HomeIndiaInternational Women's Day: મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી - INDIA NEWS...

International Women’s Day: મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી – INDIA NEWS GUJARAT

Date:

International Women’s Day: વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિતે સુરત ખાતે ડોકટર જીજ્ઞા બેન ઓઝા અને સુરત કવયીત્રીઓ દ્વારા કવયિત્રી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કવયિત્રી સમેલનનું આયોજન કરવામાં આવ્યું

મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસલ કરવા માટે એજન્ડા અને કૉલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય મેળવવા માટે ઈવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવી રહ્યા હોય જેના ભાગ રૂપે સુરત ખાતે કવયિત્રી સ્મેલનનું આયોજન કરાયું હતું જેમાં એક કવયિત્રી ઓ નું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેનું નામ શબ્દ રૂપેણ સંસ્થિતા રાખવામાં આવ્યું હતું જે ગ્રુપ દ્વાર સમગ્ર સમેલં રાખવામાં આવ્યું હતું જેમ બોમ્બે થી લઇ આણંદ સુધી ની કવયિત્રી મહિલાઓ ઓ ભાગ લીધો હતો સમગ્ર આયોજન માં ભાગ લીધેલ મહિલાઓ દ્વારા પોતે બનાવેલ કવિતાઓ રજૂ કરી મહિલા દિવસ ની શુભેચ્છાઓ અર્પણ કરી હતી સમગ્ર વિશ્વ જ્યારે મહિલા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે સમગ્ર આયોજન માં કેટલાક પુરુષ કવિ ઓ દ્વારા પણ કવિતાઓ રૂપી મેસેજ મોકલી મહિલાઓ ને મહિલા દિવસ ની શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.

International Women’s Day: 1911 થી ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ

વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે,, આ ક્રાંતિ 20મી સદીમાં અમેરિકા સમાજવાદી અને શ્રમિક ચળવળો સાથે ઉદભવી હતી. તે સમયે મહિલાઓ કામકાજના કલાકો ઓછા કરવા, સમાન અને સારું વેતન તેમજ મતદાનના અધિકાર માટે લડતી હતી. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911 માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી. ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સામે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

તમે આ પણ વાંચી શકો છો:

ST Bus Launch: વાહન વ્યવહાર મંત્રી દ્વારા 100 નવી સ્લીપિંગ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોનું લોકાર્પણ 

તમે આ પણ વાંચી શકો છો:

Yaha Mogi Mata: કુળદેવી માતાના મેળાની તડામાર તૈયારી, પરંપરાગત ભાતીગળ મેળાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક

SHARE

Related stories

HMPV : શું કોરોનાની રસી નવા વાયરસને ખતમ કરી શકે છે?

INDIA NEWS GUJARAT : હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ શ્વસન સંબંધી...

Latest stories