HomeIndiaવ્હોટ્સએપ વિડીયો કોલ રેકોર્ડ કઈ રીતે કરી શકાય ? જુઓ એક ક્લિક...

વ્હોટ્સએપ વિડીયો કોલ રેકોર્ડ કઈ રીતે કરી શકાય ? જુઓ એક ક્લિક કરીને

Date:

લોકડાઉનના કારણે લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ દ્વારા વિડીયો કોલિંગ કરી એક-બીજાની સાથે જોડાયેલા છે. વ્હોટ્સએપ સમયની સાથે-સાથે પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે જેનાથી યુઝર્સના અનુભવને વધુ સુંદર બનાવવામાં આવે છે. વ્હોટ્સએપની માલિકી વાળી ફેસબુકે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે, હવે વ્હોટ્સએપ દ્વ્રારા ગ્રુપમાં એક સાથે આઠ યુઝર્સ પરસ્પર વિડીયો કોલિંગ કરી શકશે. આ અગાઉ માત્ર ૪ લોકો જ એક વખતમાં વિડીયો કોલિંગનો આનંદ ઉઠાવી શકતા હતા. વ્હોટ્સએપનો નવું અપડેટ અત્યાર સુધી ઘણા લોકોને મળ્યું છે, પરંતુ ધીરે-ધીરે બધા લોકોને મળી જશે.

વિડીયો કોલ દરમિયાન ઘણી વખત કેટલીક વસ્તુઓને રેકોર્ડ કરવી ખુબ જ જરૂરી થઈ જાય છે, આ વાત પર ધ્યાન આપતા આજે અમે તમને એવી રીત બતાવીશું જેનાથી તમે સરળતાથી વ્હોટ્સએપના વિડીયો કોલને રેકોર્ડ કરી શકશો.

તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ ફીચર રહેલું હશે જેના દ્વ્રારા તમે વિડીયોને કોલને રેકોર્ડ કરી શકો છો પરંતુ જો આ ફીચર તમારા ફોનમાં નથી તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને DU Recorder એપને ડાઉનલોડ કરી શકો છો. આ મોબાઈલ એપને ઓપન કર્યા બાદ તમારા સામે કેટલાક જરૂરી પરમિશન્સનો વિકલ્પ હશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર બાદ તમે વિડીયો કોલ રેકોર્ડ કરી શકશો.

SHARE

Related stories

Latest stories