HomeIndiaGyanvapi: જ્ઞાનવાપીના સૂચિતાર્થ : લઘુમતીવાદ અને કટ્ટરપંથીઓનો લુપ્ત થઈ રહેલો અંતિમ...

Gyanvapi: જ્ઞાનવાપીના સૂચિતાર્થ : લઘુમતીવાદ અને કટ્ટરપંથીઓનો લુપ્ત થઈ રહેલો અંતિમ મોરચો.

Date:

 

 

Gyanvapi: લઘુમતીવાદ અને કટ્ટરપંથીઓનો લુપ્ત થઈ રહેલો અંતિમ મોરચો-India News Gujarat

આ દિવસોમાં સમાચારો ચાલુ કરતાંની સાથે કાશીમાં જ્ઞાનવાપી મંદિરની આજુબાજુ બનેલા હો-હલ્લા વિશે ટીવીની બૂમો પડે છે. મસ્જિદનું નામ જ્ઞાનવાપી અથવા જ્ઞાનના કૂવા તરીકે ઓળખાતા નજીકના કૂવા પરથી આવ્યું હોવાનું કહેવાય છે. હકીકત એ છે કે – દેખીતી રીતે – સંસ્કૃત નામ સાથે વિશ્વની આ એકમાત્ર મસ્જિદ છે જે માનવસહજ તર્કને તો ટાળે છે, પરંતુ તે જે છે તે છે! જ્ઞાનવાપી મંદિર ઉપર હાલની આ ચર્ચા પહેલી વારની નથી. છેક ૧૧૯૪ થી, મસ્જિદ વિવાદનું હાડકું રહ્યું છે. નહેરુવીયન બિનસાંપ્રદાયિકતાના કહેવાતા “ધ્વજવાહકો”, બંધારણના “ભક્તો” અને ઇસ્લામના “આસ્તિકો”, ખાસ કરીને “સરદાર” – મૌલવીઓ અને “ઉલેમા” – આ સમયે ખોટા પગલે પકડાયા છે. આ ધાસ્તીનો એક ભાગ તેઓએ અત્યાર સુધી માણેલા VETO ગુમાવવાના ડરથી ઉદભવ્યો છે. આ ગભરાટનો એક ભાગ એ હકીકત પરથી પણ આવે છે કે બંધારણનું અક્ષરશઃ પાલન કરવામાં આવે છે, જેમ તે લખવામાં આવ્યું હતું અને તેની કલ્પના કરવામાં આવી હતી તેની સાચી ભાવનાને બરાબર જાળવી રાખે છે  – કહી શકાય કે – કોઈપણ પ્રકારની બાંધછોડ વિના. રાષ્ટ્રીય ટેલિવિઝન પર ઉગ્ર અને અશ્લીલ ભાષાનો ઉપયોગ હવે મુસ્લિમ ધર્મગુરુઓને ખુશ કરવા માટે પૂરતો નથી, તેથી તેઓએ ક્રૂર માનવ- આક્રાંતા અને લૂંટારુઓ, એટલે કે, ભયંકર ઇસ્લામિક આક્રમણખોર “મુઘલો” ની વ્યાપકપણે જાણીતા ગોરી તૈમુરીડ્સની પ્રશંસા અને સ્તુતિ કરવી જોઈએ (અહીં સૌમ્ય પર્યાય લાગુ પાડવા). આ તે જ ટોળકી છે જે જન્મજાત સ્વદેશી હોય એવી કોઈ પણ વસ્તુ અને દરેક વાત માટે અણધાર્યો તિરસ્કાર અને ધિક્કાર (અનંત અને અનિવાર્યપણે) ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંઈપણ અને દરેક વસ્તુ જેનાં મૂળ હિંદુ  છે.

