JAMMU KASHMIR TERRORIST ATTACK : બારામુલ્લામાં આતંકવાદીઓ દ્વારા સરપંચની ગોળી મારી હત્યા, બે મહિનામાં ચોથી ઘટના
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં, આતંકવાદીઓએ શુક્રવારે સાંજે ગોશબુગ પટ્ટન ખાતે સ્વતંત્ર સરપંચ મંજૂર અહેમદ બાંગરૂની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યાં આ ઘટના બની તે વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.બાંગરુને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આતંકવાદીઓની ગોળીઓથી ઘાયલ થયા બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Terrorists fired upon independent sarpanch Manzoor Ahmad at Goshbugh area of Pattan in district Baramulla leaving him critically injured. He was shifted to hospital where doctors declared him brought dead: J&K Police
— ANI (@ANI) April 15, 2022
બાંગારુ અપક્ષ સરપંચ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બાંગારુ અપક્ષ સરપંચ હતા. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, “બારામુલ્લા જિલ્લાના પટ્ટનના ગોશબુગ વિસ્તારમાં આતંકવાદીઓએ સ્વતંત્ર સરપંચ મંજૂર અહેમદ પર ગોળીબાર કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.” તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
છ સપ્તાહમાં પંચાયત સભ્યની આ ચોથી હત્યા
મળતી માહિતી મુજબ છેલ્લા છ સપ્તાહમાં પંચાયત સભ્યની આ ચોથી હત્યા છે. ગયા મહિને આતંકવાદીઓએ કુલગામમાં સરપંચની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓએ શબ્બીર અહેમદ મીરને તેના ઘરની ખૂબ નજીક ગોળી મારી હતી. આ ઘટનાના બે દિવસ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરની બહારના વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચી શકો :PM GARIB KALYAN અન્ન યોજના વધુ છ મહિના માટે લંબાવવામાં આવી
આ પણ વાંચી શકો :Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે