HomeIndiaGallery Collapsing: શંખેશ્વર ટાવરના ચોથા માળની ગેલેરી તૂટી પડી, સિમેન્ટ-કોંક્રિટનો કાટમાળ પડતા...

Gallery Collapsing: શંખેશ્વર ટાવરના ચોથા માળની ગેલેરી તૂટી પડી, સિમેન્ટ-કોંક્રિટનો કાટમાળ પડતા કારને નુકસાન – INDIA NEWS GUJARAT

Date:

Gallery Collapsing: સુરતના સગરામપુરામાં આવેલા કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે. ત્યારે અહિં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાસાયી થઈ હતી. સિમેન્ટ કોંક્રિટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો. જેથી કારને ભારે નુકસાન થયું હતું.

એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ થયો ધરાશાયી

સુરતના સંગ્રામપૂરા ખાતે આવેલા અંકિત એપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાસાયી થતાં ટેરેસનો ભાગ તૂટ્યો હતો. જેથી સિમેન્ટ-કોંક્રિટ અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું. ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નથી. સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક દિશાંક પૂનમિયાએ કહ્યું કે, ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું.

Gallery Collapsing: સ્થાનિકોમાં ભય કહ્યું- ધરતીકંપ જેવો એહેસાસ થયો

બાદમાં સ્લેબના સળીયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો. જેથી કારને નુકસાન થયું હતું. જો કે, સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહિં રમતા બાળકોને ઈજા પહોંચી હોત. આ અગાઉ આ બિલ્ડીંગની સારસંભાળ માટે કહેવાયું હતુ. પરંતુ એ લોકોએ ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ હવે જર્જરિત થયેલા આ પ્રકારના બિલ્ડિંગો કોઈ મોટી હોનારત સર્જે એ પહેલા એનું સમારકામ અને મેન્ટેનસ થાય એ જરુંરી બન્યું છે તો એસએમસી દ્વારા પણ આવી બિલ્ડિંગો શોધીને જરૂરી કાર્યવાહી કરાય એ જરૂરી બન્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories