ઇંગ્લેન્ડની ઓપનિંગ બેટર ટેમી બ્યૂમોન્ટને LBW કરી આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં પણ ઝૂલનનું શાનદાર પ્રદર્શન
- ઝૂલન ગોસ્વામી(Julhan Goswami) એ વનડે સિવાય ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બોલિંગ કરી છે.
- ઝૂલને (Julhan Goswami) ટેસ્ટ ક્રિકેટમાં ત્રણવાર પાંચ વિકેટ અને એકવાર 10 વિકેટ લીધી છે.
- એક ઈનિંગમાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપી 5 વિકેટ લીધી છે.
- જ્યારે એક ટેસ્ટ મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 78 રન આપી 10 વિકેટનું રહ્યું છે.
- આના સિવાય ઝૂલને T20 ક્રિકેટમાં પણ 68 મેચમાં 56 વિકેટ લીધી છે અને 5.45ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. T20માં ઝૂલને 405 રન પણ કર્યા છે.
મહિલા વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની બીજી હાર
- અત્યારની ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમની આ ચોથી હાર છે.
- ઇંગ્લેન્ડ પહેલા ન્યૂઝીલેન્ડે ભારતને 62 રનથી હરાવ્યું હતું.
- તેવામાં ભારતે 4 મેચમાંથી 2 જીતી છે જ્યારે 2માં હારનો સામનો કર્યો છે.
- તેવામાં અત્યારે ટીમ ઈન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં 4 પોઈન્ટ સાથે ત્રીજા નંબર છે.
- જ્યારે ઇંગ્લેન્ડ 7માં નંબર પર છે.
- વાસ્તવમાં ઈંગ્લેન્ડની ઈનિંગની 5મી ઓવરમાં ઝુલન ગોસ્વામીના(Julhan Goswami) 5માં બોલ પર નતાલીને જીવનદાન મળ્યું હતું.
- બોલ બેટની એડ્જ લઈને સ્ટમ્પ સાથે અથડાયો હતો પરંતુ બેઈલ ન પડતા બેટર નોટઆઉટ રહી હતી.
- આ જોઈને બધા ચોંકી ગયા હતા કે બોલ અને સ્ટમ્પનો સંપર્ક થયો હોવા છતા બેલ્સ કેમ ન પડ્યાં.
- પરંતુ આ જીવનદાન ભારત માટે ગેમ ચેન્જર રહ્યું. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 12 રન હતો. ત્યારપછી સિવરે 45 રન કરીને ટીમને જીત સુધી દોરી ગઈ હતી.
તમે પણ આ વાંચી શકો છો –
IPL2022-હાર્દિક પંડ્યા ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો –
DC Schedule IPL 2022- દિલ્હી કેપિટલ્સનું સંપૂર્ણ સમયપત્રક-India News Gujarat