Indus Water Treaty: પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર વાતચીત કરશે
સિંધુ જળ સંધિ હેઠળ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર ચર્ચા કરવા પાકિસ્તાનની ટીમ દિલ્હી આવશે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સોમવારે ભારત પહોંચશે. આ દરમિયાન બંને પક્ષો સિંધુ જળ કરાર હેઠળના મોટા પ્રોજેક્ટો પર ચર્ચા કરે તેવી શક્યતા છે.
આ બેઠક દરમિયાન, બંને પક્ષો પૂર અંગેની આગોતરી માહિતી અને સિંધુ જળ પરના કાયમી કમિશનના વાર્ષિક અહેવાલ પર પણ ચર્ચા કરી શકે છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 1,000 મેગાવોટ ક્ષમતાની પાકુલ દુલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન પર પણ વાતચીત થઇ શકે છે.
118મી દ્વિપક્ષીય બેઠક
પાકિસ્તાનના સિંધુ જળ કમિશનર સૈયદ મેહર અલી શાહે કહ્યું કે, આ 118મી દ્વિપક્ષીય બેઠક હશે. અગાઉ આ વર્ષે 2 થી 4 માર્ચ દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણ દિવસીય વાટાઘાટો થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ જેલમ અને ચિનાબ જેવી નદીઓ પર બનેલા કોઈપણ જળવિદ્યુત પ્રોજેક્ટની મુલાકાત લેશે નહીં.
મળતી માહિતી મુજબ, પ્રતિનિધિમંડળ વાઘા બોર્ડર થઈને ભારત આવશે જ્યાં બંને દેશો PCIWનું આયોજન કરશે. 1 જૂને આ ટીમ પાકિસ્તાન પરત ફરશે.
આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ
આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે