HomeIndiaImpact of Russia-Ukraine War: રશિયા અને ભારતની બેંકો વચ્ચેની લેવડદેવડ ખોરવાઈ-INDIA NEWS...

Impact of Russia-Ukraine War: રશિયા અને ભારતની બેંકો વચ્ચેની લેવડદેવડ ખોરવાઈ-INDIA NEWS GUJARAT

Date:

Impact of the Russia-Ukraine War

છેલ્લા 30 દિવસ થી રશિયા યુક્રેન લડી રહ્યું છે.કોઈ પણ શમવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદયા છે. રશિયન બેંકો સાથેના વ્યવહારો અંગે ભારત તરફથી કોઈ ઔપચારિક સલાહ આપવામાં આવી નથી. જો કે, ઘણી કંપનીઓ સતત ફરિયાદ કરી રહી છે કે તેમને રૂટ ટ્રાન્ઝેક્શન દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા અને ભારતની બેંકો વચ્ચેની લેવડદેવડની ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે.જેના કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે.– Gujarat News Live

Problems in transactions too

યુએસ અને યુરોપિયન દેશોએ રશિયાની ઘણી આર્થિક સંસ્થાઓને SWIFT સેવામાંથી બહાર કરી દીધી છે. તે વૈશ્વિક બેંકિંગ મેસેજિંગ સેવા છે. જેના કારણે લેવડદેવડમાં પણ સમસ્યા સર્જાય છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ, ભારતની બેંકોમાં રશિયાની સૌથી મોટી બેંક SWIFT બહારથી પણ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા નથી.– Gujarat News Live

Sanctions on Russian banks are not fully implemented

નિયમનકારી અધિકારીએ કોઈ માર્ગદર્શિકા જાહેર કરી નથી. અત્યારે બેંકો પોતાની રીતે સાવચેતી રાખી રહી છે અને US, EU દ્વારા પ્રતિબંધિત બેંકો સાથે ઓછા વ્યવહારો કરી રહી છે.  ટ્રાન્ઝેક્શન માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે પણ ચર્ચા કરવામાં રહી છે.કેટલાક બેંકિંગ સ્ત્રોતો કહે છે કે રશિયન બેંકો પરના પ્રતિબંધો હજી સંપૂર્ણ રીતે લાગુ થયા નથી. બેંકો પણ કેટલાક વ્યવહારો વિશે સ્પષ્ટ નથી કે તેઓએ આ નિયંત્રણો સ્વીકારવા જોઈએ કે નહીં.– Gujarat News Live

આ પણ વાંચો : Birbhum Violence Update: મમતા સરકારને મોટો ફટકો: CBI બીરભૂમ હિંસાની તપાસ કરશે, હાઈકોર્ટનો આદેશ – India News Gujarat

 

SHARE

Related stories

Latest stories