HomeCorona Update1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે,નવી ગાઈડલાઈન અનુસાર કરી શકાશે મુસાફરી

1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે,નવી ગાઈડલાઈન અનુસાર કરી શકાશે મુસાફરી

Date:

લોકડાઉન 4માં છુટછાટ મળી રહી છે ત્યારે ટ્રેનો પણ 1 જુનથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…જો કે આ મહામારીની સમસ્યાને લઈ રેલમાં મુસાફરી કરવા નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે…21 મેથી 1 જુનથી જનારી ટ્રેનોનું બુકિંગ શરુ થઈ ચુક્યું છે..જો કે હવેથી ટ્રેનમાં જનરલ સહિત તમામ કોચ માટે રિઝર્વેશન થશે..IRCTCની વેબસાઈટ અથવા મોબાઈલ એપથી હુકિંગ કરી શકાશે..જનરલ કોચની ટિકીટ પણ ઓનલાઈન જ બુક કરાવવી પડશે..જ્યારે વધુમાં વધુ 30 દિવસ પહેલા ટિકીટ રિઝર્વ કરી શકાશે..તો સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમને અનુસરતા જેની પાસે કન્ફર્મ ટિકીટ હશે તે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશી શકશે..તો ટ્રેનમાં બધા પ્રકારના કોચ હશે..પરંતુ એસી કોચમાં કોઈ ચાદર, બ્લેન્કેટ કે પડદાની સુવિધા આપવામાં નહીં આવે..

 

 

SHARE

Related stories

Latest stories