HomeGujaratIIMUN Gujarat 2024 Conference : સુરત ખાતે IIMUN ગુજરાત 2024 કોન્ફરન્સનું ઉદ્ઘાટન,...

IIMUN Gujarat 2024 Conference : સુરત ખાતે IIMUN ગુજરાત 2024 કોન્ફરન્સનું ઉદ્ઘાટન, ગજેરા ગ્લોબલ સ્કૂલમાં કરાયું આયોજન – India News Gujarat

Date:

IIMUN Gujarat 2024 Conference : કોન્ફરન્સમાં વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા કોન્ફરન્સમાં કુલ ૧૭ કમિટીની રચના કરવામાં આવી હતી.

26 થી 28 એપ્રિલ 2024 દરમિયાન કરવામાં આવ્યું

ગજેરા ગ્લોબલ સ્કૂલ સુરત ખાતે IIMUN – ગુજરાત 2024 કોન્ફરન્સનું આયોજન 26 થી 28 એપ્રિલ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતુ.આ કોન્ફરન્સમાં વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

IIMUN Gujarat 2024 Conference : બાળકોને મંત્રમુગ્ધ કરી ઉત્સાહિત કર્યા હતા

સુરત ખાતે IIMUN ગુજરાત 2024 કોન્ફરન્સનું ઉદ્ઘાટન 26 એપ્રિલ ના રોજ ચાર વાગ્યે સંજીવ કુમાર ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા ડો. આર. ચિતમ્બરમ કે જેઓ દેશના જાણીતા વૈજ્ઞાનિક અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ છે. તેમણે વિકસિત ભારતની પરી કલ્પના કરી બાળકોને વૈજ્ઞાનિક અભિગમ અંગે સમજ પૂરી પાડતું અદભુત વક્તવ્ય રજૂ કર્યું હતું. તેવા જ બીજા મુખ્ય મહેમાન અને જાણીતા સંગીતકાર શ્રી લેસ્લી લુઇસ એ લાઈવ પરફોર્મન્સ દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કરી ઉત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ચેમ્બર ઓફ કોમર્સ સુરતના પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય યંગેસ્ટ ફિમેલ પાયલટ કુમારી મૈત્રી પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઇ ગજેરા અને કુમારી કિંજલ ગજેરા એ મહેમાનોને આવકાર સહિત. અભિવાદિત કર્યા હતા.તારીખ 27 અને 28 એપ્રિલ દરમિયાન ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ ખાતે સવારે 9 થી સાંજે 7 ના સમય દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ ચાલી હતી.

પ્રથમ ત્રણ વિજેતા ડેલિગેટ્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા

કોન્ફરન્સ દરમિયાન કુલ ૩૦ કરતાં વધારે શાળાઓના 500 કરતાં વધારે ડેલિગેટસે ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ દરમિયાન ૩૪ જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર દેશના વિવિધ રાજ્યોમાંથી પધાર્યા હતા. આ કોન્ફરન્સમાં કુલ ૧૭ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે લોકસભા, નીતિ આયોગ,UNSC, UNEP,IPL જેવી અનેક કમિટીઓમાં ડેલિગેટ દ્વારા પોતાના વિચારોની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. અને ડિબેટ કરી હતી. 28 એપ્રિલ સાંજે પાંચ વાગ્યે કોન્ફરન્સનો સમાપન સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં અનુપમ શુક્લાએ વિશેષ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહિત કર્યા હતા. હતો. જેમાં SVNIT- SURAT ના ડિરેક્ટર ડો. મજવરએ સમાપન સમારંભમાં તમામ કમિટીના પ્રથમ ત્રણ વિજેતા ડેલિગેટ્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી કિંજલ ચુનીભાઇ ગજેરાએ બાળકોને અભિનંદન આપી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

IIMUN Gujarat 2024 Conference : બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે તે પ્રકારનું વાતાવરણ આપવું

ગજેરા ટ્રસ્ટ અને સુનિતાસ મેકર સ્પેસનો આશય યુવાનોને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે જ્યાં બાળક વિચારે, રિસર્ચ કરે, ડિબેટ કરે અને બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે તે પ્રકારનું વાતાવરણ આપવું અને બાળકોને વૈશ્વિક કક્ષાએ લીડરશીપના ગુણો નાનપણથી ડેવલપ થાય તે માટેની પૂરતી તકો પૂરી પાડવા માટે કરવામાં આવ્યું છે..

તમે આ પણ વાંચી સકો છો :

MS Dhoni made a record: MS ધોનીએ બનાવ્યો રેકોર્ડ, IPLના ઈતિહાસના પુસ્તકમાં પોતાનું નામ નોંધાવ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Now Vande Metro train will run, it will start first in these cities, know all the details: હવે દોડશે વંદે મેટ્રો ટ્રેન, પહેલા આ શહેરોમાં શરૂ થશે, જાણો તમામ વિગતો

SHARE

Related stories

Latest stories