હવે SIRI અને ALEXA ની જેમ HEY UMANG કહીને અગત્યના કામ સરળતાથી નિપટાવી શકાશે, જાણો સરકારી સુવિધા વિશે-India News Gujarat
ભારત સરકારની ઉમંગ એપનો હેતુ સામાન્ય લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે.
આની મદદથી કેન્દ્ર અને રાજ્યોના તમામ સરકારી વિભાગોના લાભો અને તેમની સેવાઓ સામાન્ય લોકોને તેમના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
શું હશે Hey Umang ના ફીચર
ઉમંગ (UMANG) એટલે કે યુનિફાઈડ મોબાઈલ એપ્લીકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ એપમાં વોઈસ કમાન્ડ ફીચર પણ ઉમેરવામાં આવશે.
આ ફીચર ઉમેર્યા બાદ યુઝર્સ એપલની સિરી(Apple’s Siri) અને એમેઝોનના એલેક્સા(Amazon’s Alexa) ની જેમ આ એપનો પણ ઉપયોગ કરી શકશે.
જે લોકો અત્યારે ટાઈપ કરીને ઉમંગ એપનો ઉપયોગ કરી શકતા નથી તેઓને વોઈસ કમાન્ડ ફીચરથી ઘણો ફાયદો થશે.
હાલમાં ઉમંગ(Hey Umang) એપની મદદથી 13 સરકારી યોજનાઓ કે સેવાઓ વિશે માહિતી મેળવી શકાય છે.
Hey Umang થી કયા લાભ પણ લઈ શકાય છે.
આની મદદથી EPFO, જન ઔષધિ, ESIC, કોવિન, અટલ પેન્શન યોજના અને ઈ-રક્તકોશ જેવી યોજનાઓ સાથે સંબંધિત કામ પૂર્ણ કરી શકાશે.
ઉમંગ(Hey Umang) એપની મદદથી EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે, UAN માટે અરજી કરી શકે છે અને તેમના ક્લેઇમની સ્થિતિ ચકાસી શકે છે.
એટલું જ નહીં આની મદદથી તેઓ લાઈફ સર્ટિફિકેટ સહિત અન્ય EPFO સેવાઓનો લાભ પણ લઈ શકાય છે.
ભારત સરકારની ઉમંગ એપનો હેતુ સામાન્ય લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે.
આની મદદથી કેન્દ્ર અને રાજ્યોના તમામ સરકારી વિભાગોના લાભો અને તેમની સેવાઓ સામાન્ય લોકોને તેમના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઉમંગ એપ (Hey Umang) હેઠળ અત્યાર સુધીમાં 13 સેવાઓ લાવવામાં આવી છે.
ટૂંક સમયમાં ઘણી નવી સેવાઓ પણ ઉમંગ (Hey Umang) સાથે જોડાઈ શકે છે.
વોઇસ કમાન્ડ હિન્દી અને અંગ્રેજીમાં પ્રથમ આવશે
ઉમંગ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સરકાર જોરશોરથી કામ કરી રહી છે.
શરૂઆતમાં UMANG એપમાં વૉઇસ કમાન્ડ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હશે.
સરકાર હિન્દી અને અંગ્રેજીમાં આ સેવા શરૂ કર્યાના આઠ મહિનામાં દેશની અન્ય 10 મુખ્ય ભાષાઓમાં વૉઇસ કમાન્ડ સેવા શરૂ કરવા માગે છે.
Hey Umang: હે ઉમંગ’ કહીને આદેશ આપો.
UMANG એપમાં વોઈસ કમાન્ડ ફીચર ઉમેર્યા પછી બોલીને રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ , રસીકરણ સ્લોટ બુક , ભવિષ્ય નિધિની પાસબુક અને ક્લેઇમની સ્થિતિ જાણીને વગેરે ઘણા કામ નિપટાવી કરી શકાય છે.
યુઝર્સ તેને ‘હે ઉમંગ’ (Hey Umang) કહીને કમાન્ડ કરી શકશે.
હે ઉમંગ (Hey Umang) બોલ્યા બાદ યુઝર્સે તેમની પાસે જે કામ છે તે બોલવું પડશે.
તમે પણ આ વાંચી શકો છો –
Stock Market-રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો
તમે પણ આ વાંચી શકો છો –