French Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ સેમિ ફાઇનલમાં ખૂબ જ રોમાંચક મેચમાં હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થયો-India News Gujarat
- French Open 2022 :સેમિ ફાઈનલમાં રોહન બોપન્ના (Rohan Bopanna) અને મિડલકુપ (Middelkoop) ની જોડીને જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું.
- 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
- ભારતનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના (Rohan Bopanna) ફ્રેન્ચ ઓપન (French Open 2022) માંથી બહાર થઈ ગયો છે.
- રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલકુપ મેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને જીતની નજીક પહોંચ્યા બાદ મેચ હારી ગયા હતા.
- 42 વર્ષીય રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલ કુપ એ પુરુષ ડબલ્સ સેમિ ફાઈનલમાં પહોંચવા માટે 2 અઘરી મેચ જીતી હતી.
- પરંતુ સેમિ ફાઈનલમાં જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું.
- 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
- ભારતીય અને ડચની જોડીએ 2 કલાકથી વધુ ચાલેલી મેચનો પ્રારંભિક સેટ જીતીને મેચમાં પોતાની પકડ મજબુત બનાવી હતી.
- પરંતુ બીજા સેટમાં હરીફ જોડીએ ધીમે ધીમે બાજી પોતાના તરફ કરી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં હરીફ જોડીની સર્વિસ ટાઈબ્રેકર સાબિત થઇ હતી. ]
- એક સમયે રોહન બોપન્ના અને તેના સાથીદાર મિડલકુપ ટાઈબ્રેકર 2-6 થી પાછળ હતા.
- ત્યાર બાદ બંનેએ સંઘર્ષ બાદ પુનરાગમન કર્યું હતું પરંતુ અંતે 8-10 ટાઈબ્રેક, સેટ અને મેચ હારી ગયા હતા.
આ ટ્વીટ પર તમે જોઈ શકો છો
How it feels to be in your first #RolandGarros men's doubles final ?@CheloArevaloATP & Jean-Julien Rojer pull off a comeback win over Bopanna/Middelkoop 4-6, 6-3, 7-6(8).#RolandGarros pic.twitter.com/SFfKpijBuc
— Roland-Garros (@rolandgarros) June 2, 2022
- ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાની કારકિર્દીની આ પાંચમી ગ્રાન્ડ સ્લેમ મેન્સ ડબલ્સ સેમિ ફાઇનલ હતી અને 2015 પછી તે કોઇ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 માં પહોંચ્યો હતો.
- તેનો સાથી મિડલકુપ પ્રથમ વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.
- રોહન બોપન્નાએ મેન્સ ડબલ્સમાં કોઈ ડબલ્સ ટાઇટલ જીત્યું નથી અને 2010 યુએસ ઓપનમાં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચ્યો છે.
- જ્યારે વર્ષ 2017 માં તેણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
- હાર બાદ રોહન બોપન્નાએ કહ્યું કે, તે ચોક્કસપણે ખૂબ જ નિરાશ છે અને માત્ર 2-3 પોઈન્ટના કારણે ટાઈટલ મેચ ચૂકી ગયો છે.
- ફ્રેન્ચ ઓપન (French Open 2022) મેન્સ ડબલ્સની ફાઇનલમાં રોજર-અરેવાલોનો મુકાબલો હવે અમેરિકાના ઓસ્ટિન ક્રઝિસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડીજ સામે થશે.
- તમને જણાવી દઇએ કે ઈવાન મિક્સ ડબલ્સમાં ભારતની સાનિયા મિર્ઝાની ભાગીદાર હતી
તમે આ પણ વાંચી શકો છો-
French Open 2022: જોકોવિચ અને નડાલ ચોથા રાઉન્ડમાં પહોંચ્યા, જ્વેરેવ પણ જીત્યો
તમે આ પણ વાંચી શકો છો-
French Open 2022: રોમાનીયાની મહિલા ટેનિસ ખેલાડીએ બાળકના ચહેરા પર માર્યુ રેકેટ!