HomeIndiaIndia VS Sa વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ

India VS Sa વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ

Date:

ક્રિકેટ એક જૂનુન – India VS Sa

India VS Sa – Indiaમાં ક્રિકેટ એ એક ધર્મ છે, એક જૂનુન છે, એક ઉત્સાહ છે, એક એનર્જી છે. અને કદાચ એટલે જ જ્યાં જુઓ ત્યાં તમને ક્રિકેટને ફેન્સ જોવા મળે છે. ચાહે વાત હોય વન-ડે ઈન્ટરનેશનલ મેચની કે ટેસ્ટ મેચની, વાત હોય રણજીની કે ટી-20ની, ચાહે વાત હોય દેશ માટે રમવાની કે પછી IPL ની. તમામ ફોર્મેટમાં ક્રિકેટ India હંમેશા હોટ ફેવરિટ ગણાય છે.

ખાસ કરીને ભારતની બહાર જ્યારે જવાનું હોય ત્યારે ટીમ માટે આકરી પરીક્ષા સાબિત થતી હોય છે ત્યારે ટીમની અંદરનું વાતાવરણ જેટલું સ્વસ્થય એટલી જ ટીમની જીતવાની શક્યતા વધી જાય છે. India VS Sa

India VS Sa વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ

India VS Sa વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે, જેની પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ સેશનમાં મહેનત કરવાનું શરૂ કરી દીધું છે. BCCIએ સોમવારે ટીમના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ એક ગેમપ્લાન અંતર્ગત ટીમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે.

ત્યારપછી કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડથી પોતાની બેટિંગ સ્કિલ્સ વધારવા પણ ટ્રેનિંગ લેતો નજરે પડ્યો છે. રાહુલ દ્રવિડ આમ પણ એક પ્રેરણાત્મક ખેલાડી તરીકે જોવાય છે અને તેવામાં દ્રવિડની હાજરી સ્વાભાવિક તરીકે ટીમ ઈન્ડિયાના યુવા પ્લેયર્સના મનોબળ વધારવા માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

રાહુલ, વિરાટ તમામ છે તૈયાર India VS Sa

વળી જ્યારે વિરાટ બેટિંગ કરે છે ત્યારે દ્રવિડ સહિત અન્ય પ્લેયર્સ સાથે મસ્તી કરતો પણ નજરે પડે છે. કોહલી જ્યારે બાઉન્સર બોલને છોડે છે ત્યારે અન્ય ટીમના મેમ્બર્સ પણ બૂમો પાડે છે કે લાલા ક્વોલિટી લાવો ક્વોલિટી. ત્યારપછી કોહલી હસતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં આ ઓડિયો સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે.

ભારતીય ટીમની આમ પણ આ ખાસિયત રહી છે કે તમામ અનુભવી ખેલાડીઓ સત્તત નવા પ્લેયર્સને પ્રોત્સાહિત કરતા જોવા મળતા હોય છે તથા અવારનવાર મજાક મસ્તીના મુડમાં જોવા મળ્યા છે.

SHARE

Related stories

Latest stories