HomeIndiaહનુમાન ચાલીસા અને રાજ ઠાકરે:Hanuman Chalisa & Raj Thackeray:INDIA NEWS GUJARAT

હનુમાન ચાલીસા અને રાજ ઠાકરે:Hanuman Chalisa & Raj Thackeray:INDIA NEWS GUJARAT

Date:

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અને મનસેના રાજ ઠાકરે

Hanuman Chalisa :મહારાષ્ટ્રના મનસેના રાજ ઠાકરે સંગીત પ્રેમી અને કાર્ટૂનિસ્ટ રાજ ઠાકરે પોતાનું રાજકીય સફર”ભારતીય વિદ્યાર્થી સેના” થી શરૂ કર્યું હતું, કાકા બાલા સાહેબના સિદ્ધાંતો સાથે તેઓ શિવસેનાનો એક પ્રસિધ્ધ ચહેરો બની ગયા હતા.1990ની વિધાનસભા ની કામગીરી માં શિવસેનામાં તેઓની મુખ્ય ભૂમિકા રહી હતી.આમ એવું ચર્ચાતું કે બાલાસાહેબ નો વારસો રાજ ઠાકરે જાળવશે. ઉદ્ધવ ઠાકરે પહેલેથીજ રાજકારણમાં જોવા નહોતા મળતા, માતૃશ્રી માં પણ રાજ ઠાકરે નો પ્રભાવ જોવા મળતું.

રાજ ઠાકરે અને મનસે

Hanuman Chalisa :મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર મરાઠી લોકોના હિત માટે ના મુદ્દા ,હિંદુત્વની વાત કે વ્યાપાર રોજગારની જગ્યાઓ પર મરાઠીમાં બોર્ડ મુકવાની વાત હોય કે પછી જય મહારાષ્ટ્રનો નારો હોય અત્યાર સુધી શિવસેના બાલા ઠાકરેના નેતૃત્વ હેઠળ આવા અનેકો મુદાઓની વાતો કરતી આવી છે.ત્યારે આ સેનાના મુખ્ય સેનાનીની છબી ધરાવતા રાજ ઠાકરે પોતાના જ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે થી અલગ થઈ અને પોતાની એક અલગ રાજકીય પાર્ટીની રચના કરી ” મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના” વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં મનસે ને કઈ વધુ સફળતા મળી નથી.

હનુમાન ચાલીસાનું માઈક પરથી પઠન કરાશે..

Hanuman Chalisa :સુપ્રીમ કોર્ટ દ્વારા ધાર્મિક સ્થળો પર માઇકનો ઉપયોગ કરવા અંગે આદેશો જાહેર કરાયા છે. વહેલી સવારે માઇક પરથી બોલાતી અઝાન બાબતે ચુકાદો અપાયો છે.છતાંય ચુકાદા ની અવગણના થતી હોય તેમ માઇક પરથી અઝાન ચાલુ જ છે.આ વાતને મુદ્દો બનાવી રાજ ઠાકરે મેદાને આવ્યા છે.જો અઝાનને માઈક પરથી પોકારવાનું બંધ નહિ કરાય તો માઈક પરથી હનુમાન ચાલીસા નું પઠન કરાશે મનસે ના કાર્યકરો આ મુદ્દાને લઈ મહારાષ્ટ્રમાં મેદાને આવી ગયા છે. હવે જોવાનું રહ્યું કે મનસે ના રાજ ઠાકરે નું આ મિશન કેટલું સફળ થાય છે..????

બાલા સાહેબ બાદ રાજ ઠાકરે મરાઠી લોકોના હૃદય સમ્રાટ બની શકશે..!!

Hanuman Chalisa :મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મરાઠી લોકોના હિત માટે ની વાતો સાથે આગળ વધી રહી છે. જેટ એરવેઇઝના 800 જેટલા કર્મચારીઓ ને છુટા કરવામાં આવતા તેઓ ની રજુવાત ને ધ્યાને લઈ કર્મચારીઓને પરત નોકરીઓ અપાવી ,મરાઠી લોકો ના હિત માટે લડતો ચલાવવા નું અને ભાષણોથી વિવાદમાં રહેતા રાજ ઠાકરે મરાઠી નેતાની છબી બનાવવામાં અમુક અંશે સફળ રહ્યા છે. બાલા સાહેબ ઠાકરેના નિધન બાદ મરાઠી નેતાની કમી મહારાષ્ટ્ર ની ખલી રહી છે.ત્યારે શું રાજ ઠાકરે બીજી ઇનિંગમાં સફળ રહેશે કે શું એ જોવાનું રહ્યું…

શું મહારાષ્ટ્રનું મતદાર નવો વિકલ્પ શોધી રહ્યો છે.???

Hanuman Chalisa :મહારાષ્ટ્ર માં હિન્દુત્વની રાજનીતિ કરતી શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કર્યા પછી શિવસેનાનો મતદાર નારાજ થયો છે. મહારાષ્ટ્રમાં વર્ષોથી ભાજપ અને શિવસેનાની યુતી તેમની વિચારધારાને કારણે મત આપનાર મતદારોએ નવો વિકલ્પ શોધી રહ્યા છે.હિન્દુત્વ માં વિશ્વાસ રાખતા મતદારો ને મનસે તરફ ખેંચવા નો પ્રયાસ જોર સોર થી કરાઈ રહ્યું છે. 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ નરેન્દ્રભાઈ મોદી ના વારમ વાર જાહેર માં વખાણ કરતાં અચાનક ભાજપ અને નરેન્દ્રભાઈ મોદી ના ટીકાકાર બની ગયા હતા.હવે આવનાર સમયમાં મહારાષ્ટ્રના રાજકરણમાં નવા જૂની થવાના સંકેતો દેખાઈ રહ્યા છે.જે કદાચ ભાજપ માટે ખુબજ કારગર નિવળી શકે…ભારત માતા કી જય, જય મહારાષ્ટ્ર

આ પણ વાંચી શકો :HANUMAN CHALISA CONTROVERSY: હનુમાન ચાલીસા પર મહાભારતઃ સાંસદ નવનીત રાણા અને તેમના પતિને 14 દિવસની જેલ, શિવસેનાના 6 કાર્યકરોની પણ ધરપકડ

આ પણ વાંચી શકો :પોલીસે ચા પીતાનો વીડિયો શેર કર્યો – India News Gujarat

SHARE

Related stories

Latest stories