૧૮૭૨ના ‘ભારતીય પુરાવા અધિનિયમ’ હેઠળ દસ્તાવેજીકૃત કરાયેલા અલ્ટેકર અને હ્યુએન ત્સાંગના બંને સત્યનિષ્ઠ ઐતિહાસિક અહેવાલોમાં એક મંદિર અને સો ફૂટ લાંબા શિવલિંગનો ઉલ્લેખ છે. એ.એસ. અલ્ટેકરના ૧૯૩૭ના પુસ્તક હિસ્ટ્રી ઑફ બનારસઃ ફ્રોમ ધ અર્લીસ્ટ ટાઈમ્સ ડાઉન ટુ ૧૯૩૭,  જે બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના ડીન હતા ત્યારે લખવામાં આવ્યું હતું, તેના મુજબ, જ્ઞાનવાપી મસ્જિદને ૧૬૬૯માં ઔરંગઝેબના શાસન દરમિયાન સ્થાપિત કરવામાં આવી હોવાનું કહેવાય છે, જેણે પ્રાચીન વિશ્વેશ્વર મંદિરને તોડી પાડવા અને તેના સ્થાને મસ્જિદ બાંધવાનો આદેશ આપ્યો હતો. ૧૪ મે, ૧૯૩૭ના રોજ, બનારસમાં જન્મેલા ઈતિહાસકાર પ્રોફેસર પરમાત્મા શરણે બ્રિટિશ સરકાર વતી એક ઘોષણા કરી હતી જેમાં તેમણે ઔરંગઝેબના સમયના ઈતિહાસકાર “મા અસીરે આલમ ગિરી”ના કેટલાક ભાગો ટાંક્યા હતા, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ ઈ.સ. ૧૬મી સદીમાં એક મંદિર હતું. મંદિરના પરસાળ (પ્લીન્થ)ને નુકસાન વિના રાખવામાં આવ્યું હતું અને તેને મસ્જિદના પ્રાંગણ તરીકે ઉપયોગમાં લેવામાં  આવી હતી. દિવાલોમાંથી એક સાચવવામાં પણ આવી હતી, જે મક્કા તરફની મસ્જિદની સૌથી વિસ્તૃત અને આવશ્યક દિવાલ હતી, અને તે કિબલા દિવાલ બની હતી. આ મસ્જિદનું નિર્માણ મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. મસ્જિદનું નિર્માણ થયા પછી એક સદીથી વધુ સમય સુધી આ સ્થળ પર કોઈ મંદિર નહોતું. ૧૮મી સદીમાં, ઈન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરે મસ્જિદની દક્ષિણે વર્તમાન કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. તે વર્ષોથી સૌથી મહત્વપૂર્ણ અને પ્રિય હિંદુ ધાર્મિક કેન્દ્રોમાંનું એક બની ગયું છે. મંદિરના ગર્ભગૃહના સામે હોવાને બદલે, વર્તમાન કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં નંદી (ઋષભ) નું પ્રાચીન શિલ્પ મસ્જિદની દિવાલ તરફ છે. એવું કહેવાય છે કે નંદી જૂના વિશ્વેશ્વર મંદિરના ગર્ભગૃહની સામે સ્થિર છે. ઘણા હિંદુઓ લાંબા સમયથી માને છે કે ઔરંગઝેબના આક્રમણ દરમિયાન, પ્રાચીન વિશ્વેશ્વર મંદિરના મૂળ લિંગને જ્ઞાનવાપી કૂવામાં પૂજારીઓ દ્વારા સંતાડવામાં આવ્યું હતું, જેણે હવે મસ્જિદ જ્યાં બેઠી છે તે પવિત્ર સ્થળ પર પૂજા અને સંસ્કાર કરવાની ઇચ્છાને વેગ આપ્યો છે.

 

 

હિંદુઓ અને તેમની સંસ્કૃતિ સામે ઉગ્ર તિરસ્કાર આરએસએસ અથવા ભાજપે ઉભો કરેલો નથી, પરંતુ એકબીજા સાથે પથારીમાં બંને સાથે  એવી લ્યુટિયન ટોળકી અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવ્યો છે. અને તેવી જ રીતે, આ કેસ પણ તદ્દન નવો નથી, કારણ કે તે ૧૯૩૬ માં સમગ્ર જ્ઞાનવાપી સંકુલમાં નમાઝ અદા કરવાનો અધિકાર મેળવવા માટે તત્કાલિન મુસ્લિમ જૂથો દ્વારા બ્રિટિશ સરકાર સામે જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. દાવેદારો વતી સાત સાક્ષીઓ હાજર થયા હતા જ્યારે બ્રિટિશ સરકાર વતી ૧૫ હાજર થયા હોવા છતાં, ૧૫ ઓગસ્ટ, ૧૯૩૭ના રોજ જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ અદા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. અરે, આ તારીખ પણ ભાગ્યનો ખેલ છે! વધુમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી સંકુલમાં આ પ્રકારની પ્રાર્થના બીજે ક્યાંય કરી શકાતી નથી. ૧૦ એપ્રિલ, ૧૯૪૨ના રોજ, નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતા, હાઇકોર્ટે અપીલને ફગાવી દીધી. ઑક્ટોબર ૧૫, ૧૯૯૧ના રોજ પંડિત સોમનાથ વ્યાસ, ડૉ. રામરંગ શર્મા અને અન્ય કેટલાક લોકોએ જ્ઞાનવાપીમાં નવું મંદિર બનાવવાની પરવાનગી તેમજ પૂજા કરવાના અધિકાર માટે કોર્ટમાં અરજી કરી. ૧૯૯૮ માં, અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ અને યુપી સુન્ની વક્ફ બોર્ડ, લખનૌ દ્વારા આ આદેશ સામે તેમના વતી બે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ પૂર્વ જિલ્લા સરકારના એડવોકેટ વિજય શંકર રસ્તોગીની નિમણૂક કરવામાં આવી હતી. ૮ એપ્રિલ, ૨૦૨૧ ના ​​રોજ સંકુલમાં પુરાતત્વીય સર્વેક્ષણ હાથ ધરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો, જે ૧૪ એપ્રિલ, ૨૦૨૨થી શરૂ થયો હતો. આનાથી પણ વધુ સુસ્પષ્ટ એ છે કે અસંસ્કારીઓનો આ સંપ્રદાય જે વિશ્વના કોઈપણ ખૂણામાં કોઈ માળખું ઊભું કરવામાં આવ્યું ન હતું ત્યારથી તંબુઓમાં જ રહેતો હતો તે ભારતમાં ભવ્ય અજાયબીઓ બાંધી હોવાનો દાવો કરે છે. આ વાસ્તવમાં (છદ્મ) ડાબેરી-ઉદારવાદી મંડળી દ્વારા ઉપજાવીને ચલાવેલું જૂઠાણું છે જે એ હકીકતને છુપાવે છે અને ભૂંસી નાખે છે, પછી ભલે તે કાશી વિશ્વનાથ મંદિર, રામ મંદિર, કાશ્મીરનું કાલી મંદિર, મથુરાના કૃષ્ણ મંદિર, અટાલા દેવી મંદિર હોય, જૌનપુર ભોજશાળાનું સરસ્વતી મંદિર અથવા મેંગલુરુમાં મસ્જિદની નીચે જોવા મળેલું મંદિર, તમામ ઇસ્લામિક માળખાં ભારતનાં સ્થાનિક રહેવાસીઓ એટલે કે હિન્દુઓનાં અપમાનિત પૂજા સ્થાનો પર ઊભાં છે.

