HomeGujaratHealth Minister Appeal: સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બનીએ - India...

Health Minister Appeal: સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બનીએ – India News Gujarat

Date:

Health Minister Appeal

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Health Minister Appeal: કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર”ની 4થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી અને તબીબોને આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલી આ કોન્ફરન્સમાં જોડાઇને સહભાગી બન્યા હતા. India News Gujarat

Health Minister Appeal-2

“ટેલી કન્સલ્ટિંગ” સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્યમંત્રી

Health Minister Appeal: આ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાતને 5 કરોડથી વધુ વસ્તુ ધરાવતા રાજ્યોમાં ટી.બી. મુક્ત ડ્રાઇવ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દ્વિતીય ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આજે દેશના 1 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રાંરભ કરાવ્યો હતો. ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામને ઇ-સંજીવની પ્લેટફોર્મથી જોડવામાં આવ્યા છે. ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા મંત્રીએ કહ્યું કે, દેશના આરોગ્યસેવા ક્ષેત્રે ટેલકન્સલ્ટીંગ પ્રોગ્રામ નવીનક્રાંતિ લાવશે. દર્દીઓને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા માટે ટેલીકન્સલ્ટીંગ સેવા વરદાનરૂપ સાબિત થશે. 14 એપ્રિલ 2018માં છત્તીસગઢથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરાયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના પાયલોટ પ્રોજેકટ આજે સમગ્ર દેશમાં 1 લાખ 17 હજાર 400 હેલ્થ એન્ડ વેલનેસના સંખ્યાબળ સાથે જનહિતલક્ષી બન્યો છે. India News Gujarat

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની 4થી વર્ષગાંઠ

Health Minister Appeal: મનસુખભાઈએ વધુમાં જણાવ્યું કે, દેશમાં કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગરીબજન, દૂર સૂદૂરના અંતરિયાળ વિસ્તારમા રહેતા વ્યક્તિને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ પુરી પાડીને આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.મંત્રીએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશના દરેક રાજ્યને આવતીકાલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગનું આયોજન કરીને સ્વાસ્થયપ્રદ જીવનનો સંદેશ આપવા માટે અનુરોધ કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત બનાવવાના આહવાનને મૂર્તિમંત કરવા દેશના દરેક રાજ્યમાં તાલુકા સ્તરીય આરોગ્યસેવા કેન્દ્રોમાં 18થી 23 એપ્રિલ સુધી આરોગ્યમેળાનું આયોજન કરવા જણાવ્યું હતુ. India News Gujarat

Health Minister Appeal-1

સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણને સાકાર કરવાનું આહવાન

Health Minister Appeal: મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સર્વગ્રાહી વિકાસની કલ્પના કરી છે. દેશના વિકાસરથમાં આરોગ્યક્ષેત્રનું બહુમુલ્ય યોગદાન છે. સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજનું હોવું અતિઆવશ્યક છે. આ વિચારધારાને આગળ ધપાવીને જ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગ્રામ્ય સ્તરે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત કરીને પ્રાથમિક આરોગ્ય અને ટેલીકન્સલ્ટીંગ સેવાનો મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દૂર-સૂદૂર અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકોને 13થી વધુ પ્રકારની વિવિધ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બની છે. India News Gujarat

વિવિધ રોગોની સારવાર ઉપલબ્ધ કરાવાઈ રહી છે

Health Minister Appeal: આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ડાયગ્નોસિસ, ક્લિનિકલ રીપોર્ટસ, પેલીએટીવ કેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયાબિટીસ, બી.પી., ટી.બી., ઓરલ, સર્વાઇકલ જેવા વિવિધ કેન્સરનું પ્રાયમરી સ્ક્રીનીંગ કરીને નિદાન થયે સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. India News Gujarat

Health Minister Appeal

આ પણ વાંચોઃ Mission Gujarat-2022: AAP અને હાર્દિકે કોંગ્રેસને કરી હેરાન – India News Gujarat

આ પણ વાંચોઃ Corona Alert In Delhi हेल्थ इंफ्रास्ट्रक्चर पूरी तरह दुरुस्त, अस्पतालों को किया अलर्ट : सत्येंद्र जैन Satyendra Jain Said Hospitals Have Been Alerted

SHARE

Related stories

Latest stories