HomeIndiaInternational Women's Day: ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ માટે દોડનું આયોજન...

International Women’s Day: ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ માટે દોડનું આયોજન – INDIA NEWS GUJARAT

Date:

International Women’s Day: સુરત ખાતે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ટ્રાફિક પોલીસ સાથે મળી સતત 7 મી વખત “નિમાયા ગ્રેટ રન -2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશા સાથે આયોજિત આ દોડમાં 2500 થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.

નિમાયા વુમન સેન્ટર અને ટ્રાફિક પોલીસ દ્વારા કરાયું આયોજન

ટ્રાફિક પોલીસના સહયોગથી સુરત ખાતે સામાજિક સેવાનું કામ કરતી સંસ્થા નિમાયા વુમન સેન્ટર દ્વારા ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશા સાથે “નિમાયા ગ્રેટ રન -2024નું આયોજન કરવામાં આવ્યું હતું.. મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજિત આ દોડમાં 2500 થી વધુ મહિલાઓ દ્વારા ભાગ લીધો હતો. સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડૉ.પૂજા નાડકર્ણી સીંગ એ જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન”નું આયોજન કરવામાં આવે છે.

International Women’s Day: હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ

આ વખતે પણ સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયમ્ સેવકોનો સહયોગ મળ્યો હતો. 2500થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો.

નિમાયા ગ્રેટ રન નું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાંચ હેતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સીંગએ ફ્લેગ ઑફ કર્યું હતું. અને અહિયાં હાજર મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સામાજીગ સંદેશ સાથે આ દોડ પૂરી કરી હતી.

તમે આ પણ વાંચી શકો છો:

Lalu Yadav: જનવિશ્વાસ રેલીમાં જુના અંદાજમાં જોવા મળ્યા લાલુ-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Rahul Gandhi on Anant Ambani: અંબાણી પરિવારની શાહી ઉજવણી પર રાહુલ ગાંધીનો ટોણો, લોકોને બેરોજગારીની યાદ અપાવી-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories