JAMMU KASHMIR ENCOUNTER: જમ્મુ-કાશ્મીર: કુલગામમાં પાકિસ્તાની આતંકવાદી હૈદર સહિત બેના મોત
કુલગામમાં આતંકવાદીઓની હાજરી બાદ સુરક્ષા દળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન એક વિદેશી અને એક સ્થાનિક આતંકવાદી માર્યા ગયા છે. આ સાથે કામગીરી પૂરી થઈ ગઈ છે.
આતંકી સુરક્ષા દળોના હિટ લિસ્ટમાં હતો
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમાં એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે. બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT)ના હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીને ઘેરી લીધા પછી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી જિલ્લાના ચેયાન દેવસર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું.
બે વર્ષથી સક્રિય રહેલો પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો
આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની આતંકવાદી હૈદર તરીકે થઈ છે. તે ઉત્તર કાશ્મીરમાં બે વર્ષથી વધુ સમયથી સક્રિય હતો અને અનેક આતંકી ગુનાઓમાં સામેલ હતો.
એક પોલીસકર્મીની હત્યા
આ પહેલા શનિવારે સવારે આતંકવાદીઓએ હુમલો કરીને એક પોલીસકર્મીની હત્યા કરી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીએ મોડી સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તે પોલીસ કંટ્રોલ રૂમ હેલ્પલાઈન 112માં ડ્રાઈવર તરીકે તૈનાત હતો.
આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન
ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આતંકીઓ મળ્યા ન હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 8.50 વાગ્યે બની હતી. બાઈક પર જઈ રહેલા કોન્સ્ટેબલ ગુલામ હસનને સફાકદલ વિસ્તારમાં આઈવા બ્રિજ પાસે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી.ગોળી વાગતાની સાથે જ તે બાઇક પરથી નીચે પડી ગયો હતો. ત્યારપછી આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોહીથી લથપથ પોલીસકર્મીને તરત જ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોડી સાંજે તેણે દમ તોડી દીધો હતો.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે