HomeIndiaIPL 2022- Kane Williamson કેચ આઉટનો વિવાદ વકર્યો-India News Gujarat

IPL 2022- Kane Williamson કેચ આઉટનો વિવાદ વકર્યો-India News Gujarat

Date:

IPL 2022 Sunrisers Hyderabad :  Kane Williamson કેચ આઉટનો વિવાદ વકર્યો, -India News Gujarat

  • સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
  • આ મેચમાં કેન વિલિયમસન (Kane Williamson) નો કેચ વિવાદાસ્પદ બન્યો હતો.
  • IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની શરૂઆત ખરાબ રહી હતી.
  • પોતાની પ્રથમ મેચમાં તેને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
  • મંગળવારે એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સનરાઇઝર્સને રોયલ્સ દ્વારા 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Sunrisers Hyderabad  અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

  • મેચ દરમિયાન કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ની વિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો.
  • 200થી વધુ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સે( કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી.
  • જો કે તેનો કેચ યોગ્ય હતો કે નહીં તે અંગે ઘણો વિવાદ થયો હતો, જે સોશિયલ મીડિયા પર પણ છવાયેલો હતો.
  • મેચ બાદ ટીમના કોચ ટોસ મૂડી ખૂબ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.
  • તેમણે ટીવી અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
  • મેચ હાર્યા બાદ હૈદરાબાદના(Sunrisers Hyderabad)
  • કોચ ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેનને આઉટ આપવામાં આવ્યો, ખાસ કરીને જ્યારે અમે રિપ્લે જોયું.
  • હું સમજી શકું છું કે ફિલ્ડ અમ્પાયર શા માટે થર્ડ અમ્પાયર તરફ વળ્યા હતા.
  • ટીમના મેનેજમેન્ટે તેની સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

હૈદરાબાદે (Sunrisers Hyderabad)ફરિયાદ નોંધાવી હતી

  • મિડીયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી નારાજ, સનરાઇઝર્સ હૈદરાબાદે  (Sunrisers Hyderabad)
  • IPL ગવર્નિંગ કાઉન્સિલમાં અમ્પાયર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
  • ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ લખ્યું, ‘હા, અમે આના વિરુદ્ધ બીસીસીઆઈને(BCCI)  ફરિયાદ મોકલી છે.
  • નિયમો અનુસાર, કોચ પહેલા તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે અને ત્યાર બાદ બાકીની પ્રક્રિયા થાય છે.

શું હતો સમગ્ર મામલો  Sunrisers Hyderabad 

  • હૈદરાબાદની (Sunrisers Hyderabad)ટીમને 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
  • બીજી ઓવરના ચોથા બોલ પર, પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ વિલિયમસનના બેટની બહારની કિનારે અથડાયો અને વિકેટકીપર અને પ્રથમ સ્લિપ પર ઉભેલા ફિલ્ડરની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.
  • રાજસ્થાનના વિકેટકીપર સંજુ સેમસને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લોવઝમાં અથડાયા બાદ સ્લીપમાં જતો રહ્યો.
  • દેવદત્ત પડિકલે આ બોલ ઝડપી લીધો અને આઉટ માટે અપીલ કરી.
  • અમ્પાયરે તેને ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યો જેણે વિલિયમસનને આઉટ આપ્યો.
  • રિપ્લે દેખાડવામાં આવી રહ્યુ હતુ, તેથી એંગલથી જોતા એવું લાગતું હતું કે બોલ પડિકલના હાથમાં આવતા પહેલા જમીનને સ્પર્શી ગયો હતો.

તમે પણ આ વાંચી શકો છો –

IPL 2022 RCB -ગ્લેન મેક્સવેલ ટીમ સાથે જોડાયા

તમે પણ આ વાંચી શકો છો –

IPL 2022 lalit Yadavs Statement-અક્ષર પટેલને લઇને નિવેદન

SHARE

Related stories

Latest stories