ભારત એક હિંદુ બહુમતી ધરાવતો દેશ હોવા છતાં, જેણે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઇસ્લામિક રિપબ્લિક બનાવવા માટે તેની જમીન આપી દીધી હતી, તેમ છતાં, આઝાદી પછી પણ લગભગ ૭૦ વર્ષ સુધી આસ્થા અને પૂજાનાં સ્થળો પર વિવિધ મુકદ્દમાઓ ચાલ્યા. ઇસ્લામિક ગિરોહે અલગ અલગ ટોપીઓ પહેરવાનું ચાલુ રાખ્યું અને પસંદગીના સ્મૃતિ ભ્રંશથી પીડાઇ પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૯૧ દ્વારા ન્યાયિક દૃષ્ટિકોણને સાગમટે નાબૂદ કરવા માટે સંસદીય આદેશની પ્રશંસા કરવી પરંતુ તે જ સંસદ દ્વારા યોગ્ય રીતે પસાર કરાયેલા CAA કાયદાને નકારી કાઢવો. એક જ સમયે તાજમહેલ સર્વેક્ષણની અપીલ પર કોર્ટના ચુકાદાનો લાભ લેવો, જ્યારે શાહ બાનોને આપવામાં આવેલ નિર્વાહ ખર્ચના અધિકારને સમર્થન આપતી સર્વોચ્ચ અદાલતને નકારી કાઢવી. ઉપરાંત, AIMIMના સુપ્રીમો ઓવૈસી દ્વારા અયોધ્યા રામ મંદિરના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતને ખારીજ કરવી અને બદનામ કરવી એ એક નવીનતમ ઉદાહરણ છે. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના જોઈન્ટ સેક્રેટરી સૈયદ મોહમ્મદ યાસીને ન્યાયિક પ્રક્રિયા પર કટાક્ષ કર્યો અને પૂછ્યું કે જો કાયદો તેમને શિરચ્છેદ કરવાનો આદેશ આપે છે, તો શું તેઓ તેનું પાલન કરે. જો કે, તેને કોઈ સુઓ-મોટો કાર્યવાહીની ફિકર કે અપેક્ષા નથી, પરંતુ કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશોએ તેમની સલામતી અને તેમના પરિવારની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક છે ને ? પરંતુ ઇસ્લામિક કટ્ટરપંથીઓના આ કૃત્યોમાં વધુ વ્યંગાત્મક બાબત એ છે કે શ્રીમાન અકબરુદ્દીન ઓવૈસી ધાર્મિક વિભાજનને ઉત્તેજન આપવા માટે ભારતીયોની કતલ કરવા માટે જાણીતા ક્રૂર ઇસ્લામિક ડાકુ અને લૂંટારા, રાક્ષસી ઔરંગઝેબની કબરની મુલાકાત લેવાનો સમય કાઢે છે, અને તે પણ એવા સમયે જ્યારે જ્ઞાનવાપીની આસપાસનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોઈ એકેયને પણ તેની સામે વાંધો નથી. શું આ બળવાખોર ઉત્તેજના અને ઉશ્કેરણી નથી? ડૉ.આંબેડકરને યાદ કરવાનો આ સમય યોગ્ય છે કે જેમણે આને ‘રાજકારણની ગુંડાઓની પદ્ધતિ’ કહ્યું, જે ક્યારેય સમાપ્ત ન થનારી અને નવી ગેરવાજબી માંગણીઓ દ્વારા વર્ગીકૃત કરવામાં આવી હતી, ત્યારબાદ ઉગ્રતા, નિંદાઓ, શેરીઓમાં રમખાણો અને પીડિત-રમત દ્વારા દર્શાવવામાં આવી હતી. ઇસ્લામિક રસાલો બિનસાંપ્રદાયિકતાની શેખી મારે છે, ટોળાશાહીમાં માને છે અને રમખાણોને ચિરાયુ બનાવે છે!

એક વખત સુવિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઇને નોંધ્યું હતું “ભારત માનવ જાતિના પારણું છે, માનવ વાણીનું જન્મ સ્થળ, ઇતિહાસની માતા, દિવ્ય ચરિત્રની દાદી, અને પરંપરાઓની પરદાદી છે.” “માનવ ઇતિહાસમાં આપણી સૌથી મૂલ્યવાન અને સૌથી વધુ ઉપદેશક સામગ્રીનો ભંડાર ફક્ત ભારતમાં જ છે.” તેમના નિવેદનના સ્ત્રોતને ધ્યાનમાં લો – આત્મ-અભિમાન અને સાદા મિથ્યાભિમાનમાં ડૂબેલા નશાત પશ્ચિમ અને તેના સહાયકો, બ્રાઉન સાહેબો માટે એક પૂર્વધારણા – જે મોદી પહેલા અને લગભગ ચોક્કસપણે નેહરુ પહેલાથી અસ્તિત્વમાં છે. સંસ્કૃતિના પ્રારંભથી જ ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જીવંત છે. તે બધાની શરૂઆત એક અજ્ઞેય સંસ્કૃતિ સાથે થઈ હતી જે સિંધુ નદીની આસપાસ અને ભારતના દક્ષિણી રાજ્યોમાં કૃષિ વસાહતોમાં વિકસિત થઈ હતી. ઈસવીસન પૂર્વે ચોથી સહસ્ત્રાબ્દીના અંત સુધીમાં, ભારત ખૂબ જ અદ્યતન સમાજ બની ગયો હતો. ભારત, આજે પણ અસ્તિત્વમાં એવું સૌથી આધુનિક રાજ્ય, સમન્વયાત્મક બહુદેવવાદનું પ્રતીક છે. ભારત બહુમતીવાદનો દેશ છે અને રહ્યો છે. ૧૯૭૩ થી ૧૯૭૫ દરમિયાન ભારતમાં યુ.એસ.ના રાજદૂત રહેલા ડેનિયલ પેટ્રિક મોયનિહાએ જણાવ્યું હતું કે, “વિદેશીઓની સંસ્કૃતિને સમન્વયપૂર્વક ગ્રહણ કરવાની તેની ક્ષમતા એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ લાક્ષણિકતા છે.” એ નોંધવું પર્યાપ્ત છે કે ધર્મ એ આપણા વિશ્વનો પ્રારંભિક બહુસાંસ્કૃતિકવાદ છે. ઇસ્લામિક આક્રમણોને કારણે ભારતમાં પંથ આવ્યો. યેલ યુનિવર્સિટીના સ્ટીવન ઇયાન વિલ્કિન્સન નોંધે છે કે ભારતમાં વધતી વંશીય હિંસા સંવર્ધિત કબૂલાતવાદથી ઉદ્દભવે છે, જે લોકશાહીમાં ચોક્કસ ધર્મ આધારિત સત્તા વહેંચણી વ્યવસ્થા છે અને એ પણ છે કે આવી કોઈ વ્યવસ્થા જૂથોને સંતોષી શકતી નથી અને અંતે નારાજગી તરફ દોરી જશે. આપણે સંસ્કૃતિ તરીકે અનાદિ કાળથી છીએ પરંતુ એક રાષ્ટ્ર-રાજ્ય તરીકે આપણે એકદમ યુવાન છીએ પણ તેનો અર્થ એ નથી કે આપણે ભારતનો ઉપદેશ આપવાનું વલણ ધરાવતી પશ્ચિમી શક્તિ અને અદ્રશ્ય હાથ દ્વારા સમર્થિત નિહિત હિતોની આગળ ઝૂકી જઈશું.

SHARE

Related stories

Latest stories